Abtak Media Google News

શહેર અને જિલ્લામાં શૈક્ષણિક તેમજ આરોગ્ય વિષયક જાગૃતિ લાવવાના જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાના પ્રોજેકટનું સફળતા તરફ પ્રયાણ

 

પ્રોજેકટ હેઠળ ૬૦ જેટલી સંસ્થાઓએ જિલ્લાના વિવિધ ગામોને દત્તક લીધા: એનએસએસ અને એનસીસીના વોલીએન્ટર્સ પણ પ્રોજેકટમાં સેવા આપવા અર્થે જોડાયા

 

આરોગ્ય વિષયક જાગૃતિ લાવવા વિવિધ લખાણના સ્ટીકર્સ લગાવી તેમજ સંદેશા આપતા પેઈન્ટીંગ દોરવામાં આવશે: સ્વચ્છતા, મતદાન તેમજ સરકારી યોજનાઓ અંગેની જાગૃતિ પણ ફેલાવાશે

જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ શહેર તેમજ જિલ્લામાં સામાજિક, આરોગ્ય અને શૈક્ષણિક જાગૃતિ લાવવાના આશયથી ‘વાઉ’ પ્રોજેકટ શરૂ કર્યો છે. આ પ્રકારનો પ્રોજેકટ રાજયમાં સૌપ્રથમ રાજકોટમાં અમલી થયો છે. તાજેતરમાં શરૂ થયેલા આ પ્રોજેકટે ગણતરીના દિવસોમાં જ ૧૭ જેટલા શિક્ષણથી વંચિત બાળકોનું શિક્ષણ સાથે મિલન કરાવવાનું સરાહનીય કાર્ય કર્યું છે. આ ઉપરાંત જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ ‘વાઉ’ બસનું શિડયુલ નકકી કરવામાં આવ્યું છે જે મુજબ આ બસ અંતરીયાળ વિસ્તારો તેમજ પછાત વિસ્તારોમાં ફરી જાગૃતિ લાવવાનું કામ કરશે.

Whatsapp Image 2019 01 29 At 12.58.51 Pmરાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ ‘વાઉ’ પ્રોજેકટ શરૂ કર્યો છે જેમાં એક ખાસ ‘વાઉ’ બસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બસ વિવિધ વિસ્તારોમાં ફરીને સામાજિક, આરોગ્ય તેમજ શૈક્ષણિક જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહી છે. ‘વાઉ’ પ્રોજેકટ બસમાં વિવિધ પ્રકારની સુવિધા છે. બાળકોને સહ શૈક્ષણિક પ્રવૃતિ કરાવવા માટે એક શિક્ષક રાખવામાં આવ્યા છે. બસમાં રમકડા, ચિત્રકામ માટે કલર, મેગ્નેટીક વ્હાઈટ બોર્ડ, પ્રોજેકટર, ૫ લેપટોપ, ૧ કોમ્પ્યુટર સીસ્ટમ, આર્ટસ અને ક્રાફટના સાધનો, વોશ બેઝીંન, પ્રાથમિક સારવારના સાધનો, સેનેટરી નેપકીન વેન્ડિંગ મશીન, સહિતની ચિજવસ્તુઓ રાખવામાં આવી છે. આ ઉપરાંત વાલીઓ સાથે મીટીંગ કરવા માટે ફોલ્ડીંગ સેડ બનાવવામાં આવ્યો છે.

Whatsapp Image 2019 01 29 At 12.58.51 Pm 3તાજેતરમાં શરૂ થયેલા આ પ્રોજેકટ હેઠળ માત્ર થોડા જ દિવસોમાં શિક્ષણથી વંચિત કુલ ૧૭ જેટલા બાળકોનું શિક્ષણ સાથે મિલન કરાવવાનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં દેવીપૂજક સમાજના ૮ જેટલા બાળકો કે જેઓ ભિક્ષાવૃતિ કરીને રઝળપાટ કરતા હતા તેઓને પણ પ્રાથમિક માહિતી આપી તેમજ તેમના વાલીઓને રૂબરૂ સમજાવી તેઓનું મહર્ષિ દધીચી શાળા નં.૫૯માં એડમીશન કરાવવામાં આવ્યું છે.

Whatsapp Image 2019 01 29 At 12.58.51 Pm 5જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાના આ પ્રોજેકટમાં ૬૦ જેટલી સંસ્થાઓએ જોડાઈને જિલ્લાના વિવિધ ગામોને દત્તક લીધા છે. ઉપરાંત એનએસએસ અને એનસીસીના વોલીએન્ટર્સ પણ મોટી સંખ્યામાં આ પ્રોજેકટમાં સેવા આપવા જોડાયા છે.ફેબ્રુઆરી માસમાં ૬૦ ગામોમાં ‘વાઉ’ બસ ફરશે.

Whatsapp Image 2019 01 29 At 12.58.51 Pm 6જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ ‘વાઉ’ બસના શેડયુલ વિશે જણાવ્યું હતું કે, આગામી ફેબ્રુઆરી માસમાં ‘વાઉ’ બસ ૬૦ ગામોમાં ફરવાની છે. ફેબ્રુઆરી માસમાં પડધરી તાલુકાને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. પ્રોજેકટ હેઠળ ૧ માસ દરમિયાન ૧૮ હજાર કુટુંબો તેમજ ૭૪ હજાર જનસંખ્યાનો રૂબરૂ સંપર્ક કરી વિવિધ જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. જે ગામમાં ‘વાઉ’ બસ જવાની હશે તેના બે દિવસ પૂર્વે વોલીએન્ટર્સની ટીમ તે ગામમાં પહોંચી જશે. આ ટીમ બે દિવસ દરમિયાન ગામમાં આરોગ્ય વિષયક લખાણના સ્ટીકરો દરેક ઘરમાં ચોટાડશે ઉપરાંત વિવિધ સંદેશા આપતા પેઈન્ટીંગ દોરશે, આ સાથે આરોગ્ય લક્ષી કેમ્પ પણ યોજવામાં આવનાર છે. સામાજીક, શૈક્ષણિક અને આરોગ્ય વિષયક જાગૃતિની સાથે સરકારી યોજના અને મતદાન જાગૃતિ લાવવાના પણ પ્રયાસો હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.