ગુગલ થકી બતાવાતા ન્યુઝ માટે મીડિયા હાઉસને નાણા મળશે !

61

આવનારા સમયમાં ગુગલ તેનો નવો પ્રોગ્રામ ‘ગુગલ ન્યુઝ ઈનીસીએટીવ’ લોન્ચ કરી પબ્લીસરોને પ્રોત્સાહિત કરશે

સમાચારની દુનિયા પર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો ઓનલાઈન મારફતે ફેસબુક, ટવીટર, વોટસએપ ઉપર સમાચારોનો ઢગલો જોવા મળે છે પરંતુ તેની ગુણવતા કેટલા અંશે ચકાસાય તે પણ મુખ્ય પ્રશ્ન ઉદભવિત થતો હોય છે ત્યારે ગુગલ થકી બતાવાતા ન્યુઝ માટે મીડિયા હાઉસને નાણા મળશે પરંતુ તેની સામે તેના ન્યુઝ ક્ધટેન્ટોને પણ ધ્યાને લેવાશે.

વિશ્ર્વભરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ખુબ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે ત્યારે હવે ગુગલ ન્યુઝ ક્ધટેન્ટ માટે મીડિયા હાઉસને નાણા આપશે તેવી વાત પણ સામે આવે છે. હાલના તબકકે ઈન્ટરનેટની માંધાતા ગણાતી એવી કંપનીઓ અને ન્યુઝ આપનાર સંસ્થાઓ વચ્ચે પ્રારંભિક ધોરણે કરારો થયા હોવાનું પણ સામે આવ્યું છે જેમાં ન્યુઝ એજન્સી તેમના ન્યુઝ ક્ધટેન્ટ ગુગલને આપી નાણા કમાઈ રહ્યા હોવાનું પણ સામે આવે છે. આ યોજના મીડિયા હાઉસ માટે અત્યંત ઉપયોગી અને ફાયદારૂપ નિવડશે તેવું માનવામાં આવી રહ્યું છે. કારણકે આ પ્રકારના ન્યુઝ ક્ધટેન્ટ ગુગલ પર મુકવામાં આવતા હોવાથી તેઓને જે યોગ્ય નાણા મળતા હોય તે પણ હવે વધુ પ્રમાણમાં મળશે તેવું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે.

ગુગલના સંપર્ક સુત્રોનું માનવું છે કે જે કોઈ લોકો ગુગલનો ઉપયોગ કરી રહ્યા છે અને ગુગલ મારફતે જે ન્યુઝ ક્ધટેન્ટ જોવે છે તે માટે તેઓને સારા સમાચાર મળતા રહે તે પણ કંપનીનો મુખ્ય હેતુ છે. આ પ્રકારના આયોજન થકી ન્યુઝ ઈન્ડસ્ટ્રીને ઘણો ખરો ફાયદો થશે તેમા નવાઈ નહીં. આ તકે ગુગલના વાઈસ પ્રેસીડેન્ટ રીચાર્ડ ડિન્ગરેસે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓ આ કાર્યને વધુ વિકસિત કરવા માટે કામગીરી કરી રહ્યા છે અને ન્યુઝ આપનાર પબ્લીસરોને છે તેને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તે દિશામાં પણ હાલ કંપની વિચાર વિમર્શ કરી રહ્યું છે ત્યારે ગુગલ ન્યુઝ ઈનીસીએટીવ તરીકે પ્રોગ્રામ પણ આવનારા સમયમાં લોન્ચ કરશે જેનાથી ન્યુઝ આપતી સંસ્થાઓને ખુબ મોટા પ્રમાણમાં ફાયદો પહોંચશે. ફેસબુક દ્વારા આ પૂર્વે ફ્રાન્સ અને યુરોપમાં આ કાર્યોને અમલી બનાવવામાં આવ્યા હતા પરંતુ જે રીતનો લાભ મળવો જોઈએ તે મળી શકયો નથી જેથી હવે ગુગલ વૈશ્ર્વિક ફલક ઉપર જે ડેટા ક્ધટેન્ટ આપશે ગુણવતાયુકત તે સર્વેને નાણા આપવાની યોજના પણ હાલ વિચારણા હેઠળ આવી હોય તેવું ગુગલના સુત્રો દ્વારા માહિતી મળી રહી છે.

સમાચારની દુનિયામાં ગુગલ, ફેસબુક, વોટસએપ, ઈન્સ્ટાગ્રામ મારફતે સમાચારોની ગુણવતા ચકાસાશે

હાલ વિશ્ર્વભરમાં સમાચાર માટે ઓનલાઈન માધ્યમ જો કોઈ હોય તો તે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે જેમાં ગુગલ, ફેસબુક, વોટસએપ અને ઈન્સ્ટાગ્રામનો સમાવેશ થાય છે. મુખ્યત્વે પબ્લીસરો તેમના ન્યુઝ ક્ધટેન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મુકતા હોય છે અને તેમાંથી કમાણી પણ કરતા હોય છે પરંતુ હવે ગુગલ મારફતે બતાવવામાં આવતા ન્યુઝ માટે મીડિયા હાઉસને નાણા મળવાપાત્ર રહેશે તેની સામે પબ્લીસરોએ તેની ગુણવતા અને તેમના ન્યુઝ ક્ધટેન્ટની પણ ચકાસણી થશે તે વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે.

વેબસાઈટ પર ટ્રાફિક વધારવા માટે ગુગલ પબ્લીસરોની કરશે મદદ

ગુગલ દ્વારા જે મીડિયા હાઉસ અને પબ્લીસરોને કમાવવા માટેનો જે શ્રોત ઉભો કર્યો છે તેનાથી એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે ગુગલ દ્વારા નવનિર્મિત ગુગલ ન્યુઝ ઈનીસીએટીવ મારફતે હવે પબ્લીસરો તેમની વેબસાઈટ પરથી નાણા કમાઈ શકશે અને જેમ વેબસાઈટ ઉપર ટ્રાફિક વધુ જોવા મળશે તેમ નાણા વધુ મળવાની પણ સંભાવના રહેલી છે. ગુગલ ન્યુઝ ઈનીસીએટીવ તેમના પબ્લીસરોના વાચક વર્ગમાં વધારો કરવાની પણ કામગીરી કરશે અને તેમના પેઈડ સબસ્ક્રીપ્શન આધારે તેઓને વેબસાઈટ સાથે પણ જોડાશે. આડકતરી રીતે જે ટ્રાફિક વેબસાઈટને મળવો જોઈએ તેમાં પણ ગુગલ ન્યુઝ ઈનીસીએટીવ ટ્રાફિક વધારવા માટે મદદરૂપ સાબિત થશે. ફેસબુક દ્વારા ગત વર્ષે જે ન્યુઝટેબ પ્રોગ્રામ અમલી બનાવ્યો હતો તેમાંથી ઘણી ખરી તકલીફોનો સામનો પણ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું અને ભરોસો પણ નહિવત જોવા મળ્યો હતો પરંતુ ગુગલ દ્વારા જે ગુગલ ન્યુઝ ઈનીસીએટીવ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવશે તેમના ગુણવતાયુકત ન્યુઝ ક્ધટેન્ટોને જ સ્થાન અપાશે તેવી વાત સામે આવી રહી છે.

Loading...