Abtak Media Google News

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા કાલથી બે દિવસનું આયોજન: ૫૫૦થી વધુ સંશોધકો સહભાગી થશે: રાષ્ટ્રીય-આંતર રાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો પોતાના જ્ઞાનનો લાભ આપશે: શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સમાપન સમારોહમાં હાજરી આપશે

ડો.બાબાસાહ આંબેડકર  ઓપન યુનિવર્સિટી દ્વારા મીડીયા, કલ્ચર અને વિકાસ :પ્રશ્ર્નો અને ઉપાય વિષય પર દ્વિ-દિવસીય આંતરાષ્ટ્રીય  સંગોષ્ઠિનું  આયોજન  કરવામાં આવ્યું છે. ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ રાજય સરકાર દ્વારા સ્થાપિત ગુજરાતની એકમાત્ર ઓપન યુનિવર્સિટી છે ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ ભારતમાં સ્થાપિત સાતમી રાજય કક્ષાની યુનિવર્સિટી છે. જે યુજીસી, ડીઈસી અને હવે ડિસ્ટન્સ એજયુકેશન બ્યુરો દ્વારા માન્યતા પ્રાપ્ત છે. આ યુનિવર્સિટીમાં દર વર્ષે અંદાજિત ૭૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવે છે તથા ગુજરાતભરમાં ૧૫૦ થી વધુ અભ્યાસકેન્દ્રો કાર્યરત છે. યુનિવર્સિટી હાલમાં વિવિધ પ્રકારના સર્ટીફિકેટ, પ્રમાણપત્રીય, ડિપ્લોમાં સ્નાતક, અનુસ્નાતક અને એમ.ફિલ-પી.એસ.ડી જેવા અભ્યાસકમો ચલાવી રહી છે. આવનાર સમયમાં જ્ઞાન, સંશોધન અને શિક્ષણના ક્ષેત્રના

પ્રચાર-પ્રસાર દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ અગ્રત્તમ ભૂમિકા નિભાવવાનું લક્ષ્ય રાખે છે.

આ દ્વિ-દિવસીય આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠિમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાના વકતાઓ પોતાના જ્ઞાનનો લાભ આપનાર છે. આ સંગોષ્ઠિમાં રાજય-દેશ-વિદેશથી ૫૫૦ થી વધારે તજજ્ઞો અને સંશોધકો સહભાગી થશે, તેમાં ૩૦૦ થી વધુ સંશોધનપત્રો રજૂ થનાર છે. આ સંગોષ્ઠિમાં આઠ દેશ તથા ભારતના અંદાજિત ૧૫ રાજયોના તજજ્ઞો તથા  સહભાગીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મિડિયા વ્યવસાયિક, શિક્ષણવિદ્દો તથા સંશોધકો સહભાગી થનાર છે.

આ તકે થાઈલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઈઝરાયલ, યુ.એસ., ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, સીરીયા, બાંગ્લાદેશ, નોર્થ આયરલેન્ડ, અબુધાબી, ઉઝબેકિસ્તાન, નેપાળ, માલવી સહિતનાં દેશોમાંથી પ્રતિનિધિઓ આ કોન્ફરન્સમાં ભાગ લેશે. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો.અમી ઉપાધ્યાયજીના વડપણ હેઠળ યોજાનાર કોન્ફરન્સમાં પહ્મશ્રી વિષ્ણુ પંડયા, ચેરમેન, ગુજરાત સાહિત્ય અકાદમી, યુનિવર્સિટીના સત્તા મંડળના સભ્યો અને એશિયા પેસિફિક ડેવલપમેન્ટ અને કોમ્પ્યુનિકેશનના એઝયુકેટીવ ડાયરેકટર પીટરચેન તથા મીડિયાના દેશ-વિદેશના તજજ્ઞો પોતાના જ્ઞાનનો લાભ આપવાના છે.

આ કોન્ફરન્સના સમાપન સમારોહમાં આશીર્વચન આપવા માટે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહેનાર છે. આ દ્વિ-દિવસીય આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠિમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાના વકતાઓ પોતાના જ્ઞાનનો લાભ આપનાર છે. આ સંગોષ્ઠિમાં રાજય-દેશ-વિદેશથી ૫૫૦થી વધારે તજજ્ઞો અને સંશોધકો સહભાગી થશે, તેમાં ૩૦૦ થી વધુ સંશોધનપત્રો રજૂ થનાર છે. આ સંગોષ્ઠિમાં આઠ દેશ તથા ભારતના અંદાજિત ૧૫ રાજયો તથા સહભાગીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મિડિયા વ્યવસાયિકો, શિક્ષણવિદ્દો તથા સંશોધકો સહભાગી થનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.