Abtak Media Google News

મીડિયા માટે પણ ખાસ પ્રકારના નિયમો હોવા જોઈએ: સુપ્રીમ

લોકશાહીની ચોથી જાગીર તરીકેની ઓળખ મિડીયાને આપવામાં આવી છે પરંતુ અમુક ગણતરીના મીડિયાના માધ્યમો સમાજમાં ઉશ્કેરણી થાય તે પ્રકારના કાર્યક્રમો પ્રસારીત કરી મીડિયાની લોકશાહીનો ગેરઉપયોગ કરતા હોય તેવું સામે આવ્યું છે. આ પ્રકારની જ એક અરજીમાં સુપ્રીમે કહ્યું છે કે, મીડિયાએ પણ સ્વયંશિસ્ત જાળવવું જરૂરી છે અને મીડિયા માટે પણ ખાસ પ્રકારના નિયમો સાથેની આચારસંહિતા હોવી જરૂરી છે. દેશમાં હાલ આ બાબતે તટસ્થ નાગરીકોની એક પેનલ હોવી જોઈએ જે મીડિયાએ કેવા કાર્યક્રમો બતાવવા અથવા નહીં તે અંગે ભલામણ કરી શકે તેવું સુપ્રીમે કહ્યું છે. દેશમાં માધ્યમો માટે પણ અવશ્યપણે સ્વયંમ શિસ્ત અને કેટલાક ચોકકસ નિયમો હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટએ બેફામ બની ગયેલી એક ટીવી ચેનલ કાર્યક્રમો સામે પ્રશ્ર્ન ઉઠાવતા કહ્યું હતું કે, આ ટીવી ચેનલમાં સરકારી અધિકારીઓમાં વધુ પડતા મુસિલમોના પગપેસારા અને ઘુષણખોરી સામે અવિશ્ર્વાસ અંગે કરવામાં અહેવાલ પરત્વે જણાવ્યું હતું. એપેક્ષા કોર્ટે ટીવી ચેનલના વાંધાજનક કાર્યક્રમો સામે દાખલ કરવામાં આવેલ કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, કેટલાક મીડિયા હાઉસ વાંધાજનક બાબતો પર ચર્ચા કરાવે છે. આ કાર્યક્રમો જોતા કેવુ રીતસરનું હડકાયું હોય તેને એક ચોકકસ સમુદાયને નાગરિક સેવાઓમાં ઘુષણખોરી કરતુ દેખાવાયું છે તેમ ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડેએ જણાવ્યું હતું. જુઓ કેવી રીતે આ કાર્યક્રમની વસ્તુ મુકવામાં આવી છે. મુસ્લિમો એવા માટે કેવા લલચાયા છે અને કોઈપણ આધાર પુરાવા વગર યુપીએસસીની પરીક્ષાઓની તપાસની માંગ કરવામાં આવી છે. ન્યાયમૂર્તિ ઈન્દુ મલ્હોત્રા અને કેએમજોસેફના ખંડપીઠમાં સામેલ છે. યુપીએસસી પરીક્ષાઓ સામે આવા બેબુનિયાદ આક્ષેપો મુકવામાં આવ્યા છે. આવા આક્ષેપો કોઈપણ સચોટ આધાર વગર મુકવા આવ્યા હોય તેમ કેમ સ્વીકારી લેવાય. મુકત સમાજમાં આવા કાર્યક્રમોના પ્રસારણને મંજુરી અપાય તેમ જણાવ્યું હતું.

સોલીસીટર જનરલ તુષાર મહેતાએ વડી અદાલતને જણાવ્યું હતું કે, પત્રકારોની સ્વાયતતા ટોચ ઉપર છે અને પ્રેસને કાબુમાં લેવુ એટલે લોકશાહીનું હનન ગણાય. વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્યામ દિવાન ટીવી ચેનલના પક્ષકાર તરીકે કોર્ટમાં રજુ થયા હતા અને જણાવ્યું હતું કે, આ એક રાષ્ટ્રીય સુરક્ષા ઉપર એક ખાસ સંશોધનાત્મક સ્ટોરી હતી. અમારા અસીલને રાષ્ટ્ર માટે એક વિશિષ્ટ કામ કર્યું છે અને તેમને ભારતના સંસ્કૃતિ આયામોના ખતરામાં પડેલા મુદાઓને ઉજાગર કર્યા છે. ન્યાયધીશ દિવાને જણાવ્યું હતું કે, તમારા અસીલે રાષ્ટ્રનું અહિત કર્યું છે. તે ભારતમાં સતકાર્ય ગણાય તમારા અસીલ માટે તે જરૂરી છે. સ્વાયતતાને સમજવા માટે કવાયત કરે. સુનાવણી દરમિયાન અદાલતે વિડીયો કોન્ફરન્સથી જણાવ્યું હતું કે, માધ્યમો માટે અમે કોઈ સમન્સની હિમાયત નથી કરતા પરંતુ માધ્યમો માટે સ્વયંમ આચારસંહિતા હોવી જોઈએ. આપણે રીપોર્ટીંગનાં નામે માધ્યમોનું સ્તર માધ્યમોનું સ્તર નીચુ લઈ જઈ શકીએ તેમ જણાવી કોર્ટે કહ્યું હતું કે, માધ્યમો માટે સ્વયમશિસ્ત અને ખાસ નિયમો તો હોવા જ જોઈએ.

એપેક્ષ કોર્ટે જણાવ્યું હતું કે, કાયદામાં જોગવાઈ હોવી જોઈએ કે કેવી રીતે માધ્યમો કોઈ મુદા પર રીપોટીંગ કરે તેમના માટે પણ એક નિશ્ર્ચિત નિયમો હોવા જોઈએ. અમે એવુ પણ નથી કહેતા કે રાજય આવા નિયમો બનાવે બંધારણની કલમ-૧૯માં વાણી અને અભિવ્યકિતની સ્વાયતતા આપવામાં આવી છે. અપેક્ષ કોર્ટે એવું પણ નોઘ્યું કે ટીવી ચેનલો તેમના માલિકો અને ભાગીદારો આવક માટે પ્રજાને સ્પર્શતા મુદાઓ વેબસાઈટ પર મુકી દે છે. માધ્યમોના અધિકારોના નામે નાગરિકો ઉપર કોઈપણ પ્રકારના વિષય, વસ્તુ અને મુદાઓ ઠોકી બેસાડવાએ માધ્યમોના ખાસ અધિકાર નથી. અત્યારે ઈલેકટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મિડીયા વધુ શકિતશાળી બની ગયા હોય અમે કોઈપણ પ્રકારના પ્રસારણ પૂર્વેના નિયંત્રણના હિમાયતી ન બની શકીએ.

સોલીસીટર જનરલ તુષાર મહેતાએ અદાલત સમક્ષ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે માધ્યમો માટે નિશ્ર્ચિત પ્રકારના સ્વયંશિસ્ત અને નિયમો હોવા જોઈએ અને પત્રકારત્વની સ્વાયતતાએ તેનું નિષ્ઠાપૂર્વક પાલન કરવુ જોઈએ. તેમણે સુનાવણી દરમિયાન વાણી સ્વતંત્રતા અને અભિવ્યકિતને લગતા કેટલાક વિદેશી ચુકાદાઓ પણ સુનાવણી દરમિયાન રજુ કર્યા હતા અને જણાવ્યું હતું કે, મીડિયા હાઉસ દ્વારા ફોજદારી ગુનાઓ મુકત ચર્ચા કરવામાં આવે છે. જયારે પત્રકારો આવા કાર્યક્રમનું સંચાલન કરે છે ત્યારે તેમણે સારી બાબતો અને સુચારુ પ્રતિક્રિયાઓ જ જાહેર કરવી જોઈએ અને ગુનાહિત વિષય ઉપર રજુ થનારા કાર્યક્રમોમાં તપાસના પાસાઓજ હાઈલાઈટ કરવા જોઈએ.

કોર્ટે દિવાનને જણાવ્યું હતું કે, અમે કેટલીક ચોકકસ અપેક્ષાઓ અને સ્વયમ શિસ્તની અપેક્ષાઓ તમારા અસીલ પાસેથી રાખીએ છીએ. અરજદારો તરફથી વરિષ્ઠ ધારાશાસ્ત્રી અનુજ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, દિલ્હી હાઈકોર્ટે આ બાબત અંગે માહિતી પ્રસારણમંત્રીને મોકલી દીધી હતી અને મંત્રાલયે કોઈ કારણોસર પગલા લીધા ન હતા. તેમણે જણાવ્યું હતું કે, મંત્રાલયે પ્રસારણને મંજુરી આપી દીધી હતી અને બીજા પક્ષને સાંભળીને કોઈ પગલા લીધા ન હતા. ચેનલોને પણ નિયમો પાડવાના હોય છે. ૨૮મી ઓગસ્ટે વડી અદાલતે આ કાર્યક્રમ પૂર્વે પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કર્યો હતો અને ચેનલએ સરકારી નોકરીઓમાં મુસ્લિમોની ઘુષણખોરીના કથિત પર્દાફાશનો દાવો કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર પીસીઆઈ, એનબીએ સામે ધારાશાસ્ત્રી ફિરોજ ઈકબાલ ખાનએ ઉઠાવેલા પ્રશ્ર્ન અંગે નોટીસ ઈસ્યુ કરવામાં આવી હતી. દિલ્હી અદાલતે ૧૧મી સપ્ટે. પ્રસારણ સામે સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.