ડિઝાસ્ટર રિસ્ક રિડકશન સ્ટ્રેટેજીની બૂકલેટનું લોકાર્પણ કરતા મેયર-મ્યુનિસિપલ કમિશનર

25

આપત્તિ જોખમમાં ઘટાડો કરવા ચાર મહિનામાં તૈયાર કરાઈ ખાસ વ્યૂહ રચના, નવી સ્ટ્રેટેજીની અમલવારી કરીને દુર્ઘટનાઓ અટકાવવાના આગોતરા પ્રયાસ કરાશે

શહેરની ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન સ્ટ્રેટેજીના લોકાર્પણ દરમિયાન આજે મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર અને રાજકોટના નાગરિકો સ્માર્ટ તેમજ સલામત રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, યુનાઇટેડ નેશન્સ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનના મેકિંગ સિટીઝ રિઝિલિએન્ટ પ્રોગ્રામ અંતર્ગત આપત્તિ જોખમમાં  ઘટાડો કરવાની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. મેયરે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાથી રાજકોટ શહેરની આપત્તિ જોખમ ઘટાડવાની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હતી. અને આજરોજ, તેઓએ વ્યૂહરચના પ્રસ્તુત કરી. રાજકોટ શહેરના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે વ્યૂહરચનાના કેટલાક મહત્ત્વના ક્ષેત્રો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર અને રાજકોટ મહાનગર પાલિકાના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત શહેરની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટના નાગરિકોને સ્માર્ટ, સલામત અને રિઝિલિયન્ટ બનાવવા

માટે જાગૃતિ લાવવા માટે વ્યૂહરચના બનાવવામાં આવી છે. આ પ્રક્રિયામાં સિટી મેયર અને મ્યુનિસિપલ કમિશનર સાથે પ્રારંભિક મીટીંગો, મુખ્ય હોદ્દેદારો સાથે એક-એક સલાહ-સૂચનો, ડીઆરઆર વ્યૂહરચના તૈયાર કરવી, મહત્ત્વના હોદ્દેદારો પાસેથી પ્રાપ્ત કરેલા ઇનપુટ્સની મીટિંગમાં ચર્ચા કરવી, પ્રાપ્ત કરેલ ઇનપુટ્સના આધારે વ્યૂહરચનામાં સુધારો, વ્યૂહરચનાને અંતિમ સ્વરૂપ આપવું અને ડીઆરઆર વ્યૂહરચનાનો પ્રારંભ કરવો અને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના આગામી બજેટમાં જાગૃતિ અભિયાન પ્રવૃત્તિઓનો સમાવેશ કરવો. રાજકોટ શહેરની ડીઆરઆર વ્યૂહરચના તૈયાર કરવા માટે ઓલ ઇન્ડિયા ડિઝાસ્ટર મિટીગેશન ઇન્સ્ટીટયુટ એ તકનીકી સહાય પૂરી પાડી હતી.

સિટી મેયરે રાજકોટ શહેરની ડીઆરઆર વ્યૂહરચના શરૂ કરવાના માર્ગ તરીકે જાહેરાત કરી હતી કે, સ્કૂલ સેફ્ટી, ફાયર, રોડ સેફ્ટી અને હીટવેવ પર જાગૃતિ અભિયાન યોજવા માટે જાગૃતિ સામગ્રી અને તેની યોજના અને તૈયાર કરાશે. શહેરની આપત્તિ વ્યવસ્થાપન યોજનામાં સુધારો કરાશે. રાજકોટ શહેરનો હીટ એક્શન પ્લાન તૈયાર કરવો કરાશે અને ગુજરાત અને ભારતના અન્ય શહેરો સાથેના અનુભવો શેર કરવા રાજકોટમાં લેટરલ લર્નિંગ વર્કશોપ યોજાશે.

Loading...