“કોરોનાના કપરા કાળમાં સેવા કરતા વોરિયર્સની ભગવાન રક્ષા કરે: સ્વામી માધવપ્રિયદાસજી

ઉના એસજીવીપી દ્વારા યોજાયેલ ઓનલાઈન અખંડ ધૂન તથા ઓનલાઈન પૂજનમાં હજારો લોકો જોડાયા

વિશ્વમાં ચાલી રહેલ કોરોનાનો પ્રકોપ પરમાત્મા શાંત કરે એવા આશયથી અધિક માસની પવિત્ર કમલા એકાદશીનાદિવસે સ્વામી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી રાત્રિના ૮ થી ૯ એક કલાકની સામૂહિક ધૂનનું આયોજન થયું હતું, જેમાંરાજકોટ, અમદાવાદ, અમરેલી, કુંકાવાવ, ધારી, ખાંભા, સાવરકુંડલા, ઊના, ખાખરિયા, ઝાલાવાડ વગરે વિસ્તારનાઅઢીસો ઉપરાંત ગામડાંઓ જોડાયા હતા.

કોઈ કોઈ ઉત્સાહી ગામડાંઓમાં ત્રણ કલાકની ધૂન થઈ હતી તો કોઈ ગામડાંઓમાં બાર-બાર કલાકની ધૂન પણ થઈહતી. વાપી, દાણુ, વલસાડ બાજુના ભક્તિ મંડળના બહેનોએ સાડા પાંચ હજાર કલાક ધૂન કરી હતી.

રાજકોટ, મોરબી, અમદાવાદ, મહેસાણા, હિંમતનગર, ઊંઝા, ગાંધીનગર, વિદ્યાનગર, વડોદરા, સુરત, પનવેલ,મુંબઈ જેવા મોટા શહેરોમાં નિવાસ કરતા સેંકડો પરિવારો ઘરે રહીને ઓનલાઈન અખંડ ધૂનમાં જોડાયા હતા. વિદેશમાંવસતા ભક્તજનોએ પણ ઓનલાઈન અખંડ ધૂનનો લાભ લીધો હતો.

આ રીતે હજારો હરિભક્તોએ આ સમૂહ ધૂનમાં ભાગ લીધો હતો. ગામડાંઓમાં ખેતીની સીઝન હતી, છતાં પણ સ્વામીની પ્રેરણાથી ભાવિક ભક્તોએ ઉત્સાહથી અખંડ ધૂન કરી હતી. દ્રોણેશ્વર ગુરુકુલ ખાતે સ્વામી માધવપ્રિયદાસજી અધિકમાસની કથા કરી રહ્યા છે, એ કથા પણ અખંડ ધૂનમાં ફેરવાઈ ગઈ હતી. ધૂનની સમાપ્તિ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજી દ્વારા જનમંગલ સ્તોત્રથી શ્રીહરિનું ઓનલાઈન પૂજન કરવામાં આવ્યું હતું. આ ઓનલાઈનપૂજનમાં દેશ-વિદેશના સેંકડો ભક્તો જોડાયા હતા.

ધૂનની સમાપ્તિ પ્રસંગે સ્વામીએ જણાવ્યું હતું કે, આપણે શ્રીહરિને પ્રાર્થના કરીએ કે તેઓ કૃપા કરીને કોરોનાનાપ્રકોપને શાંત કરે, કોવિડ-૧૯ ને લીધે દિવગંત થયેલા આત્માઓને શાંતિ આપે, એમના પરિવારજનોને ધીરજ આપે અનેખાસ કરીને કોવિડ-૧૯ ના કપરાં કાળમાં આગલી હરોળમાં સેવા બજાવી રહેલા કોરોના વોરિયર્સની રક્ષા કરે.

વિશેષમાં સ્વામીએ જણાવ્યું હતું કે, એકલા ભજન-સ્મરણ કરવું એ ઉત્તમ છે, પરંતુ જ્યારે સમૂહમાં ભજન થાયછે ત્યારે એ ભજનની સકારાત્મક ઊર્જા આઈન્સ્ટાઇનના સૂત્ર પ્રમાણે અનેકગણી વધી જાય છે. કળિયુગમાં સર્વ સાધનો કરતા હરિકીર્તન શ્રેષ્ઠ છે એમ આપણા શાસ્ત્રો કહે છે.

Loading...