Abtak Media Google News

પ્રવર્તમાન કોરોના વાઈરસ સંક્રમણને પગલે શૈક્ષણિક કાર્ય બંધ છે. જેને પગલે રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITIમાં વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવતા 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણ માટેના તાલીમ અભ્યાસ કાર્યક્રમનું મુખ્યમંત્રી રૂપાણીએ ઇ-લોન્ચીંગ કર્યું છે.

રાજ્યભરની ITIમાં ચલાવવામાં આવતા 12 જેટલા વિવિધ ટ્રેડમાં કોરોના સંક્રમણને કારણે થયેલ લોકડાઉન પૂર્વે બાકી રહેલો અભ્યાસક્રમ અને તાલીમ કાર્યક્રમ ITIના 700થી વધુ સુપરવાઇઝર-ઇન્સ્ટ્રકટર્સ દ્વારા લોકડાઉન દરમ્યાન તૈયાર કરવામાં આવ્યો છે.

તેમજ બે હજારથી વધુ કલાકનું આ ઇ-લર્નિંગ મટિરિયલ ગુજરાતી ભાષામાં www.talimrojgar.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

તાલીમાર્થીઓ ઘરેબેઠા જ પરિક્ષાની સંપૂર્ણ તૈયારી કરી શકે તે હેતુસર 12 ટ્રેડના 10 હજારથી વધુ MCQની જવાબ સહિતની કવેશ્ચન બેંક પણ ઓનલાઇન કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.