Abtak Media Google News

રાજકોટમાં સુપોષણ ચિંતન સમારોહ યોજાયો: ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી અને મેયર બિનાબેન આચાર્ય ઉપ’સ્થિત રહ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “સહિ પોષણ-દેશ રોશન સંકલ્પને ચરિર્તા કરવા સુપોષણ અભિયાન અંતર્ગત રાજકોટ સ્થિત હેમુગઢવી હોલ ખાતે સુપોષણ ચિંતન સમારોહ સાથે વર્ષ ૨૦૧૭-૧૮માં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનોને માતા  યશોદા એવોર્ડથી સન્માનીત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમનું દિપપગાટય સાથે પ્રારંભ કરાવતા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે દેશનું ભવિષ્ય એવા બાળકો સુપોષિત બને સંસ્કારમય બને તેવા શુભહેતુથી ચાલી રહેલ આંગણવાડી કેન્દ્રોને નંદઘર અને તેના કાર્યકરોને યશોદા માતા તરીકેનું સન્માન રાજય સરકાર દ્વારા અપાઇ રહયું છે. ત્યારે રાજય સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાને વધુને વધુ સાકાર કરવા કોઇપણ બાળક કુપોષિત ન રહે તેમને પોષક આહાર સાથે સાથે સંસ્કારમય વાતાવરતણ તે જોવા દરેક  આંગણવાડી વર્કરોને અનરોધ કર્યો હતો. તેમણે શ્રેષ્ઠ કામગરી માટે માતા યશોદા એવોર્ડ વિજેતા આંગણવાડી કાર્યકર બહનોને અભિનંદન આપતાં ઉમેર્યું હતું કે સારા માનદ વેતન સાથે બાળકો અને માતાઓની સેવા કરવાની તક આ યોજના થકી મળે છે. આથી રાજય સરકારની માતા અને બાળકોને કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓથી દરેક સગર્ભા/ધાત્રામાતાઓ, કિશોરીઓ તથા બાળકો લાભાન્વીત થાય તે માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા જણાવ્યું હતું.

ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણીએ આ પ્રસંગે સુભદ્રા અને અભિમન્યુના પૌરાણીક દ્રષ્ટાંત સાથે ભારતીય સંસ્કૃતિમાં વ્યાપ્ત ગર્ભસંસ્કારનું મહત્વ દર્શાવી આંગણવાડી બહેનો દ્વારા થઇ રહેલી સગર્ભા માતા અને ધાત્રી માતાઓની સેવાને અનન્ય ગણાવી તેઓને બિરદાવી હતી. આ તકે તેઓએ બાળકો, કિશોરીઓ, અને સગર્ભા/ધાત્રીમાતાઓની તંદુરસ્તી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલસુપોષણ અભિયાનને સાર્થક કરવા અનુરોધ કર્યો હતો. બાળકો તંદુરસ્ત હશે તો તંદુરસ્ત સમાજના નિર્માણ સાથે દેશનું ભવિષ્ય પણ ઉજ્જવળ અને શ્રેષ્ઠ બનશે તેવી આશા દર્શાવી હતી.

મેયર બિનાબેન આચાર્યએ દેશના ભાવી નાગરીકો એવા બાળકોના શ્રેષ્ઠ જતન અને સંસ્કારમય બનાવવા માટે કાર્યરત આંગણવાડી કાર્યકરોને અભિનંદન આપતાં રાજય સરકાર દ્વારા માતા યશોદા એવોર્ડ અને સન્માનીય માનદ વેતન સાથે સેવાની મળેલી તકને સાર્થક કરવા અનુરોધ કર્યો હતો. આ સાથે  સમાજનું કોઇપણ બાળક પોષક આહારથી વંચિત ન રહે અને તેના સ્વાસ્થય અને તંદુરસ્તીની નિયમીત ચકાસણી થતી રહે તે જોવા પણ ભારપુર્વક જણાવ્યું હતું. આ તકે તેઓએ રાજય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે અન્ન પ્રાશન અને બાળ દિવસ, મમતા દિવસ અને પુર્ણા દિવસની વિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રસંગે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ એવી પડધરી તાલુકાના વણપરી આંગણવાડી કેન્દ્રની બે આંગણવાડી કાર્યકર અનુક્રમે ત્રિવેદી  દર્શનાબેન વિનોદરાય અને વસાણી મનીષાબેન જગદીશભાઇને એવોર્ડ સહિત કુલ ૨૦ આંગણવાડી કાર્યકરો/હેલ્પરોને ઘટક કક્ષાએ જયારે ૧૦ આંગણવાડી કાર્યકરો/હેલ્પરોન ેનગરપાલિકા કક્ષાએ મોમેન્ટો, પ્રમાણપત્ર અને કુકર તથા રોકડ પુરસ્કાર આંગણવાડી વર્કરને રૂા. ૨૧૦૦૦ જયારે હેલ્પરને રૂા. ૧૧૦૦૦  ઉપસ્થીત મહાનુભાવોના વરદ હસ્તે એનાયત કરી સન્માનીત કરાયા હતા. આ સાથે સગર્ભા માતાઓને પોષક આહારની કિટો તથા આંગણવાડી બહેનોને સાડી વિતરણ પણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં કોર્પોરેશનના શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન રૂપાબેન શીલુ,  જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન ખાટરીયા, જિલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવસીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. કે પટેલ, સંકલીત બાળવિકાસ વિભાગના અધિકારી વત્સલાબેન સહિત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ, આંગણવાડી વર્કરો તથા હેલ્પરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આંગણવાડીમાં સુપરવાઈઝરની સુચના મુજબ કામ કરવાનું હોય છે: શિલ્પાબેન

Mata-Yashoda-Award-For-Best-Anganwadi-Workers-Award
mata-yashoda-award-for-best-anganwadi-workers-award

શિલ્પાબેન રૈયાગામ વાસીએ જણાવ્યું હતુ કે અમારે આંગણવાડીમાં સ્વચ્છતા માટે જાગૃત કરવા, છોકરાવને પ્રાર્થના બોલાવવી, બાળગીતો ગવડાવવા, હાથ પગ ધોવડાવવા, નાસ્તો કરાવવા તથા સુપરવાઈઝરની સુચના પ્રમાણેના કામ કરવાના હોય છે.

આ કાર્યક્રમ ભારતને કુપોષણ મૂકત બનાવવાની પહેલ: રૂપાબેન શીલુ

Mata-Yashoda-Award-For-Best-Anganwadi-Workers-Award
mata-yashoda-award-for-best-anganwadi-workers-award

આજે ‘સહી પોષણ દેશ રોશન’ અંતર્ગત સરકાર મારફતનો આ કાર્યકમ્ર રાજકોટ નહી પણ પૂરા દેશમાં છે. આ ર્કાક્રમમ મારફત ગુજરાત તથા ભારતને કુપોષણ મૂકત બનાવવાની પહેલ છે. આ યોજના અંતર્ગત બાળકો તથા ધાત્રી બહેનોને પોષણ મળે, પોષણસમ આહાર મળે અને કુપોષણ મૂકત ભારત બને વિજયભાઈ રૂપાણીએ વડાપ્રધાનના આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કાર્યક્રમ બહેનો દ્વારા હેલ્થનં જે સારૂ કાર્ય કરે છે. જે ધાત્રી બહેનોને માર્ગર્દાન આપે છે. આંગણવાડી મારફત કુપોષીત બાળકોને આહાર તથા સરકારના પોષીત ખોરાકની વહેચણી વગેરે કાર્ય જે વર્કર સારી રીતે કરે છે. તેમને આ યશોદા એવોર્ડ આપી સન્માનીત કરીએ છીએ.

મારૂરૂ સચોટ કામ જોઈને કદર કરી એવોર્ડ આપ્યો: અલ્પાબેન દેશાણી

Mata-Yashoda-Award-For-Best-Anganwadi-Workers-Award
mata-yashoda-award-for-best-anganwadi-workers-award

દેસાણી અલ્પાબેન એ બાઈટ આપતા જણાવ્યું હતુ કે મારી સતત કામગીરી જોઈ સુપરવાઈઝરબેન સીડીઓબેન તથા પીઓ બેન મારી આંગણવાડીએ આવ્યા હતા. મારૂ કામ જોઈ રજીસ્ટર જોઈ તથા ગામની યોજનાઓમાં પણ મારૂ સારૂ કામ જોઈ મને માતા યશોદા એવોર્ડ આપવામાં આવ્યો છે. વિજયભાઈ રૂપાણી અને નરેન્દ્રભાઈ મોદીએ અમારા જેવા નાના કર્મચારીઓને પ્રોત્સાહન આપ્યુંં એ માટે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ અને બીજી આંગણવાડી વર્કરોને સંદેશો આપીશ કે જે કામ અમે કરીએ છીએ તેજ કામ તમારા આસાવર્કરો આંગણવાડી વર્કરો, હેલ્થવકરો વગેરે કર્મચારીઓ અમારી જેમ જ કામ કરે તેવી સલાહ આપું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.