રાજયના ૧૩૦ ફોજદારોની સામુહિક બદલી

રાજકોટ ક્રાઇમ બ્રાંચના ધાંધલ્યા સહિત પાંચ પી.એસ.આઇ.ની બદલી અને ભાડલાના એચ.પી.ગઢવી સહિત પાંચની નિમણુંક

રાજયના પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા ગત મોડી રાત્રે ૧૩૦ પી.એસ.આઇ. ની બદલીનો ગંજીપો ચીપયો છે. જેમાં રાજકોટ શહેરમાં પાંચની નિમણુંક કરવામાં આવી છે. જયારે ક્રાઇમ બ્રાંચના એચ.બી. ધ્રાંધલ્યા સહીત પાંચની બદલી કરવામાં આવી છે. તેમજ રાજકોટ ગ્રામ્યમાં એકની બદલી અને ત્રણને નિમણુંક કરતા હુકમો કરવામાં આવી છે.

લાંબા સમયથી એક સ્થળે ફરજ બજાવતા અને સ્થાનીક સ્વરાજની ચુંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે રાજયના ડી.જી. આશિષ ભાટીયાએ ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત ફોજદારોની સામુહિક બદલીનો ધાણવો કાઢયો છે.

વધુ વિગત મુજબ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. ધાંધલ્યા એસ.એસ.ને પોરબંદર, જાદવ પરેશકુમારને પોરબંદર, પટેલ રોહીતભાઇને સુરત, પીપરોતર અસ્મિતાબેનને અમદાવાદ શહેર, ઝાલા અનિરૂઘ્ધસિંહને જામનગર, નાયર સુનિલ શ્રીધરણને અમદાવાદ ગ્રામ્ય ખાતે બદલી કરવામાં આવી છે.

જયારે રાજકોટ ગ્રામ્યમાં ફરજ બજાવતા હંસાબેન ગઢવી, સુરેન્દ્રનગરના રાઠોડ ચંદુલાલ, છોટા ઉદેપુરના જામંગ હિરેનભાઇ અને દેવભૂમિ દ્વારકાના શેરકીયા પ્રદયુમનભાઇને રાજકોટ શહેર ખાતે નિમણુંક આપવામાં આવી છે.

ઉપરાંત અમદાવાદથી ગાંગણા અજયસિંહ ને રાજકોટ ગ્રામ્યમાં સોલંકી રવિન્દ્રસિંહ બેલીમ રસુલખાન, ચુડાસમા હરવિજયસિંહને જુનાગઢ ખાતે, બારડ સંગીતાબેન, જોષી નિકુંજકુમાર, વંદા પરબતભાઇ, ઉષાબેન જે જુનાગઢ ખાતે, રાણા શકિતસિંહને મોરબી, આહિર મિલન માલમ શશીકાન્ત, જાદવ પરેશભાઇને પોરબંદર ખાતે બદલી કરવામાં આવી.

Loading...