ગોંડલમાં પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરાયુ

અનલોક-૨ માં ગોંડલ માં કોરોનાને મોકળું મેદાન મળ્યું હોય તેમ રોજબરોજના પોઝીટીવ કેસ બહાર આવી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા શ્રમજીવી લોકોને માસ્કનું વિતરણ કરાયું હતું.

જરૂરીયાતમંદોને મદદ અને બિનજવાબદારોને દંડનાં અભિગમ સાથે ગરીબ અને શ્રમજીવી લોકોને કોરોના સામે રક્ષણ મળે તે હેતુથી પી.આઇ. સંજયસિંહ જાડેજા, પી. એસ. આઇ. ગોલવેલકર તથાં પોલીસ સ્ટાફ દ્વારા માંડવીચોક ખાતે અંદાજે આઠસો માસ્કનું વિતરણ કરાયું હતું.માસ્ક માટે ઠાકરશી ચા વાળા મનસુખભાઈ મુંડીયા તથાં શ્રી રામ મેડીસીનનાં રુષીરાજસિહ જાડેજાનો સહયોગ મળ્યો હતો.

પી.આઇ.સંજયસિંહ જાડેજા અને પોલીસ સ્ટાફ દ્વારા છેલ્લા પંદર દિવસ માં શહેરનાં વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી માસ્ક પહેર્યા વગર ફરતાં આઠસો તેત્રીસ વ્યક્તિઓ સામે દંડનાત્મક કાર્યવાહી કરી રૂ.૧,૬૬,૬૦૦ નો દંડ કર્યો હતો.

Loading...