Abtak Media Google News

તાજેતરમાં જીટીયુ દ્વારા એન્જિનિરીંગ અને ડિપ્લોમાની પરીક્ષા તા.૨ જૂલાઇથી શ‚ કરવાની જાહેરાત કરવામાં આવેલ છે. જીટીયુના આદરણીય વીસી ડો. નવીનભાઇ શેઠ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બે ઓપ્શન આપવામાં આવ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ તા.૨ જુલાઇથી શ‚ થતી પરીક્ષા આપવા સંમતિ આપેલી છે.

મારવાડી કોલેજમાં એન્જિનિરીંગના જીટીયુ અભ્યાસક્રમમાં ભણતા ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા આ પરીક્ષાનું ઓપ્શન સિલેકટ કરવામાં આવ્યુ હોવાથી મારવાડી કોલેજ દ્વારા મારવાડી હોસ્ટેલમાં રહી ભણતા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહી પરીક્ષા આપી શકે તે માટેની એક ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. હાલમાં મારવાડી કોલેજની હોસ્ટેલમાં ૭૦૦થી વધારે ઇન્ટરનેશનલ તથા લોકડાઉન દરમ્યાન ઘરેના ગયેલા નેશનલ વિદ્યાર્થીઓ રહે છે. આમ પરીક્ષા માટે બહારથી આવતા હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ અલાયદી જમવા માટેની મેસની વ્યવસ્થા, અલગ લિફટ, દરરોજ થર્મલ સ્કેનીંગ વગેરેની સુવિધા પુરી પાડવામાં આવશે. આજ સુધીમાં ૨૦૦થી વધારે વિદ્યાર્થીઓ મારવાડી હોસ્ટેલમાં જીટીયુ પરીક્ષા આપવા માટે પરત આવી  ચુકયા છે અને પોતાની ખુબજ ગમતી અને હાલમાં વર્ષાઋતુમાં ખુબ જ સોહામણી લાગતી મારવાડી હોસ્ટેલમાં પરત આવી ખૂબ ખુશી અનુભવી રહ્યા છે.

આજ રીતે મારવાડી કોલેજની બસ દ્વારા મોરબી, ગોંડલ, ધ્રોલ, જસદણ, અને રાજકોટના ૮૦થી વધુ સ્પોપ પરથી આવતા વિદ્યાર્થીઓ માટે સોશ્યિલ ડિસ્ટન્સીન્ગના નિયમનું પાલન થાય તે રીતે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. અને જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર દરમ્યાન બસ દ્વારા કોલેજ આવતા હતા તેઓ માટે પરીક્ષાના સમય અનુસાર મારવાડી કોલેજની બસની લેવા મુકવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓ માટે થર્મલ સ્કેનનીંગ, માસ્ક, તથા હેન્ડ સેનેટિઝરની વ્યવસ્થા હશે. દરેક વિદ્યાર્થીને ફરજીયાત માસ્ક પહેરવાનો રહેશે તથા બ્લોક સુપેરવઇઝરને હેન્ડગ્લોવેસ, ફેઇસ શિલ્ડ વગેરેની સુવિધા આપવામાં આવશે. પરીક્ષાની ડયુટી બજાવતા દરેક સ્ટાફ મેમ્બરને મારવાડી કોેલેજ એચ.આર વિભાગ દ્વારા દરરોજ વિટામિન સી ની એક ગોળી, ગરમ લીંબુ પાણી, આયુર્વેદી કાવો પણ આપવામાં આવશે જેથી પરીક્ષાની ડયુટી કરનાર પોતાની ઇમ્યુનિટી પણ વધારી શકે.

મારવાડી કોલેજના ફાઉન્ડર અને ચેરમેન કેતનભાઇ મારવાડી તથા કો-ફાઉન્ડર અને વાઇસ ચેરમેન જીતુભાઇ ચંદારાણાએ પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવાની સાથે મારવાડી કોલેજના સ્ટાફને પણ પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓનું ખુબ જ ધ્યાન રાખવાની ટકોર કરી છે. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ હેલ્પલાઇ નં.૦૨૮૧-૭૧૨૩૪૫૬ પર ફોન કરી વધુ જાણકારી મેળવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.