Abtak Media Google News

દેશ ની મોટી કાર કંપની માથી એક મારુતિ સુજુકી ઈન્ડિયાએ તેની કાર એસ-ક્રોસ માં બદલાવ કરી નવા એડિસન સાથે ફરી લોન્ચ કરી છે. લોન્ચ કરવા માં આવેલી આ એસ-ક્રોસ કાર ના ચાર અલગ અલગ એડિસન છે, જેની કિમત 8.49 લાખ થી શરૂ થયને 11.29 લાખ રૂપિયા સુધી છે. મારુતિ સુજુકી ઈન્ડિયા ના મેનેજિંગ ડાયરેક્ટરે કહ્યું અમને ભરોસો છે કે એસ-ક્રોસ નું આ મોડેલ મારુતિ સુજુકી ની સ્થિતિ ને મજબૂત કરશે.

  • આંતરિક ફિચર્સ

નવી કારના આંતરિક ફીચર્સની વાત કરી તો આ મોડેલ માં ડૅશ બોર્ડમાં પરિવર્તન કરી અને જર્મન લક્ઝરી કારનું લૂક આપવામાં આવ્યું છે. અને ટચ સ્ક્રીન ઇન્ફૉટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે સાથે કમ્ફોર્ટેબલ છે. ક્રૂઝ કન્ટ્રોલ અને ડ્રાઇવર સાઈડ એન્ટી પીન્ચ વિન્ડો જેવી કેટલીક સુવિધાઓ પણ આ નવી એસ-સ્ક્રૉસમાં આપેલ છે.

  • એડજસ્ટેબલ સ્ટેરિંગ

આ કાર માં ડ્રાઇવિંગ સીટ સાથે સ્ટેરિંગને પણ તમે એડજસ્ટ કરી શકો છો. અને આમાં વાઇપર સિસ્ટમ પણ દેવા માં આવી છે, જેનાથી વરસાદ આવે ત્યારે વાઇપર એની જાતે કામ કરવા લાગશે.

  • રિયર લાઇટ્સ

કંપનીએ ઘણા જરૂરી બદલાવ સાથે આ નવી એસ-ક્રોસને એક અલગ જ લુક અને ફિલ આપ્યું છે. આમાં આગળ મોટી ગ્રીલ દેવા માં આવી છે, જે એક હેવી લુક આપે છે. અને પાછળ મૂકવામાં આવેલી LED લાઇટ્સ આ કાર ને મોર્ડન લુક આપે છે.

  • પાવરફૂલ એંજિન

આ નવી એસ-ક્રોસ માં 1.6 નું એંજિન છે. અને સાથે DDIS 200 ડીઝલની સાથે સ્માર્ટ હાઇબ્રીડ ટેકનૉલોજિ નો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.

  • આરામદાયક સિટિંગ

આ નવા મોડેલ માં ખૂબ સારી સિટિંગ દેવા માં આવી છે, જે લોંગડ્રાઇવ દરમ્યાન આરામદાયક છે. આગળ ના બંને દરવાજા પાસે પાણીની બોટલ રાખવાની જગ્યા પણ આપવામાં આવી છે. અને પાછળની સીટ માં વચ્ચે પણ આવી જ સુવિધા આપવામાં આવી છે.

  • એવરેજ

આ મોડેલ માં મેન્યુયલ ટ્રાન્સમિસન સાથે 1248CC નું ડીઝલ એંજિન દેવામાં આવ્યું છે. અને કંપનીના હિસાબે 25.1 km/લીટર છે.

કંપનીએ તેની નવી એસ-ક્રોસ કાર ચાર અલગ-અલગ મોડેલ માં લોન્ચ કરી છે, તેમાં સિગ્મા ડીડીઆઇએસ 200 એસએચ, ડેલ્ટા ડીડીઆઈએસ 200 એસએચ, ઝેટા ડીડીઆઈએસ 200 એસએચ અને આલ્ફા ડીડીઆઇએસ 200 એસએચ છે. આની કિંમત 8 લાખ 49 હજારથી 11 લાખ 29 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.