Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે એવોર્ડી શિક્ષકોનું સન્માન

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પ્રમુખ સ્વામી સભાગૃહમાં ગુજરાત રાજય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ટીચર્સ ફેડરેશન અને અવધુત ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી આયોજીત કાર્યક્રમમાં એવોર્ડ વિજેતા શિક્ષકોનું સન્માન કયુર્ં હતું. મુખ્યમંત્રીએ ડો.પ્રવિણ નિમાવતના કાવ્ય સંગ્રહ શબ્દસુમન અને ફેડરેશનના સભ્યોની ટેલિફોન ડિરેકટરી તેમજ પ્રેરણા પથદર્શક માનસિંહભાઈ ચૌધરી સહિતના પુસ્તકોનું વિમોચન પણ કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આપણા સમાજમાં અને સંસ્કૃતિમાં શિક્ષકને ગુરુ તરીકે પુજવામાં આવે છે. સમાજમાં તેનું સ્થાન ઈશ્ર્વર સમાન પણ છે. મુખ્યમંત્રીએ શિક્ષાની સાથે દીક્ષાનું સુત્ર આપીને કહ્યું કે, શિક્ષક કયારેય નિવૃત થતો નથી. સમાજમાં તેનું યોગદાન જીવનપર્યંત ચાલુ રહે છે. એવોર્ડી શિક્ષકો સમાજની શિક્ષણ વ્યવસ્થામાં રચનાત્મક યોગદાન આપે તે સમયની માંગ છે તેમ કહીને નવી પેઢીના શિક્ષકો પાસે ટેકનોલોજી છે જયારે જુની પેઢીના શિક્ષકો પાસે અનુભવનું ભાથુ છે તે બંનેનું સમન્વય થાય તો ગુજરાતના ભવિષ્ય સમાન સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા છેવાડાના સમાજના બાળકોનું વિશેષ ઘડતર થઈ શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.Rjt 4888

રાજય સરકારે શિક્ષણને વિશેષ મહત્વ આપ્યું છે. ચાલુ વર્ષના બજેટમાં રૂપિયા ૨૭ હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે તે અન્ય સેકટર કરતાં સૌથી વધુ છે તેમ જણાવી ગુજરાત ગુરુવર્ય શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આગળ વધતું રહેશે તેવી અભ્યર્થના વ્યકત કરી હતી. આ યુગ જ્ઞાનનો યુગ છે અને આવનારો સમય પણ જ્ઞાનનો જ રહેશે તેમ જણાવી વિશેષ સિદ્ધિ હાંસલ કરનારા શિક્ષકોને સન્માનિત કરીને તેમજ તેમને મળીને હું ધન્યતા અનુભવું છું તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. એવોર્ડ વિજેતા શિક્ષકોની સુવિધાઓમાં વધારો કરવાની લાગણી સંદર્ભે મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત સરકાર આ મુદ્દે પણ હકારાત્મક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.