Abtak Media Google News

માર્ગ સલામતી અમારા માટે સંવેદનાનો વિષય : કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા

‘માર્ગ સલામતી’ જાગૃતિ અંગે સરકાર દ્વારા ગુજરાતી કલાકારો સાથે બનાવેલ ૫ ફિલ્મનું લોંચીગ કરતા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા

રાજયનાં નામાંકિત NGO, વિવિધ એસોસીએશનનાં પ્રતિનિધિ સહિત ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભારત સરકારનાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ‘માર્ગ સલામતી’ વિષયને ખૂબ જ ગંભીરતાથી લઈ વિવિધ પગલા લેવામા આવી રહ્યા છે. જેના ભાગરૂપે એડ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. ગુજરાતનાં વિવિધ કલાકારોનાં સહયોગથી જુદી-જુદી ૫ એડ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યુ છે, જેનું લોન્ચીંગ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાના હસ્તે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંબોધન કરતા મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવેલ કે,“માર્ગ સલામતીએ મારા માટે સંવેદનાનો વિષય છે, દરેક અકસ્માત એક ઉંડા દૂખની લાગણી આપે છે સાથે જ માર્ગ સલામતી માટે વધુ જવાબદારી સાથે કામ કરવાની પ્રેરણા પણ આપે છે. વર્ષ ૨૦૧૭માં ૧.૪૬ લાખ લોકોએ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.સરકારનાં પ્રયત્નોથી માર્ગ અકસ્માત મૃત્યુ ધટયા છે પરંતુ હજુ પણ આ આંકડો ખુબ મોટો છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં અકસ્માતની સંખ્યા અડધી કરવા અમે જનજાગૃત અભિયાન ઉપાડ્યુ છે.”

આ કાર્યક્રમમાં માર્ગ સલામતી માટે કાર્ય કરતા રાજયભરનાં સ્વૈચ્છિક સંગઠનોના પ્રતિનીધિઓ, સમાજસેવકો, રિક્ષા-બસ-ટેક્ષી-ટ્રક-ડ્રાઇવીંગ સ્કુલના એસોસીએશનના પ્રતિનિધિઓ, ગુજરાત સરકાર અને ભારત સરકારનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમને પણ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ‘માર્ગ સલામતી’ જાગૃતિને રોજીંદા જીવનનો ભાગ બનાવી આ અભિયાન સાથે જોડાવા આહવાન કર્યુ હતુ. તથા આ ફિલ્મોમાં કોઇપણ જાતની ફી લીધા વિના કામ કરનાર તમામ ગુજરાતી કલાકારોનો આભાર વ્યકત કરેલ.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારનાં વાહનવ્યવહાર મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, તારક મહેતાના ઉલ્ટા ચશ્માના નિર્માતા શ્રી આસિતકુમાર મોદી,કિંજલ દવે, આરોહી પટેલ, વિક્રમ ઠાકોર, મલ્હાર ઠાકર સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ હાજર રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.