Abtak Media Google News

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.

Vlcsnap 2020 05 07 16H46M00S98

જગદિશ શોખ પ્રોડકસના માલિક જગદિશભાઇ કોટડીયાએ અબતક સાથેની ખાસ મૂલાકત જણાવ્યુ હતુ કે, ભારતમાં ઇન્ડસ્ટ્રીને ફરી ધમધમતિ કરવા માનશકિત અને કૌશલ્યશકિત માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આવનાર સમય ઇન્ડસ્ટ્રી માટે ખૂબ મોટી તક સાથે આવી રહ્યો છે.

ઉદ્યોગકારોએ પ્રબળ માનશિકતા રાખવી બને શકય તેટલુ ઉત્પાદન અને કર્મચારીઓને ઉત્સાહીતા રાખવા એમે સેમી જેવા ઉદ્યોગને હાલ તંત્ર પાસેથી ખૂબ સહયોગની જરૂર છે. નાના અને મધ્યમ ઉદ્યોગ પણ એમેસેમી ઉર્ધ્યાગની જરૂર છે. પરપ્રાંતિય મજૂરો કર્મચારીઓને અમે અહી શોકી રાખવા ખૂબ સારા પ્રયાસો કર્યા છે. જ.થી તેઓની સલામતી અને સાવચેતિની તકેદારી જળવાઇ રહે. સરકારએ પણ ૬ કલાક કામને વધારી ૧૨ કલાક ઇન્ડસ્ટ્રીમાં કામ વધારવાની છૂટાછૂટા આપેએ પણ મહત્વનો સહયોગ જરૂરી જેથી આવનારા સમયમાં સરકારને પણ રેવન્યુ આવશ્યકતમાં વધારો કરી શકે છે. ઉદ્યોગને ટકાવી રાખવા માટે શકય એટલુ સહયોગ કરવુ જેથી તાના ઉદ્યોગઓ મૃતવાય અવસ્થામાં જાય નહી. રોમટીરીયલ પણ હાલ ખૂબ મોટો પ્રશ્ર્ન છે દરેક ઇન્ડસ્ટ્રી માટે ત્યારે પરીવહનને શકય એટલી છૂટછાટ મળવી જાઇએ અને બેંક તરફથી પણ ઇન્ડસ્ટ્રીને વધુ ને વધુ સહયોગ મળનો રહે એ પણ મહત્વનો ભાગ ભજવી શકે છે ઇન્ડસ્ટ્રીને સંપૂર્ણ કાર્યરત કરવા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.