Abtak Media Google News

કંગના રનૌતની આવનારી ફિલ્મ ‘મણિકર્ણિકા’ ખુબજ ચર્ચામાં છે. આ ફિલ્મનુ થોડા સમય પહેલા ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં કંગના રનૌત ઝાંસીની રાણી (રાણી લક્ષ્મીબાઈ)નું પાત્ર નિભાવી રહી છે. આ ફિલ 25 જાન્યુઆરીના રોજ રીલીઝ થવાની છે ત્યારે આ ફિલ્મનુ એક નવું સોંગ રીલીઝ થયું છે. આ સોંગનું નામ ‘ભારત’ છે. આ સોંગ સાંભળતાની સાથે જ તમારી અંદર દેશ-ભક્તિ નો રંગ રોમ રોમમાં છવાય જશે. આ સોંગને સ્પેશિયલ ‘આર્મી ડે’ ના દિવશે રીલીઝ કરવામાં આવ્યું હતું.  

Bharat 1

તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર એક જ દિવસમાં જોત જોતામાં આ સોંગને 720,764 વ્યુસ મળ્યા છે. જેને જગત આખામાં સંગીતની દુનિયામાં પોતાનું એક અલગ જ નામ બનાવ્યું છે એવા સંગીતકલાકાર ‘શંકર મહાદેવન’ ના કંઠેથી આ સોંગને ગાવાયું છે.  

‘ભારત’ સોંગ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.