Abtak Media Google News

માણાવદરનાં રંગમંચ ગૃપ દ્વારા બે વર્ષ ની ભવ્ય સફળતા બાદ આ વર્ષ પણ માણાવદર ની બ્રિલિયન્ટ સ્કૂલ ના ગ્રાઉન્ડ માં વેલકમ નવરાત્રી ૨૦૧૮ નું આયોજન જોરદાર ધમાકા સાથે કરવામાં આવ્યું હતુ આ ઉજવણી માં રંગમંચ ગૃપ દ્વારા પોતાના ખેલૈયાઑને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ના આયોજકો અલ્પાબેન ભીમજીયાણી અને હિરલબેન કંસારા એ જણાવ્યું હતુ કે બાળકોમાં ઉત્સાહ અને ઉમંગ વધે તે હેતુસર દર વર્ષ ની જેમ આ વર્ષ પણ નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં વિજેતા થયેલ ખેલૈયાઑને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ માં ખેલૈયાઑ એ જે બે મહિના ી સખત મહેનત કરીપરસેવો પાડી રહયાં હતા અને જે કંઈ પણ શીખ્યા હતા તે દરેકે પોતાનુ હીર અહીં ઝળકાવ્યું હતું અને બે મહિનામાં શીખેલા અવનવા સ્ટેપ સાથે મન મૂકીને ઝુમી ઉઠીયા હતા આ કાર્યક્રમ માં હાર્દિકભાઇ સવસાણી, મુકેશભાઈ ભડાણીયા,કૃષ્ણકાંતભાઇ રતનપરા, ભાલોડીયા સાહેબ,  પ્રભાતભાઈ ડાંગર, ચિરાગભાઇ પટેલ વગેરે ઉપસ્તિ રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.