Abtak Media Google News

માણાવદર બિરાદરી દ્વારા પ્રતિવર્ષ ની માફક આ વર્ષે માણાવદર નગરનો ૩૩૦ મો સ્થાપના દિન અને માણાવદર  નગરનો ૭૩ મો મુક્તિ દિન તા. ૨૨/૧૦/૨૦૨૦ને ગુરૂવારે ઉજવાશે માણાવદર બિરાદરી ના સંયોજક મયુરભાઇ રાવલ ના જણાવ્યા અનુસાર આરઝી હકુમત ની ઐતિહાસિક લડતથી નવાબી શાસન માંથી ૨૨/૧૦/૧૯૪૭ ના દિવસે મુકત થયું માણાવદર બિરાદરી સને ૧૯૯૮ થી માણાવદર મુક્તિ દિન ઉજવે છે તા. ૨૨/૧૦/૨૦૨૦ ને ગુરૂવારે સાંજે પાંચ કલાકે ગાંધી ચોક માણાવદર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પૂરાકદની પ્રતિમાને સૂતર માલા અને પુષ્પાંજલિ અર્પણ કરી માણાવદર નગરનો ૩૩૦ મો સ્થાપના દિન અને ૭૩ મો માણાવદર મુક્તિ દિન ઉજવાશે કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખી  સરકારના આદેશ અનુસાર ઉજવણી કરવામાં આવશે તેમ મયુરભાઇ રાવલે જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.