Abtak Media Google News

જે.એમ.પાનેરા આર્ટસ, કોમર્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ કોલેજ તથા આદિત્ય સ્કુલ, માણાવદરમાં એક શામ શહીદો કે નામ અંતર્ગત વાર્ષિકોત્સવની ઉજવણી તથા ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીના સહયોગથી ભવ્ય સાંસ્કૃતિક લોકડાયરો રાખવામાં આવેલ. વાર્ષિકોત્સવના અધ્યક્ષ સ્થાને માણાવદર શૈક્ષણિક સંકુલના આદ્યસ્થાપક જેઠાભાઈ પાનેરા ઉપસ્થિત રહ્યા હતા તથા આ કાર્યક્રમમાં અગ્રણી ઉધોગપતિ સુકાભાઈ આંત્રોલીયા, માણાવદર ભાજપ પ્રમુખ મથુરભાઈ ત્રાંબડિયા, ભૂતપૂર્વ સૈનિક અશોકભાઈ દવે, હરીભાઈ ભુત, કિરણભાઈ ચૌહાણ, ગીતાબેન મકવાણા કલાકારો રાજાભાઈ ગઢવી, ધાનસુરભાઈ ગઢવી, અંકિતાબેન સોની ઉપસ્થિત રહ્યા હતા. પુલવામા શહિદ થયેલા વીર સપુતોને તમામે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી આપી હતી. આ તકે માણાવદર વિસ્તારના ભૂતપૂર્વ સૈનિકોનું શાલ ઓઢાડીને આ સંસ્થાના ટ્રસ્ટી જેઠાભાઈ પાનેરા તથા ધર્મેશભાઈ પાનેરાએ સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અ્ધ્યક્ષ સ્થાનેથી જેઠાભાઈ પાનેરાએ પોતાના ઉદબોધનમાં શહિદોને વિરાંજલી આપી હતી. વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અંતર્ગત દેશભકિત ગીતો અને નૃત્યો રજુ થયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા રજુ થયેલા દેશભકિત નાટકોનો પણ શ્રોતાઓએ રસાસ્વાદ માણ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમોના સમાપન બાદ લોક ડાયરો રાખવામાં આવ્યો હતો. જેમાં કલાકાર તરીકે લોકસાહિત્યકાર રાજાભાઈ ગઢવી, લોકગાયક ધાનસુરભાઈ ગઢવી તથા કોલીલકંઠી ગાયીકા તરીકે અંકિતાબેન સોનીએ ઉપસ્થિત રહી પોતાનો કલા પિરસી હતી. જેનો માણાવદરની કલાપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં રસાસ્વાદ માણ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.