Abtak Media Google News

માણાવદર તાલુકાના સારંગપીપળી ગામે આવેલ વિનય મંદિર દ્વારા ભાનુવાડી વિજ્ઞાન ભવન પ્રેરીત બ્રમાંનદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-જૂનાગઢ અને વાડીલાલ ગાંધી ફાઉન્ડેશન, ઘાટકોપર, મુંબઈના સૌજન્યથી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ઉજવણી નિમિત્તે, શાળામાં સાયન્સ મોડેલ ક્રિયેશન ફેર-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ફેરમાં ધો.૯ના ૪૦ વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સના સર્જનાત્મક મોડેલો તૈયાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બ્રમાંનદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-જૂનાગઢના પ્રતાપભાઈ ઓરા, ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.ભાગ લેતા તમામ બાળકોને પ્રમાણપત્ર અને ઈનામ તથા પ્રથમ ૧૦ મોડેલને શ્રેષ્ઠ મોડેલ પસંદ કરી, શિલ્ડ એનાયત કરવામાં આવ્યા. તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય શિંગડીયાએ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.