Abtak Media Google News

૧૨૫૦ વિઘાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફે સ્વચ્છતાના શપથ લીધા

સરકાર દ્વારા સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહેલ છે. ત્યારે સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૧૯ માં માણાવદર નગરપાલિકા પણ ભાગ લઇ રહેલ છે. અને સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૧૯ અન્વયે આજરોજ તા. ૧૯ ના રોજ માણાવદર શહેરમાં આવેલ સ્વચ્છતા રથ ને શહેરના તમામ જાહેર માર્ગો ઉપર ફેરવવામાં આવેલ હતો.

ત્યારબાદ સવારના ૧૧ થી ૧ર કલાક સુધી ગાંધીચોક ખાતે આ સ્વચ્છતા રથનું નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફીસર, તથા સદસ્યો કર્મચારીઓ અને હાજર રહેલ હતા. પ્રજાજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગાંધી ચોક ખાતેના કાર્યક્રમમાં સૌ પ્રથમ નગરપાલિકાના પ્રમુખ જયેશભાઇ વાછાણી, ચીફ ઓફીસર પી.એન. કંડોરીયા અને અન્ય સદસ્યો દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહારથી સન્માતીકત કરવામાં આવી અને ત્યારબાદ સ્વચ્છતા રથનો કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો અને પાલિકા પ્રમુખ સદસ્યઓ, ચીફ ઓફીસ, હાજર રહેલ કર્મચારીગણ અને પ્રજાજનો દ્વારા સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા.

ત્યારબાદ આ સ્વચ્છતા રથ શહેરની લાયન્સ હાયર સેક્ધડરી સ્કુલ ખાતે લઇ જવામાં આવેલ અને ત્યાં આશરે ૧૨૫૦ વિઘાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફની હાજરીમાં સ્વચ્છતા રથનો ભવ્ય કાર્યક્રમ ૧૨.૩૦ થી ૨ કલાક સુધી રાખવામાં આવેલ હતો જે સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હતો અને હાજર રહેલ તમામ મહાનુભાવો, અધિકારીઓ, શૈક્ષણિક સ્ટાફ તથા વિઘાર્થીઓને સ્વચ્છતાના શપથ લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.