Abtak Media Google News

૩૧મી માર્ચ સુધીમાં વેરો ભરી દેવા તાકીદ

માણાવદર નગરપાલિકા ના ચીફ ઓફિસર પી.એન. કંડોરીયા એ નગરજનો પાસે પાલિકા ના બાકી ખેંચાતા વિવિધ કર જેવાં કે પાણીવેરો  , મિલ્કત વેરો  , સફાઇ કર , દીવાબતી કર , તથા શોપ ને લગતા ટેકસ વગેરે ટેકસની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરી છે . પાલિકા ના વડા અધિકારી તથા ટેકસ અધિકારી એ યાદીમાં જણાવ્યું છે કે શહેરનાં વિકાસ માટે તથા નાગરિકો ની સવલતા માટે પાલિકા પાસે ભંડોળ હોવુ જરૂરી છે. વિકાસ પ્રક્રિયા ને આગળ વધારવા અને દરેક નાગરિકને પોતાના અધિકાર ની રૂએ સવલતા આપવાની જવાબદારી નગર સંસ્થા ની છે તેની સામે પ્રજાજનો ની જવાબદારી પણ છે કે પાલિકા ના નિયમ મુજબ વિવિધ કર તેઓ સમય મર્યાદામાં ભરપાઈ કરે.

માણાવદર નગરપાલિકા નગરજનો પાસે ધણા લાંબા સમયથી જુદા જુદા કરવેરાઑની રકમ બાકી પેઠે ખેંચાઇ રહી છે વારંવારની ઉધરાણી કરવા છતાં બાકીદારો વેરા ભરવામાં ગલ્લાં – તલ્લાં કરતા હોય જેથી ચીફ ઓફિસરે જેમની મોટી રકમો બાકી છે તેવા આસામીઑ સામે કડકાઇથી કામ લેવાના આદેશો જારી કર્યો છે . જેમની પાસે મોટી રકમો વેરાઑ પેઠે ધણા વરસોથી ખેંચાઇ રહી છે તેવા બાકીદારો ને કડક ચતવણી રૂપે નોટીસો ઇસ્યૂ કરી છે અને નિયત સમય એટલે કે ૩૧ મી માર્ચ ૨૦૧૮ સુધીમાં બાકી વેરાઑ ની રકમ નહી ભરવામાં આવે તો તેમના ધર સામે બુંગીયા ઢોલ વગાડી વેરાઑની યાદી આપવી તથા નળ કનેકશન રદ કરવા સુધી ની કાર્યવાહી કરવા ટેકસ અધિકારી તથા ચીફ ઑફિસરે આદેશ જારી કર્યો છે અને ૩૧ મી માર્ચ સુધીમાં પોતાના બાકી રહેતા વેરાઑ ભરપાઈ કરી સહયોગ આપવા જણાવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.