Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આજે ફરી એકવખત રેડિયો પર મનની વાત મારફતે દેશની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા. સવારે 11 વાગ્યે પીએમ 37મી વખત મનની વાત રજૂ કરી. આ પ્રસંગે મોદીએ ખાદીના રેકોર્ડ સ્તરે વેચાણની વાત કરી. તેમજ મનની વાતથી દેશવાસીઓને જાણવાનો મોકો મળ્યો હોવાનું પીએમ મોદીએ જણાવ્યું.

પીએમ મોદીએ 37મી વખત મનની વાતની શરૂઆત છઠ્ઠ પૂજાથી કરી હતી. પીએમ મોદીએ છઠ્ઠ પૂજાનું મહત્વ સમજાવ્યું હતું.પીએમ મોદીએ કહ્યું કે, “છઠ્ઠ પૂજા પ્રકૃતિ સાથે જોડાયેલો પર્વ છે. જેમાં ઉગતા અને ડૂબતા સૂર્યની પૂજા થાય છે જે ઉગતા લોકોની સાથે ડૂબતાંનું પણ મહત્વ સમજાવે છે.”“છઠ્ઠ પૂજાથી સફાઈ અભિયાનને પણ મહત્વ મળે છે, કારણે આ પૂજા પહેલાં ઘરની, પૂજા સ્થળની અને તમામ ઘાટની સફાઈ થાય છે.”

વડાપ્રધાને કહ્યું કે, “મનની વાતની નિંદા અને પ્રશંસા થાય છે. પરંતુ મનની વાત જનમાનસ સાથેનો અતૂટ સંબંધ છે.”

પીએમએ કહ્યું કે, “મનની વાતમાં ખાદીની અપીલથી તેના વેચાણમાં  વધારો નોંધાયો છે. ધનતેરસના દિવસે દિલ્હીના એક સ્ટોરમાં રેકોર્ડ સ્તરે ખાદીનું વેચાણ થયું છે.”

આ ઉપરાંત ખાદીના વેચાણમાં 90 ટકાનો વધારો નોંધાયો છે ખાદીના વેચાણથી વણકરોને આર્થિક ફાયદો થયો છે. તેમ પણ વડાપ્રધાને જણાવ્યું હતું.

પીએમ મોદીએ મનની વાતમાં સેનાના જવાનો સાથે મનાવેલી દિવાળીની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

– વડાપ્રધાન કહ્યું કે, “જવાનોના સંઘર્ષ, સેવા અને ત્યાગને નમન. અને જ્યારે તક મળે ત્યારે જવાનોની ગૌરવગાથા સાંભળવી જોઈએ.”પીએમ મોદીએ યુએન દ્વારા ઉજવવામાં આવેલા વિશ્વ શાંતિ દિવસની ઉજવણીની પ્રશંસા કરતાં કહ્યું કે, “યુએનમાં ભારતની ભાગીદારી ઘણી જ મહત્વની છે. આપણાં જવાનો વિશ્વભરમાં શાંતિ સ્થાપિત કરે છે”“આપણે વસુધૈવ કુટુંબકમની પરંપરા નિભાવનારા લોકો છીએ. યુએન અંબ્રેલા અંતર્ગત ભારતે શાંતિ રક્ષા મિશનમાં મોટી ભૂમિકા ભજવતું રહ્યું છે. 18000થી વધુ ભારતીય સૈનિકોએ યુએન પીસ કીપિંગમાં યોગદાન આપ્યું છે.”“ભારતીય સેનાએ કોંગો અને સુડાનમાં લાખો લોકોને બચાવ્યાં છે. લાઈબેરિયામાં પ્રથમ વખતે ભારતે મહિલા યુનિટને મોકલી હતી. ભારતે નારી સમાનતાને હંમેશા મહત્વ આપ્યું છે.”પીએમએ કહ્યું કે, “વી ધ પીપલને ઓલ ધ હ્યુમન બીઈંગના રૂપમાં બદલ્યું છે. ભારત 85 દેશોની શાંતિ સેનાએ ટ્રેનિંગ આપી રહ્યું છે.”આ પ્રસંગે પીએમ મોદીએ કોંગોમાં શહીદ થયેલાં કેપ્ટન ગુરૂવચન સિંહ સલારિયાને પણ યાદ કર્યા હતા.“પીસ કીપિંગ ઓપરેશન સહેલું નથી. જવાનોને અલગ અલગ પરીસ્થિતિઓ અને માહોલમાં અનુકુળ થઈને રહેવું પડે છે.”

પીએમ મોદીએ મનની વાતમાં સિસ્ટર નિવેદિતાને પણ યાદ કર્યા હતા અને કહ્યું કે, “ભારત શાંતિ દૂત તરીકે વિશ્વમાં એક સંદેશો આપે છે. આપણી પુણ્યભૂમિ આવાં મહાન લોકોથી સુશોભિત રહી છે જેઓએ નિસ્વાર્થ ભાવથી લોકોની સેવા કરી હતી.”

“સિસ્ટર નિવેદિતા પોતાના નામને અનુરૂપ કાર્યો સિદ્ધ કરીને દેખાડ્યાં. આવતીકાલે તેમની 150મી જન્મજયંતિ છે. તેઓ સ્વામી વિવેકાનંદથી ઘણાં જ પ્રભાવિત હતા. તેઓએ જો ધાર્યુ હોત તો આરામદાયક જીવન જીવી શક્યા હોત પરંતુ તેમને લોકોની સેવા કરી પોતાનું જીવન સમર્પિત કર્યું.”“સિસ્ટર નિવેદિતાએ જગદીશ ચંદ્ર બસુને પણ સહાય કરી હતી અને તેમના રિસર્ચને પ્રકાશિત કરવામાં મદદ કરી હતી. કલકત્તામાં પ્લેગ સમયે નિવેદિતાએ ગટર અને રસ્તાઓની સફાઈ કરી હતી.”

સિસ્ટર નિવેદિતાની સમાધી પર લખ્યું કે સિસ્ટર નિવેદિતા અહીં વિશ્રામ કરી રહી છે, તેઓએ ભારત માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું હતું.દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના જન્મદિવસને યાદ કરી લોકોને બાળદિવસની શુભેચ્છા આપી હતી.

પીએમએ કહ્યું કે, “આજે ઘણું આશ્ચર્ય થાય છે કે બાળકો પણ ડાયાબિટીશથી પીડિત છે. આ રોગ આરામથી રહેતાં લોકોને થાય છે, જેને રાજ રોગ કહેવામાં આવે છે. પરંતુ આજે આ યુવાન વયે પણ થાય છે, તેનું કારણ છે આપણી જીવનશૈલી અને ખાણીપીણીમાં બદલાવ.”પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “પરિવારના લોકો બાળકોને જાગરૂકતાથી શિક્ષા આપે અને ખુલ્લામાં રમવાની આદત આપે તેમજ તેમને સ્વસ્થ રહેવાનું શિક્ષણ આપે તે જરૂરી છે.”

“સ્કૂલથી પહેલાં 30 મિનિટ યોગ કરો અને જુઓ કેટલો લાભ થાય છે. યોગની વિશેષતા એ છે કે તે સહજ, સરળ અને સર્વસુલભ છે. આયુર્વેદ અને યોગને માત્ર ઉપચાર તરીકે ન જુઓ પરંતુ તેને જીવનનો ભાગ બનાવો.” પીએમ મોદીએ રમતજગતની વાત કરતાં ફિફા અંડર-17 વર્લ્ડ કપના સફળ આયોજનની પ્રશંસા કરી હતી. અને ભારતમાં ફુટબોલની લોકપ્રિયતા વધી રહી હોવાનું જણાવ્યું હતું.પીએમ મોદીએ 10 વર્ષ પછી એશિયા કપ જીતનારી ભારતીય હોકી ટીમને અભિનંદન આપ્યાં હતા.શટલર કિંદાબી શ્રીકાંતને પણ ડેનમાર્ક ઓપન જીતવા અને દેશને ગૌરવ અપાવવા બદલ વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યાં હતા.

મોદીએ મનની વાતમાં 4 નવેમ્બર ગુરૂનાનક જયંતિની ઉજવણીની વાત કરી અને કહ્યું કે, “નાનક સાહેબે મહિલા સશક્તિકરણ અને લોકોના વિકાસ માટે કામ કર્યું. લંગરની શરૂઆત કરી જેનાથી જાતિના ઉન્મૂલનમાં મોટી મદદ મળી.” પીએમએ કહ્યું કે 2019માં આપણાં ગુરૂનાનક દેવની 550મો પ્રકાશ પર્વ મનાવવા જઈ રહ્યાં છીએ. આધુનિક ભારતનો પાયો નાંખનારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની વાત કરતાં તેઓએ કહ્યું કે, “જટિલથી જટિલ સમસ્યાનું વ્યવહારિક ઉકેલ શોધવા અંગે તેઓમાં મહારથ હતી. તેમના પ્રયાસોથી જ આધુનિક ભારતનું સ્વરૂપ સાકાર થયું.”વડાપ્રધાન કહ્યું કે, “સરદાર સાહેબના જન્મદિવસને રાષ્ટ્રીય એકત દિવસ તરીકે મનાવવામાં આવે છે. તે દિવસ રન ફોર યૂનિટીનું આયોજન થશે, જેમાં દેશભરના દરેક વર્ગના લોકો સામેલ થશે.”તો પીએમએ 31 ઓક્ટોબરનાં રોજ ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિને પણ યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.