Abtak Media Google News

કર્મ-મર્મને ભેદવાની તાકાત ધરાવતા જૈનોના માંગલિક મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો આજ થી પર્યુષણના આઠેય દિવસ તમામ જૈન કંદમૂળ, લીલોતરી,બટેટા, લસણ, પ્યાઝ ને ત્યાગીને શુદ્ધ જૈન ભોજન બનાવે છે ને ખાય છે તો ચાલો આજે આપણે પણ સ્વાદિષ્ટ જૈન વાનગી બનાવીએ.

સામગ્રી : 

  • ૬ નાના અડદ ના પાપડ
  • ૧/૨ કપ બેસન
  • ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • ૧/૨ ટી સ્પૂન હળદર
  • ચપટી હિંગ
  • ૧/૨ ટી સ્પૂન આખા ધાણા
  • ચપટી મીઠું
  • ૧ ટેબલ સ્પૂન ગોળ
  • ૧/૨ ટી સ્પૂન આમચૂર પાવડર
  • ૧/૨ ટી સ્પૂન સફેદ તલ
  • ૧ ટેબલ સ્પૂન તેલ મોણ માટે
  • તેલ તળવા માટે

રીત :

એક મિશ્રણ બોઉલ માં બેસન, લાલ મરચું પાવડર, હળદર,હીંગ, મીઠુ, ગોળ, સફેદ તલ, આખા ધાણા, આમચૂર પાવડર નાખીને થોડું પાણી ઉમેરીને મિક્સ કરી ઘટ્ટ ખીરું તૈયાર કરવું.

એક કઢાઈમાં પાણી ગરમ કરી તેમાં ચારણી મૂકી અને પર એક પાપડ મૂકી ૧/૨ મિનિટ વરાળથી નરમ પડે ત્યારે બહાર કાઢી એના ઉપર ૧-૨ ટેબલ સ્પૂન બેસન નું ખીરું પાથરી વીંટો વાળી ને બાજુ મૂકો.એવી રીતે બઘાં પાપડના વીંટો વાળી લો.

બધા બનાવેલાં પાપડના વીંટા ને ફરી થી ચારણી માં મૂકી ને ૧૦ મિનિટ વરાળથી બાફવા.

પાપડના વીંટા ને એકદમ ઠંડાં કરવા.૧/૪ ” માં કાપો. ગરમ તેલમાં પાપડની ભાખરવડી ઘીમી આંચ પર કડક ગુલાબી રંગ ના તળી લો.

આ પાપડની ભાખરવડી ગરમ ગરમ સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.