Abtak Media Google News

શિયાળાની ઋતુમાં લીલાછમ શાકભાજીઓ જોવા મળે છે અને તે શરીર માટે પણ એટલા જ ફાયદાકારક હોય છે.તે શરીરને જરૂરી પોષકતત્વો પણ પૂરા પાડે છે આવામાં આ લીલા શાકભાજીનું જો સૂપ બનાવીને પીવામાં આવે તો તે શરીર માટે ઉત્તમ રહે છે.તો ચાલો આજે આપણે પાલકનું સૂપ બનાવીએ…

સામગ્રી :

પાલક- ૨૫૦ ગ્રામ

લસણ – ૫-૬ કળીઓ

લીલા મરચાં – ૧-૨

આદું- ૧ ચમચી પેસ્ટ

ટોમેટર -૨ મોટા કાપેલા

મીઠું-સ્વાદ અનુસાર

મરી – ૧ ચમચી ભૂકો

બનવાની રીત :

સૌ પ્રથમ પાલકને પાણીથી ધોઈ લો ત્યારબાદ તેને બારીક ટુકડામાં કાપી લો. હવે એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરો અને તેમાં લસણ , લીલામરચાં અને આદુની પેસ્ટ ઉમેરો. તેમાં કાપેલા ટામેટાં અને પાલક ઉમેરો. તેમાં મારી ઉમેરી દો ૭-૧૦ મિનિટ સુધી સૂપ થવા દો ત્યારબાદ મીઠું ઉમેરી દો અને ૧-૨ મીન થવા દો ત્યારબાદ ઠંડુ થવા દો

હવે તેને મિક્સરમાં કાઢી પીસી લો ત્યારબાદ ફરી કડાઈ ગરમ કરો તેમાં ૧-૫ ટેબલસ્પૂન તેલ ઉમેરી અને તેમાં પાલકની પ્યુરી નાખી દો.તમે આ સુપમાં બાફેલા બટેટા પણ ઉમેરી શકો છો. જો તમે સુપને વધારે થિક બનાવા માંગતા હોય તો.તો ત્યાર છે પાલક સૂપ…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.