નાના મોટા સૌને પસંદ હોય તેવા કેસર પિસ્તા બિસ્કિટ બનાવો હવે ઘરે જ…

217

કેસર પિસ્તા બિસ્કિટ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ બિસ્કિટ તમે કોઈ ફેસ્ટિવલ પાર્ટીમાં સર્વ કરી શકો છો. આમાં ઉમેરવામાં આવેલા પીસ્તા અને બદામ તેને કરકરો સ્વાદ આપે છે

સામગ્રી :

૧/૪ ટીસ્પૂનકેસરના રેસા
૧ ટેબલસ્પૂનઝીણા સમારેલા પીસ્તા
૧ ટીસ્પૂનહુંફાળું દૂધ
૧/૪ કપ ઘી
૫ ટેબલસ્પૂનપીસેલી સાકર
૧/૪ ટીસ્પૂનએલચી પાવડર
એક ચપટીભરજાયફળ પાવડર
૩/૪ કપ મેંદો
૫ ટીસ્પૂન દૂધ
મેંદો , વણવા માટે
૧ ટેબલસ્પૂનઝીણી સમારેલી બદામ

બનવાની રીત :

એક નાના બાઉલમાં કેસર અને હુંફાળું દૂધ સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો. એક ઊંડા બાઉલમાં ઘી અને સાકર મિક્સ કરી ચપટા ચમચા વડે સારી રીતે મિક્સ કરી લો.હવે આ મિશ્રણમાં કેસર-દૂધનું મિશ્રણ, એલચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરીને તેને ચપટા ચમચા વડે સારી રીતે મિક્સ કરી લો. તે પછી તેમાં મેંદો અને દૂધ મેળવી સારી રીતે ગુંદીને નરમ કણિક તૈયાર કરો. આ કણિકના બે સરખા ભાગ પાડો. એક ભાગને લંબચોરસમાં સૂકા મેંદાના લોટની મદદથી વણી લો. હવે તેની પર પીસ્તા અને બદામની કાતરી સરખી રીતે પાથરી ફરીથી હલકા હાથે વણી લો જેથી તે કણિકમાં સારી રીતે ચોંટી જાય. આ વણેલા ભાગને ચપ્પુ કે કુકી કટર વડે ચોરસ ટુકડા પાડી લો. રીત ક્રમાંક ૬ થી ૮ મુજબ બીજા ભાગના પણ વધુ બિસ્કિટ બનાવી લો. હવે આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦˚સે (૩૬૦˚ ફે) તાપમાન પર તેને ૧૫ મિનિટ સુધી બેક કરી લો. તે પછી બિસ્કિટને ઠંડા પાડી હવાબંધ બરણીમાં ભરી લો અને જ્યારે મન થાય ત્યારે ખાઇને આનંદ માણો.

Loading...