ઘરે જ બનાવો ચોકલેટ આઇસક્રીમ કઇંક આ રીતે…

251

સામગ્રી :     

૧ કપ ખમણેલી ડાર્ક ચોકલેટ

૨ ૧/૨ કપ દૂધ

૧/૨ કપ સાકર

૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર

૧/૨ કપ તાજું ક્રીમ

થોડા ટીપા વેનીલાનું એસન્સ

બનવાની રીત :

એક નાના બાઉલમાં કોર્નફ્લોર અને ૨ ટેબલસ્પૂનપાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને બાજુ પર રાખો. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ચોકલેટ અને ૧/૨ કપ દૂધ મેળવી ધીમા તાપ પર સતતહલાવતા રહી ૨ મિનિટ સુધી ગરમ કરી લીધા પછી તેને બાજુ પર રાખો. બીજા પહોળા નૉન-સ્ટીક પૅનમાં બાકી રહેલા ૨ કપ દૂધમાં સાકર મેળવી સારી રીતેમિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો.

પછી તેમાં કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૩ મિનિટસુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો. તે પછી તેમાં તૈયાર કરેલું ચોકલેટનું મિશ્રણઉમેરી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને સંપૂર્ણ ઠંડું થવા દો. જ્યારે સંપૂર્ણ ઠંડું થઇ જાય, ત્યારે તેમાં તાજું ક્રીમ અને વેનીલા એસન્સમેળવી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને એક છીછરા એલ્યુમિનયમના વાસણમાંરેડી, તેને એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફ્રીજરમાં ૬કલાક સુધી અથવા તો તે થોડું જામી જાય ત્યાં સુધી રાખી મૂકો.

તે પછી આ મિશ્રણને મિક્સરમાં ફેરવી સુંવાળું બનાવી લો. હવે ફરીથી એજ એલ્યુમિનયમના છીછરા વાસણમાં આ મિશ્રણને રેડી, તેને એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફરી ફ્રીજરમાં ૧૦ કલાક અથવા તો તે બરોબરજામીને આઇસક્રીમ બને ત્યાં સુધી રાખી મૂકો. સ્કુપ વડે કાઢીને સર્વ કરો.

Loading...