Abtak Media Google News

વેજલોલીપોપની સામગ્રી :

  •  ૧૫૦ ગ્રામ બટાકા
  •  ૪૦ ગ્રામ ડુંગળી
  •  ૪૦ ગ્રામ ગાજર
  •  ૩૦ ગ્રામ કોબીજ
  •  ૨૫ ગ્રામ કાર્ન ફ્લોર
  •  ૧/૨ ટી સ્પુન ચિલી ફ્લેક્સ
  •  ૧ ટી સ્પુન મીઠું
  •  ૧/૨ ટી સ્પુન કાળી મરી
  • સોર્સ માટે:
  •  ૨ ટી સ્પુન તલનો તલ
  •  ૧ ટી સ્પુન લસણની પેસ્ટ
  •  ૨ ટી સ્પુન સોયાસોસ
  •  ૧/૨ ટી સ્પુન ચિલી ફ્લેક્સ
  •  ૭૦ મિલી પાણી

સૌપ્રથમ એક બાઉલમાં વેજલોલીપોપની બધી સામગ્રી મિક્સ કરી લો. ત્યારબાદ મિશ્રણ હાથમાં લઇ નાના-નાના બોલ બનાવી લો. પછી આ બોલને વચ્ચે લોલીપોપ સ્ટીક લગાવો.

– ત્યારબાદ કડાડીમાં તેલ ગરમ કરી બ્રાઉન કલર થતા સુધી ફ્રાઇ કરો.

– હવે એક પેનમાં ૨ ટી સ્પુન તલ નાખી તેલ ગરમ કરો અને તેમાં ૧- ટી સ્પુન લસણ સાથે ૨-ટી સ્પુન કેચપ, ૨ ટી સ્પુન સોયાસોસ અને ૧/૨ ટી સ્પુન ચીલી ફ્લેક્સ નાખી સારી રીતે મિક્સ કરો.

– પછી તેમાં ૭૦ મિલી પાણી નાખી સોસને ઘટ્ટ થતા સુધી રાંધવુ અને આમ વેજ લોલીપોપ તૈયાર અને તેને ગરમા ગરમ સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.