Abtak Media Google News

સામગ્રીઃ
1/2 કપ દૂધ
2 કપ ખાંડ
સેવ- 500 ગ્રામ
1 Kg માવા/ખોયા
કાજૂ- 20થી25
20થી25 બદામ
4 ટીંપા પીળો રંગ
7થી8 ટીંપા ગુલાબ જળ
20થી25 પિસ્તા

રીતઃ

સૌ પ્રથમ તમે એક નૉન સ્ટિક પેનમાં ત્રણ કપ પાણી અને બે કપ ખાંડ નાખો. ત્યાર બાદ તેને ગેસ પર ધીમા તાપે મૂકી દો. પછી તેને ત્યાં સુધી સતત હલાવતા રહો કે જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય. હવે નાની ચાર ચમચી દૂધ નાંખી દો. પરંતુ જો તેમાં તેની ઉપર તોળ તરતી હોય અથવા તો વધુમાં કંઇ પણ તરતુ જોવાં મળે તેને બહાર ફેંકી દેવું. હવે તેમાં ખાવાનો રંગ મિક્ષ કરો. પછી ગેસને મીડિયમ કરો અને એમાં સેવ નાંખો. તેને વધુ હળવેથી મિક્ષ કરો. જેથી સેવ તેમાં તૂટી ન જાય. ત્યાર બાદ તેમાં માવો નાંખો અને મિક્ષ કરી દો. હવે તેમાં બે કપ દૂધ નાંખી મિશ્રણ કરો. સાથે ગુલાબજળ તેમાં નાંખી તેને બરાબર મિક્ષ કરો. ત્યાર બાદ તેમાં કાજુ, પિસ્તા અને બદામ નાંખી તેનું બરાબર મિશ્રણ કરો.

આ બધું જ મિશ્રણ તૈયાર કર્યા બાદ પછી અલગથી એક એલ્યુમિનિયમ ટ્રે લો. તેનાં પર ઘી લગાવી દો અને આ ટ્રેમાં મિશ્રણને બરાબર નાંખી તેને ટ્રે પર ફેલાવી દો. હવે આની ઉપર વધેલા કાજુ, બદામ અને પિસ્તાને તેની ઉપર સજાવી દો. હવે એને ઠંડી થવા મૂકી દો. જ્યારે આ પૂરી ઠંડી થઇ જાય તો એને એક ચોરસ પીસમાં કાપી દો. તો લો હવે તમારી આ બરફી થઇ ગઇ છે તૈયાર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.