Abtak Media Google News

ઓખાના દરીયા કાંઠે આવેલ અતી રમણીય રામેશ્ર્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલ છે. જયા લોકો ભકતી ભાવ સાથે પ્રાકૃતિક નજારાની મજા પણ લે છે. અહી દરરોજ સવાર સાંજની આરતી ખૂબજ ભકિતભાવથી થાય છે.

શ્રાવણ માસે અહી શીવની રાત્રીની ચારર પહોરની પૂજા સાથે દર સોમવારે શ્રી રાધેગ્રુપ મ્યુઝીકલ બેન્ડ દ્વારા ઢોલ, નગારા, શંખ અને જીત્રોના તાલે મહા આરતીનું આયોજન છેલ્લા દશ વર્ષથી થાય છે તેના સંચાલક લાલુ જેઠવાનું કહેવું છે કે અહી રામેશ્ર્વર દાદાની આરતીમાં અમારા કલાકારોને વાજીત્રો વગાડવાનો અલોકીક આનંદ મળે છે આ આરતી નો લાભ મોટી સંખ્યામાં ભકતજનો લે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.