Abtak Media Google News

૫૫૦ થી વધુ છાત્રો નાટ્ય, કરાઓકે ફિલ્મી ગીત, ડાન્સ તેમજ વિશિષ્ટ ટેલેન્ટ સ્પર્ધામાં ભાગ લેશે: આયોજકો ‘અબતક’ના આંગણે

રાજકોટ શહેર તેમજ સમગ્ર સૌરાષ્ટ્રનાં શિક્ષણ ક્ષેત્રે છેલ્લાં ૫૪ વર્ષથી અવિરતપણે શિક્ષણ વિકાસ માટે ભગીર પુરુર્ષા દ્વારા ગૌરવભરી પ્રતિષ્ઠા હાંસલ કરનાર ‘મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ’ સંચાલિત ૨૭ સંસઓ જેમાં બાલમંદિર, શાળા, એન્જીનિયરીંગ કોલેજ, કોમર્સ કોલેજ, આર્ટ્સ કોલેજ તા બી.એડ્. કોલેજમાં ૧૭૦૦૦થી વધુ વિયાર્થી અભ્યાસ કરી રહ્યાં છે.

‘મેરા ટેલન્ટ મેરી પહેચાન’  શિર્ષક હેઠળ દર બે વર્ષે યોજાતી સ્પર્ધાની આ વર્ષે ત્રીજી શ્રેણી છે. સંસ્થાના અંદાજિત ૫૫૦થી વધુ વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલ વિવિધ પ્રકારના ટેલેન્ટને સ્ટેજ ઉપર રજૂ કરે છે. આ સ્પર્ધાના આયોજનનો મુખ્ય હેતુ શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓમાં રહેલ વિશિષ્ટ ટેલેન્ટ બહાર આવે તેમજ તેમને નવું પ્લેટફોર્મ પ્રાપ્ત થાય તેવો છે. સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે શિલ્ડ તા રોકડ પુરસ્કાર દ્વારા નવાજવામાં આવે છે.

વિદ્યાર્થીઓમાં પહેલેી રહેલી વિવિધ શક્તિને બહાર લાવવામાં મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા સંસની શાળા/કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે ધોરણવાઈઝ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. ‘મેરા ટેલેન્ટ મેરી પહેચાન’ અંતર્ગત બાલભવન, મનુભાઈ વોરા. હોલ, રાજકોટ ખાતે યોજાનાર વિવિધ સ્પર્ધાઓમાં નાટ્ય સ્પર્ધા તારીખ ૧૮-૧૨-૨૦૧૯ બુધવારે, કરાઓ કે ફિલ્મી ગીત સ્પર્ધા તારીખ ૧૯-૧૨-૨૦૧૯ ગુ‚વારે, ડાન્સ ફિએસ્ટા સ્પર્ધા તારીખ ૨૦-૧૨-૨૦૧૯ શુકવારે તેમજ વિશિષ્ટ ટેલેન્ટ સ્પર્ધા તારીખ ૨૧-૧૨-૨૦૧૯ શનિવારે યોજાશે.

ઉપરોક્ત વિવિધ સ્પર્ધાઓનું સંચાલન મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ વિવિધ શાળા-કોલેજનાં આચાર્યઓ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. કાર્યક્રમને સફળ બનાવવા આયોજકોએ ‘અબતક’ની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.