Abtak Media Google News

આરોગ્યની ચેતવણી નહીં આપતી તમામ તમાકુ ઉત્પાદનો ઉપર મહારાષ્ટ્ર સરકારે જાહેર જનતાના સ્વાસ્થ્યને ધ્યાને રાખી લીધો મહત્વનો નિર્ણય

મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે બીડી સિગારેટના છુટક વેંચાણ ઉપર પ્રતિબંધ મુક્યો છે. એએનઆઈના અહેવાલ અનુસાર છુટક બીડી-સીગરેટ પર આરોગ્યને લગતી ચેતવણી નહીં હોવાના અભાવે મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય મંત્રાલય છુટક બીડી-સીગરેટના વેંચાણ પર પ્રતિબંધ મુક્યો હોવાનું સામે આવી રહ્યું છે.

સ્વાસ્થ્યને હાનિકારક તમામ વ્યસનની પ્રોડકટસ ઉપર ચેતવણી મુકવાની હોય છે જેથી લોકો જાગૃત થઈ શકે. દેશમાં વેંચાતી તમામ વ્યસનની પ્રોડકટના બોક્સ ઉપર ‘તમાકુનું સેવન એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે’ તેવી ચેતવણી લખવામાં આવતી હોય છે. પરંતુ જે બીડી અને સીગરેટનું છુટક વેચાણ કરવામાં આવતું હોય તેની ઉપર આ પ્રકારની કોઈ જાતની ચેવતણી આપી શકાય નહીં તેને ધ્યાને રાખી મહારાષ્ટ્ર સરકારે એક મહત્વપૂર્ણ પગલુ લીધું છે. છુટક બીડી અને સીગરેટના વેચાણ ઉપર આ મુદ્દે મહારાષ્ટ્ર સરકારે પ્રતિબંધ લાદયો છે. આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે કહ્યું હતું કે, આ અંગે અમને સમગ્ર રાજ્યમાંથી અનેકવિધ સુચનો મળ્યા હતા. લોકોની માગણીને ધ્યાને રાખી તમામ છુટક બીડી-સીગરેટના વેંચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પેકેટ વીનાના કોઈપણ બીડી-સીગરેટનું વેંચાણ મહારાષ્ટ્રમાં કરી શકાષ નહીં. જાહેર હિતને ધ્યાને રાખી લેવામાં આવેલ નિર્ણય સમગ્ર રાજ્યમાં તાત્કાલીક અસરથી અમલી બનાવવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે, જે પ્રોડકટ ઉપર આરોગ્યની વિશેષ ચેતવણી નહીં હોય તે હવે રાજ્યમાં વેંચી શકાશે નહીં તેવો ઓર્ડર ૨૪ સપ્ટેમ્બરના રોજ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અગાઉ તમાકુના ઉત્પાદન પર છાપવા માટે ઉન્નત સચિત્ર છબીઓ સાથેના ચોક્કસ આરોગ્ય ચેતવણીઓ જાહેર કરવામાં આવી હતી. સીગરેટ અને અન્ય તમાકુ પેદાશો અંગેનો ત્રીજો સુધારણા નિયમ ૨૦૨૦ ૧લી ડિસેમ્બરથી અમલી બનાવવામાં આવશે જે તમાકુ ઉત્પાદનોના પેકેજીંગ અને લેબલીંગ નિયમ ૨૦૦૮નો સુધારો હશે.

૧લી ડિસેમ્બર બાદ તમામ તમાકુ ઉત્પાદકો અને આયાતકારોએ તમામ પ્રકારના ઉત્પાદનો ઉપર આરોગ્યની ચેતવણીનો નવો સેટ છાપવો અનિવાર્ય રહેશે. જ્યારે બીજો સેટ ડિસેમ્બર ૧ ૨૦૨૧ના રોજ અમલી બનાવવામાં આવશે તેવું આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશનની ફ્રેમવર્ક ક્ધવેનશન ઓન ટોબેકો ક્ધટ્રોલ (તમાકુના ઉપયોગ ઉપર પ્રતિબંધ)ની કમીટીમાં ભારત પણ સક્રિય સભ્ય છે. જેમાં પેકેજીંગ અને લેબલીંગને લઈને પણ અનેકવિધ સુધારાઓ કરવામાં આવ્યા છે. જેમાંથી એક આરોગ્યની ચેતવણી પણ છે. વર્ષ ૨૦૦૪થી જ ભારત આ કમીટીનો સક્રિય સભ્ય છે અને સતત ભારત દ્વારા દેશમાં થઈ રહેલા વ્યસનોને અટકાવવાનો પ્રયત્ન પણ કરાય રહ્યો છે. જેના ભાગરૂપે જ તમામ ઉત્પાદન ઉપર આરોગ્યની ચેતવણી છાપવામાં આવતી હોય છે. પરંતુ આ તમામ બાબતોને લઈ મહારાષ્ટ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે જાહેર જનતાના આરોગ્ય માટે આશિર્વાદરૂપ સાબીત થઈ શકે છે પરંતુ આ નિર્ણયનો ચુસ્તપણે અમલ થવો પણ ખુબ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.