Abtak Media Google News

શાક હાટડી ઉત્સવ, સંત કિર્તન આરાધના, પારાયણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાત: પુજા દર્શન, આશિર્વાદ સહિતનાં અનેક આયોજનો: દેશ-વિદેશથી હરિભકતો ઉમટી પડશે

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ દિપાવલીના શુભ દિવસોમાં રાજકોટને આંગણે તારીખ ૨૯ ઓક્ટોબર, મંગળવાર, ભાઈબીજથી ૧૦ નવેમ્બર, રવિવાર સુધી કુલ ૧૨ દિવસ દિવ્ય લાભ આપનાર છે જે દરમ્યાન વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવશે.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના રાજકોટના રોકાણ દરમ્યાનના વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં તા.૩૧ ઓક્ટોબર, ગુરુવારથી ૯ નવેમ્બર, શનિવાર સુધી પ્રતિદિન સવારે ૬:૦૦ થી ૮:૩૦ વાગ્યા સુધી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પ્રાત:પૂજા દર્શન-આશીર્વાદનો તા.૩૧ ઓક્ટોબર, ગુરુવારથી ૪ નવેમ્બર, સોમવાર સુધી પ્રતિદિન સાંજે ૫:૩૦ થી ૮:૦૦ વાગ્યા સુધી સાયંસભામાં સંસ્થાના વરિષ્ઠ વિદ્વાન વક્તા સંત દ્વારા પારાયણ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો લાભ તા.૮ નવેમ્બર, શુક્રવારે પ્રબોધિની એકાદશીના દિવસે સવારે ૬:૦૦ થી ૮:૩૦ સુધી શાક-હાટડી ઉત્સવ તા.૯ નવેમ્બર, શનિવારના દિવસે સાંજે ૪:૩૦ થી ૮:૦૦ દરમ્યાન બી.એ.પી.એસ. સંસ્થાના સંગીતજ્ઞ સંતો પાસેથી ભવ્ય સંત કીર્તન આરાધનાનો લાભ પ્રાપ્ત થશે.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં આયોજીત ઉત્સવ પરંપરામાં સગા-સ્નેહી, મિત્રો-પરિવારજનો સાથે લાભ લઈ નૂતન વર્ષને સુખદ, શાંતિપ્રદ અને સંતોષમય બનાવવા કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી અને સંત નિર્દેશક પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી સહિત સૌ સંતોએ પધારવા અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.