Abtak Media Google News

જાણીતા કલાકારો ડાયરાની જમાવટ કરશે; ગૌ પ્રેમીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

રાધેશ્યામ ગૌ શાળા, ગાંધીગ્રામ, રૈયાધાર, પાણીના ટાંકા પાસે, ૧૫૦ ફૂટ રીંગરોડ, રામાપીર ચોકડી પાસે હાલ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલુ છે તો કાલે રાત્રે ૯ કલાકે રાધેશ્યામ ગૌશાળાનાં મહંત રાધેશ્યામબાપુ દ્વારા ગાયોનાં ઘાસચારાનાં લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામા આવેલ છે. જેમાં મુખ્ય કલાકાર તરીકે સુરેશભાઈ ગોહેલ, મનસુખભાઈ પટેલ, પા‚લબેન વાઘેલા, મસ્તરામ વિગેરે કલાકારો ડાયરાની જમાવટ કરાવશે તેમજ ભાગવત સપ્તાહમાં જીજ્ઞાબેન ગોંડલીયા તેમની સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે. આ લોકડાયરાના કાર્યક્રમને સફળ બનાવવા હિતેષભાઈ નડીયાપરા, પ્રફુલભાઈ નડીયાપરા, નંદકિશોરભાઈ વકીલ, હસુભાઈ ગોહેલ, મગનબાપા, હરીભાઈ ભટ્ટી, કુરજીભાઈ જોટાણીયા, બાબુભાઈ મુસલમાન, રમેશભાઈ પાઉ, ભરત બાપુ ગોંડલીયા, શૈલેષભાઈ, રાજુભાઈ બોરીચા, જીતુભાઈ, મહેશભાઈ, હિતેષભાઈ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. તેથી રાજકોટની સર્વધર્મપ્રેમી જાહેર જનતાને આ પ્રસંગે પધારવા અનુરોધ કરાયો છે.

વધુ માહિતી માટે રાધેશ્યામ બાપુ મો.નં. ૯૨૨૮૩૫૩૭૮૦નો સંપર્ક કરવો. ભવ્ય લોકડાયરાને સફળ બનાવવા ગૌ પ્રેમીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.