Abtak Media Google News

મધ્ય પ્રેદેશમાં 15 વર્ષ પછી સતા પરીવર્તન પછી અત્યારે રાષ્ટ્ર ગીતને લય વિવાદ શરૂ થયો છે.આ વચ્ચે  આજે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને BJPના નેતા શિવરાજ સિંહ ચૌહાણે વિધાયકો  સાથે  સચિવાલય પોહચી વંદે માતરમ ગાયું.આ સમયે પાર્ટી પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહ પણ હાજર રહ્યા.

ગુરુવારે મધ્યપ્રદેશ પબ્લિક રિલેશન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ એક પ્રકાશનમાં એવું કહેવામાં આવ્યું છે કે, “રાજ્ય સરકારે ભોપાલમાં નવા સ્વરૂપમાં વંદે માતરામ ગાવાનું આયોજન કર્યું છે. નવી સિસ્ટમમાં શૌર્ય મેમોરિયલ 10.45 વાગ્યે કાર્યક્રમ શરૂ થશે અને પોલીસ બેન્ડ રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવા વાળી ધૂન વગાડતા વલ્લભ ભવન પહચશે.

જાણતાપણ પોલીસ બેન્ડ સાથે ચાલી સકશે.”પ્રકાશન મુજબ,” વલ્લભ ભવન પહચ્યા પછી રાષ્ટ્રીય ગીત “જન-ગણ-મન અને ‘વાંદે-માતરમ’ ગાવામાં આવશે. આ નવા વંદે માતરામ ગાયન કાર્યક્રમ દર મહિનાના પ્રથમ કામકાજના દિવસે યોજવામાં આવશે. રાજ્ય પ્રધાનમંડળના સભ્યોને કાર્યક્રમમાં સમાવવામાં આવશે. લોકોની સહભાગિતા સાથે ‘વંદે માતરમ’ ગાવાનું આ કાર્યક્રમ ભોપાલના આકર્ષણના મુદ્દો બની શકશે.

‘વંદે માતરમ’ ગાયનનો કાર્યક્રમ માત્ર રાજ્ય સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ફક્ત દરેક મહિનાના પ્રથમ કાર્યકારી દિવસે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ભાગીદારી દ્વારા કરવામાં આવ્યો હતો. ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગયા વર્ષે ભાજપ શાસનમાં શરૂ થયેલી આ પરંપરાના ભંગાણની ટીકા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.