Abtak Media Google News

મોરબી શહેરને પાણી પૂરું પાડતા મચ્છુ – ૨ જળાશયમાં સરકારની ઢીલી નીતિને કારણે બેફામ પાણી ચોરી થતી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે, જો કે મચ્છુ ડેમમાં જુલાઈ માસના અંત સુધી ચાલે તેટલો જળ જથ્થો ઉપલબ્ધ હોવા છતાં પાણી ચોરીને કારણે મોરબી ઉપર જળસંકટ ના વાદળો ઘેરાયા છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી નજીક આવેલા મચ્છુ – ૨ જળાશયમાં ઓણ સાલ કુદરતની મહેરબાનીથી વિપુલ જળરાશી સંગ્રહાયેલી છે પરંતુ મચ્છુ ડેમ નજીક આવેલા મકનસર, લખધીરનગર, જોધપર નદી, અદેપર અને પંચાસિયા ગામના નદી કાંઠાના ખેડૂતો દ્વારા બેફામ પાણી ચોરી કરવામાં આવતી હોય જળાશયમાં સંગ્રહાયેલી જળરાશી પર જોખમ ઉભું થયું છે.

બીજી તરફ સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ – ૨ પરિયોજનામાં જળરાશીની સુરક્ષા માટે ઘોડેશ્વર પોલીસ જવાન અને એસઆરપીની ટુકડી માંગવા છતાં પોલીસ દ્વારા બંદોબસ્ત ફાળવવામાં ન આવતા પાણી ચોરોને મોકળુ મેદાન મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે એસઆરપીની આખી ટુકડી અને ઘોડેશ્વર જવાનોનો બંદોબસ માંગવા છતાં પોલીસે માત્ર ચાર જીઆઈએસેફના ઢીલા નબળા જવાનો ફાળવી ધીધા છે એ ને બંદોબસ્ત આપ્યાનો સંતોષ માન્યો છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ઉપરોક્ત ગામના ખેડૂતો દ્વારા દિવસ રાત મશીનો ચલાવવામાં આવી રહ્યા છે અને સરકારી ચોપડે ૨૫ કિલોમીટરમાં પથરાયેલા મચ્છુ -૨ ડેમ યોજના માટે મંજુર ઘયેલા ૧૩ જવાનો માં ફક્ત ૪ જવાનોને ફરજ સોંપી સરકારી તંત્ર જ પાણી ચોરીને ઉત્તેજન આપી રહયું હોવાનું સ્પષ્ટ બન્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.