Abtak Media Google News

સ્વાઇન ફલુ, બર્ડ ફલુ, એચઆઇવી, કોરોના વગેરે જેવા રોગો ફેલાવતા વાયરસ હકિકતમાં નિર્જીવ છે: કોઇ સજીવ યજમાનમાં પ્રવેશે તો પોતાની શકિત વધારીને રોગ લગાડી શકે છે: ડો. નીપાબેન પાંધી

ચીનમાંથી પ્રસરેલો કોરોના વાયરસ હવે ભારત સહિત વિશ્ર્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. એકબીજાના સંપર્કમાં આવવાના કારણે ફેલાતા કોરોના વાયરસના કારણે લાખો લોકો આ રોગના ચેપથી પીડીત બન્યા છે. જયારે, પચાસ હજારથી વધારે લોકોના મૃત્યુ થવા પામ્યા છે. આ પહેલા પણ વિવિધ પ્રકારના વાયરસના કારણે એચઆઇવી, સ્વાઇન ફલુ, બર્ડ ફલુ, હેપેટાઇટીસ, પ્લેગ વગેરે જેવા ચેપી રોગો ફેલાયા છે. જેના કારણે લાખો લોકોના મૃત્યુ પણ થવા પામ્યા છે. આવા અતિઘાતક મનાતા વાયરસ કોરોના ના કહેરના કારણે ફરીથી લોકોમાં ભયનું કેન્દ્ર બન્યા છે.

કોરોના વાયરસના કારણે દેશમાં થતા મૃત્યુનો દર હાલમાં ત્રણ ટકાથી આસપાસ છે. જે અન્ય વાયરસના કારણે થતાં મૃત્યુદર કરતા ઓછો છે પરંતુ કોરોના વાયરસની હજુ સુધી દવા શોધાય ન હોય તેનાથી બચવા માટે સોશ્યલ ડીર્સ્ટન એકમાત્ર ઉકેલ છે જેથી લોકડાઉન કરીને લોકોમાં સોશ્યલ ડીસ્ટર્ન ઉભું કરવું પડે છે. જેથી, વારયસ શું છે? જે તેની ચેપ લગાડવાની પ્રક્રિયા કેમ બદલે છે? વગેરે પ્રશ્ર્નો લોકોને મુંઝવે છે. જેથી આ અંગે રાજકોટની જાણીતી વિરાણી સાયન્સ કોલેજના માઇક્રોબાયોલોજી ડીપાર્ટમેન્ટના વડા ડો. નીપાબેન પાંધીએ અબતકને ખાસ મુલાકાત આપીને વિગતવાર માહીતી આપી હતી.

માઇક્રો ઓર્ગેનીઝમએ બે શખ્દનો બનેલો છે. માઇક્રો એપ્લે સુક્ષ્મ ઓર્ગેનીયમ એટલે કોઇપણ એક જીવ આ એવા જીવને જેને આપણે નરી આંખે જોય શકતા નથી. પણ એ આપણી આજુબાજુ  હરહમેશ હોય છે. જેને નિહાળવા માટે સ્પેશિયલ સાધન માઇક્રોસ્કોપની જરૂર પડે છે. માઇકો ઓગેનીઝમ પાંચ પ્રકારના વાઇરસ, એલગી, ફંગાઇ અને પ્રોટો જોવા જ હોય છે.

કોરોના વાઇરસ છે એટલે કે વિષાણુ છે તેમ જણાવીને ડો. પાંધીએ ઉમેયુ હતું કે વાઇરસએ પરોપજીવી સુક્ષ્મ જીવાણુ છે તે પોતાની રીતે કંઇપણ કાર્ય કરી શકતું નથી તેને કાર્ય કરવા માટે યજમાનની જરૂર પડે છે.

વાયરસ પોતાના યજમાનની અંદર જઇને તેના શરીરના કોષ દ્વારા પોતાનો વિકાસ કર્યા બાદ યજમાનના કોષને નુકશાન કરે છે જો વાયરસને યજમાન ન મળે તો તે નિજીવ છે પરંતુ, યજમાન મળે તો તે જીવંત બને છે. અનેક વાયરસની ખાસિયત હોય છે કે જે નવા નવા સ્વરુપે બહાર આવે છે. જેમ જણાવીનો ડો. પાંધીએ ઉમેર્યુ હતું કે વાયરસમાં ન્યુકિલીક એસિડ એટલે કે ડીએનએ અથવા આરએનઉ તથા તુેના ઉપર પ્રોટીનનું કવચ એમ બે કેમીકલ હોય છે. આ પ્રોટીનનું કવચ દર વખતે નવા નવા પ્રકારનું હોય છે તેથી વાયરસ દર વખતે નવા નવા સ્વરુપે આવે છે. આ પ્રોટીન બનવાના માટેની સુચના વાયરસ પાસે છે તે તેના ન્યુકલીક એસિડમાંથી આવે છે. જયારે પણ આ વાયરસ તેના યજમાનમાં જાય છે. અને તેના કોષા દ્વારા પોતાનું પ્રોટીન બનાવે છે. ત્યારે કોઇક રીતે નવા પ્રકારનું પ્રોટીન બનાવે છે પોતાના ન્યુકલીક એસિડને નવા પ્રોટીનની અંદર ભરીને બહાર નીકળે છે એટલે નવા લાક્ષણિકતા સાથે આ વાયરલ ફેલાઇ છે.

ચીનના વુહાનમાંથી ફેલાયેલો આ વાયરસ ત્રીજા તબકકામાં લોકોના એકબીજાના સંપર્કમાંથી ફેલાવવા લાગ્યો ત્યારે તેની ગંભીરતા સમજીને ચીની સરકારે આ અંગેની જાહેરાત કરી છે. જે હવે વિશ્ર્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. વાયરસ સજીવ ન હોય તેની કોઈ એન્ટીબાયોટીક દવા નથી તેનાથી બચવા માટે સેલ્ફક આઈસોલેશન જરૂરી છે. એટલે લોકડાઉન ખૂબજ જરૂરી છે. તેમ જણાવીને ડો. પાંધીએ ઉમેર્યું હતુ કે હાલમાં સરકાર દ્વારા ૨૧ દિવસનું દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું છે. તેમાં વધારો કરવો જોઈએ કારણ કે કોરોનાના નવા કેસો સતત વધી રહ્યા છે.

હાલમાં આપણે કોરોના વાયરસના સૌથી ગંભીર એવા ત્રીજા તબકકે પહોચી ગયા છીએ કોઈ પણા લોકોમાં કોરોનાના લક્ષણો બે થી ૧૨ દિવસમાં દેખાય છે. જે બાદ ચેપ ગ્રસ્ત બનેલા દર્દીઓ ૧૪ થી ૧૬ દિવસ સુધી ચેપ લગાડી શકે છે. તેને જ એન્ટીબાયોટીક દવાઓ અપાઈ છે તે રોગપ્રતિકારક શકિત વધારવા માટે હોય છે. કોરોના ચેપગ્રસ્ત દર્દી કોરોનાનો ટેસ્ટ નેગેટીવ આવે તો પણ ખતરનાક ગણી શકાય અને ચેપ લગાડી શકે છે. જેથી મારા મુજબ લોકડાઉન ૩૦ થી ૩૫ સુધી રાખીને દર્દીઓ તથા લોકોને કવોરન્ટાઈન રાખવા જોઈએ તેમ ડો. પાંધીએ અંતમાં ઉમેર્યું હતુ.

અલગ અલગ પ્રકારના વાયરસોની  લાક્ષણિકતાઓ ફેલાવવાની પ્રક્રિયા અલગ અલગ હોય છે

એક યજમાનનું વાયરસ બીજાને નુકશાન કરતા નથી પરંતુ ઘણા યજમાનો જેવા કે પશુ-પક્ષીઓ એક બીજા સાથે સંકળાયેલા હોય છે. માણસ પશુ-પક્ષીઓ સાથે વધારે રહેતા હોય ત્યારે વાયરલ તેના યજમાન ફેરવી જેના કારણે પશુ-પક્ષીઓના શરીરના વાયરસ માણસના શરીરમાં પ્રવેશતા હોય છે જેના કારણે બર્ડ ફલુ, સ્વાઇન ફલુ, કોરોના વગેરે જેવા રોગો ફેલાય છે તેમ જણાવીને ડો. પાંધીએ ઉમેર્યુ હતું કે  માનવ શરીરમાં પ્રવેશેલા આવા વાયરસો માનવોના વિવિધ અંગો પર અસર કરતાં હોય છે જે વાયરસ શ્ર્વસન તંત્ર પર અસર કરે તે પાચન તંત્ર પર અસર કરતાં નથી. એચઆઇવી જેવા વાયરસ સેકસયુબ ટ્રાન્સમીશન દ્વારા ફેલાય છે. જયારે કોરોના એકબીજાના સંપર્કમાં આવવાની ફેલાય છે. સ્વાઇન ફલુ બર્ડ ફલુ વગેરે જેવા રોગો હવા દ્વારા ફેલાય હાલ જે કોરોના વાયરસ ફેલાયો છે તે તેના આગલા સ્વરૂપથી તદ્ન અલગ છે. આ પહેલા સાર્મ રોગ ફેલાયો હતો તે પણ કોરોનાનો એક પ્રકાર હતો હાલનો કોરોના વાયરસ ચામાચીડીયામાંથી ફેલાયો હોવાનું માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.