Abtak Media Google News

વ્યાખ્યાનમાં પ્રભુએ જન્મ લેતા લોકોએ આનંદ-ઉમંગથી જન્મ વધામણા કર્યા: પાલીતાણા જૈન સંઘ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી

જૈનોના પવિત્ર યાત્રાધામ પાલીતાણા ખાતે આજે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક દિવસની ભાવભેર ઉજવણી  કરાઈ હતી. “ત્રીશલાનંદન વીર કી જયબોલો મહાવીર કી ના નાદ સાથે આજે જૈન સમાજ ભાવવિભોર બન્યો હતો. આજ સવારથી જ જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક દિવસ ઉજવવા માટે મોટી સંખ્યામાં જૈન યાત્રિકો જોડ્યા હતા અને પાલીતાણાના રાજ માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી.Img 20190417 091039

અહિંસા પરમોધર્મ નું વાક્ય આપનાર જૈન ધર્મમાં ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક દિવસ આજે ખુબજ હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવવામાં આવ્યો છે.  મહારાજ સાહેબના વ્યાખ્યાનમાં ભગવાન મહાવીરે જયારે જન્મ લીધો ત્યારે કેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું તેનો ઉલ્લેખ થતા લોકોની આંખો નમ: બની ગઈ હતી. અને જેવો ભગવાન મહાવીરે જન્મ લીધો તેવું મહારાજ સાહેબે કહેતાજ તુરત જ ઘંટનાદ થયો હતો, થાળી  વગાડીને તથા કંકુના થાપા મારીને પ્રભુને ચાંદીના પારણે સુવરાવવામાં આવ્યા હતા.Img 20190417 091049 લોકોએ શ્રીફળ વધેર્યા હતા. એકબીજાને ભેટીને ભગવાનના જન્મને વધાવ્યો હતો અને શ્રીફળ પૌવા અને સાકરનો પ્રસાદ એકબીજાને પરાણે મોઢા માં મુકીને મો મીઠા કરાવ્યા હતા. સતત એક કલાક સુધી લોકો પ્રભુમય બની ભગવાન મહાવીરના  જન્મ વધાવવા તન્મય બની ગયા હતા.Img 20190417 085325

આજના દિવસે મહાવીર સ્વામી ભગવાન ના જન્મ નીમેતે પાલીતાણા તળેટી રોડ પર આવેલ આણંદજી કલ્યાણજી પેઢીથી મોટી સંખ્યામાં પાલીતાણા જૈન સંઘ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને પાલીતાણા નુતન ઉપાશ્રય ખાતે પૂર્ણ કરવામાં આવી હતી  જેમાં મોટી સંખ્યામાં જૈન બંધુ ઓ જોડ્યા હતા તેમજ સાધુ ભગવંતો સાધ્વીજી ભગવંતો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા ત્યારબાદ નુતન ઉપાશ્રય ખાતે જૈન સમાજના આચાર્ય ભગવંતો દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મનું વ્યાખ્યાન પણ આપવા માં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.