Abtak Media Google News

દુનિયાભરમાં લોકો સૌથી વધારે પૈસા ડેટિંગ એપ્સ પર ખર્ચ કરે છે. યૂઝર ગ્રોથ અને રેવેન્યૂને ધ્યાનમાં રાખી ફેસબુકે નવા એપ લોન્ચ કરી છે. અત્યાર સુધી ટીન્ડર અને ઓક્યુંપાઈડ જેવી નામાંકિત સાઇટનું વર્ચસ્વ હતું પણ હવે ફેસબુક દ્વારા પણ ડેટિંગ એપ લોન્ચ કરાઈ છે.

ફેસબુક ડેટિંગ યૂઝરને મૂળ એકાઉન્ટથી અલગ એકાઉન્ટ બનાવવાની સુવિધા આપી રહ્યુ છે. ફેસબુક ડેટિંગ થકી ન માત્ર આસપાસના વિસ્તારમાં હાજર સંભવિત પાર્ટનરથી સંપર્ક સાધવાનું શક્ય છે, પરંતુ તેમને નજીકથી ઓળખવા માટે ચેટિંગ અને વર્ચુઅલ કોલનો સહારો પણ લઈ શકાય છે. કંપની પ્રમાણે, છેલ્લા સપ્ટેમ્બરમાં ફેસબુક ડેટિંગ શરૂ કર્યા બાદ અત્યાર સુધી 20 દેશણાં 1.5 અબજથી વધુ મેચ બનાવવામાં આવ્યા છે. ભારતમાં હાલમાં આ સુવિધા શરૂ થઈ નથી.

ફેસબુક ડેટિંગ’ પર ‘સીક્રેટ ક્રશ’ નામનું એક રસપ્રદ ફીચર પણ ઉપલબ્ધ છે. આ યૂઝરને પોતાની ફેસબુક ફ્રેંડ-લિસ્ટમાં હાજર તે 9 લોકોની યાદી બનાવવાની સુવિધા આપે છે. જે ખુદ જીવનસાથીની તલાશમાં લાગેલા છે. જો તમારો ક્રશ પણ તમને સીક્રેટ ક્રશ યાદીમાં જોડે છે, તો આ એક મેચ છે. આ સીક્રેટ ક્રશ ફીચર તમને તે લોકોની સાથે પોટેંશિયલ રિલેશનશીપની જાણ લગાવવાની તક આપે છે. જેમને તમે પહેલાથી જ ફેસબુક અને ઈંસ્ટાગ્રામ પર ઓળખીએ છે. ફેસબુક ડેટિંગ માત્ર મોબાઇલ એપ પર જ ઉપલબ્ધ હશે. યૂઝર તેમની ડેટને ઇમ્પ્રેસ કરવા માટે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝનો પણ ઉપયોગ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.