Abtak Media Google News

જામ કલ્યાણપુર ના ભાટીયા મોટા એવા ભાટીયા સાથે જામ કલ્યાણપુર તાલુકા ના ભાવિકો નો અવાજ માં ગંગા એ આખરે સંભાળ્યો વિધિવત રીતે તેમજ જામ કલ્યાણપુર તાલુકાની વર્ષોજુની માંગણી સાંસદ પુનમબેન માડમે સાંસદ મા રજુ કરતા ભાટીયા ખાતે વીકલી ટ્રેન ૧૯૫૬૫/૧૯૫૬૬ ઓખા દહેરાદુન ઓખા ને ભાટીયા સ્ટોપ મળ્યો છે,આ સમાચાર થી સમગ્ર જામ કલ્યાણપુર ના લોકો આનંદ ની અનુભૂતિ કરીરહ્યા છે. આજ રોજ ભાટીયા રેલ્વે સ્ટેસન પર આ ટ્રેન ને વધાવા મોટી માત્રામાં સમગ્ર તાલુકા ભાર માંથી નાગરિકો ઉમટ્યા હતા

સાંસદ પુનમબેન માડમ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા ને કાર્યકમ ના સરુઆત મા ગઈ કાલે કાશ્મીર ખાતે સહાદત વહોરેલ જવાનો ને ઉપસ્થી તમામ લોકો દ્વારા બે મિનીટ નું મોન પાડી શ્રધાંજલિ અર્પણ કરેલ કાર્યક્રમ ની શરૂઆત મા સાંસદ દ્વારા આ હુમલાનું ખુબ જ દુખ વ્યક્ત કરેલ ને પોતાના અભિવાદન મા તેઓ એ જણાવેલ કે શહીદ જવાનો સાથે પૂરો દેશ ઉભો છે ને સરકાર આ હુમલાનો જવાબ ઈટ થી પથ્થર નો આપશે સાથે ઉત્તરાંચલ એક્સપ્રેસ મા ભાટીયા રેલ્વે સ્ટેસન પરથી પહેલી વખત મુસાફરી કરનારા યાત્રિકો નું ફુલ હાર પહેરાવી ને શુભકામનાઓ પાઠવી હતી.

સાથે ભાટીયા રેલ્વે સ્ટેસન જામ કલ્યાણપુર તાલુકાનું સહુ થી મોટો રેલ્વે સ્ટેસન હોય તેને ઉપગ્રેડ કરવાની કરવાની ખુશી વ્યક્ત કરેલ તેમજ ટૂંક સમય મા ભાટીયા રેલ્વે સ્ટેસન નું પ્લેટફોર્મ ઉપગ્રેડ કરવાની મંજુરી મળી ગઈ હોય તેનું ખાતમુર્હત ટૂંક સમય મા થવા જનાર છે તેમજ હજુ બે વીકલી ટ્રેન ના સ્ટોપેજ ભાટીયા ને મળશે  તેના પ્રયાસો ચાલી રહ્યા છે  તેવી વાત પણ ઉચ્ચારી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.