Abtak Media Google News

Table of Contents

અનેક પ્રાથમિક સુવિધાઓના અભાવથી એક સમયે ઘેરાયેલું લોધિકા આજે વિકાસનું પ્લેટફોર્મ બન્યું: ‘અબતક’નો ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટ

રાજકોટ જિલ્લાનો લોધિકા તાલુકો એક સમયે અતિ પછાત તાલુકાઓ પૈકી એક હતો. વિકાસના નામે તો શૂન્ય હતુ જ પરંતુ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હતો. ત્યાંના લોકોને પોતાની ‘રોજી રોટી’ માટે ૪૦ થી ૫૦ કિ.મી.ની દરરોજ મુસાફરી કરવી પડતી હતી.મુસાફરી માટે પ્રજા પાસે વ્યકિતગત વાહન ન હતુ અને સરકારી બસનું ટાઈમટેબલ અનુકુળ ન હતુ. તાલુકામાં ખેતીલાયક જમીન હતી. ખેડુત પુત્રો પથ્થર ચીરીને પાક ઉગાડવા સક્ષમ હતા. પરંતુ સિંચાઈ યોજનાના અભાવે ખેતી પણ મરણ પથારીએ હતી તેમ કહી શકાય. આ પરિસ્થિતિ કોઈ ખુબ જૂની નથી એક સમયે જો કોઈ સરકારી કર્મચારીની બદલી લોધીકા તાલુકા ખાતે કરવામાં આવે તો તેને ‘પનીશમેન્ટ’ ગણવામાં આવતું હતુ પરંતુ હાલની વાસ્તવિકતા કંઈક અલગ જ છે વર્ષ ૧૯૯૫ અને વષૅ ૨૦૨૦ના લોધિકામાં ખૂબ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. આમ તો સમય જતા શહેરી તથા ગ્રામ્ય બંને વિસ્તારનો વિકાસ તો થતો જ હોય છે જો કે ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ શહેરી વિસ્તારના વિકાસની સાપેક્ષે ઓછો હોય તે વરવી વાસ્તવિકતા છે.પરંતુ હાલ લોધિકા તાલુકાનો વિકાસદર શહેરી વિસ્તારના વિકાસદરને સમોવડું છે.

ગત પાંચ વર્ષમાં લોધિકા તાલુકાનો વિકાસ જેટલો દિવસે ન થયો તેટલો રાત્રે થયો તેવું કહેવું અતિશ્યોકતી નથી.તેમાં પણ અધુરામાં પૂ‚ લોધિકા તાલુકાના ખીરસરા ગામે જી.આઈ.ડી.સી.ની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમવર્ગનાં ઉદ્યોગ સાહસિકો માટે નાના મોટા ૪૭૧ પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. જે વિસ્તારના યુવાનો એક સમયે રોજગારી માટે પોતાના ગામથી દૂર જઈ નોકરી-ધંધા માટે ‘વલખા’ મારતા હતા આજે તે જ યુવાનો રોજગારીના સર્જક બન્યા છે. ઉપરાંત ગત તા.૧૯ જાન્યુ.ના રોજ લોધીકા તાલુકા ખાતે વધુ ૧૧૭ લાખ ‚પયાના વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં તાલુકાના દેવગામ ખાતે બાળકોનાં ઉજજવળ ભવિષ્ય માટે સાત ઓરડા વાળી શાળાનું લોકાર્પણ રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતુ તેમજ ‚ડા, પાણી, પૂરવઠા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને રાજય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોધીકાને આપવામાં આવ્યું હતું.

લોધિકા તાલુકો ‘આદર્શ’ તાલુકો બન્યો: રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

 

તેમણે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવતાં કહ્યું હતુ કે, કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારને વિકાસદર વધારવા વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગામડાઓને સ્માર્ટ અને ડીજીટલ બનાવવા અનેક યોજાનઓ અમલી બનાવાઈ છે. લોધિકા તાલુકાની વિકાસની ગતિ ગત ૨૦ વર્ષમાં ચાર ગણી વધી છે. તાલુકામાં પ્રાથમિક સુવિધાઓથી માંડીને તમામ સવલતો આપવામાં આવી છે. હાલનો લોધીકા તાલુકો એક આદર્શ તાલુકો બન્યો છે. અમે ખૂબજ ટુંકા સમયમાં આ તાલુકો સંપૂર્ણપણે સ્માર્ટ તાલુકો બની જશે તેવી મને આશા છે.

લોધિકા જીઆઈડીસીથી આજુબાજુના ૫૦ ગામડાઓના યુવાનોને રોજગારી મળશે: લાખાભાઈ સાગઠીયા

લોધિકા તાલુકા વિશે લાખાભાઈએ કહ્યું હતું કે આ વિસ્તાર મારો પોતાનો વિસ્તાર છે. અહીં જ મેં મારું જીવન વિતાવ્યું છે. એક સમયે મને યાદ છે કે રોડ રસ્તા સહિત ની કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા સવલતનો અભાવ હતો. એક ગામ થી બીજા ગામેં જવું હોય તો કલાકો વીતી જતી હતી. લોકો રોજગારી માટે આમ થી તેમ જતા હતા. યુવાનો થી માંડી વડીલો સુધી તમામ લોકો ત્રસ્ત હતા. પરંતુ ભાજપ ની સતા આવ્યા બાદ હવે તાલુકા ના તમામ ગામડાઓ માં પ્રાથમિક સુવિધા થી માંડી તમામ જીવન જરૂરિયાત ની સવલતો સરળતાથી મળી રહી છે. એક સમયે સિંચાઈ ના અભાવે ખેડૂતો પણ હેરાન પરેશાન હતા પરંતુ હવે સિંચાઇ સુવ્યવસ્થા થવાથી સમગ્ર વિસ્તાર હળીયાળુ બન્યું છે. તેમણે વધુ માં જીઆઇડીસી ની ફાળવણી વિશે જણાવતા કહ્યું હતું કે લોધિકા તાલુકા માં આ બીજું જીઆઇડીસી છે. જે ખીરસરા ગામ ખાતે નિર્માણ પામી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ તાલુકા ના વિકાસ માટે તેમજ જીઆઇડીસી માટે ખૂબ પ્રયત્નો કર્યા છે જેના ફળરૂપે લોધિકા તાલુકા ને બીજું જીઆઇડીસી મળ્યું છે જેના કારણે નવયુવાન ઉદ્યોગ સાહસિકો ને એક તક મળશે અને આજુબાજુ ના ૫૦ ગામડાઓ ના યુવાનો ને રોજગારી મળશે.

આજે તાલુકાના ૩૮ ગામોમાં દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ: ભરતસિંહ જાડેજા

ભરતસિંહ જાડેજાએ કહ્યું હતું કેલોધિકા ની વિકાસયાત્રા વિશે જો વાત કરવામાં આવે તો જ્યારે હું યુવાનાવસ્થામાં હતો ત્યારે મને યાદ છે કે જો મારે રાજકોટ જવું હોય તો પ્રથમ તો વાહન ની અગવડતા હતી અને જો વાહન મળે તો પણ રાજકોટ પહોંચતા આશરે બે કલાક જેટલો સમય રોડ રસ્તા ના અભાવે વેડફાઈ જતો હતો. લોધિકા તાલુકા માં ૩૮ ગામ નો સમાવેશ થાય છે અને દરેક ગામ માં કોઈ પણ સુવિધાઓ ન હતી. પરંતુ આજે તાલુકા ના ૩૮ ગામ માં દરેક પ્રકાર ની સુવિધાઓ ઉપલબ્ધ છે. રોડ રસ્તા થી માંડી સુખ સુવિધા સુધી ની તમામ સવલતો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. વિસ્તાર માં પીવાના પાણી થી માંડી સિંચાઇ માટે પાણી મળે છે. ઉપરાંત સ્ટ્રીટ લાઈટ, વીજ કનેક્શન, ખેડૂતલક્ષી યીજનાઓ નો લાભ સહિત ની તમામ સુવિધાઓ મળી છે. તેમાં પણ તાલુકા ને ખીરસરા ખાતે જીઆઇડીસી ફાળવી રાજ્ય સરકારે રોજગારી ની તકો ને વિપુલ પ્રમાણ માં વધારી છે. યુવાનો ઓછું રોકાણ કરી પોતાનો ઉદ્યોગ સ્થાપી શકે તે દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

લોધિકાના ફક્ત ૬ કિમી વિસ્તારમાં જ રોજગારીની વિપુલ તક: દિલીપ કુગશીયા

દિલીપભાઈ કુગસીયાએ જણાવ્યું હતું કે હાલ તો હું લોધિકા તાલુકા નો ઉપપ્રમુખ છું પરંતુ આજ થી ૨૦ વર્ષ પહેલાં હું રોજગારી માટે દરરોજ લાંબી મુસાફરી કરતો હતો. મારે જો કોઈ સ્થળે ૧૦ વાગ્યે પહોંચવું હોય તો સવારે સાત વાગ્યાની બસ પકડીને જવું પડતું હતું કેમકે રોડ રસ્તા નો અભાવ હતો. પરંતુ ભાજપ ની સરકાર આવ્યા બાદ પરિસ્થિતિ બદલાઈ છે. લોધિકા ના ફક્ત ૬ કિમી વિસ્તાર માં જ રોજગારી ની વિપુલ તકો પડેલી છે. જેના કારણે યુવાનો ને નોકરી ધંધા માટે તેમનું ગામ છોડીને ક્યાંય જવું નથી પડતું, ક્યાંય હેરાન નથી થવું પડતું.

સરકાર દ્વારા રાહતદરે બિયારણ, ખાતર સહિતની વસ્તુઓ અપાતી હોય જગતનો તાત ખુશખુશાલ: મનસુખભાઈ સરધારા

મનસુખભાઈ સરધારાએ ખેડૂતો ની સ્થિતિ વિશે જણાવતા કહ્યું હતું કે ગત વર્ષ નું ચોમાસુ ખેડૂતપુત્રો માત્ર ખૂબ સારું રહ્યું, વરસાદ ખૂબ સારો રહ્યો જેના કારણે ચોમાસુ પાક અને શિયાળુ પાક માં ઉપજ ખૂબ સારી મળી છે. જો કે હવે લોધિકા તાલુકા ના ખેડૂતો ને વરસાદ ની એટલી ચિંતા હવે રહી નથી કેમકે સૌની યોજના અંતર્ગત લોધિકા તાલુકા નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, નર્મદા ની કેનાલ તાલુકા માંથી પસાર થાય છે જેના કારણે જો પાણી ની અછત હોય તો ત્વરિત ધોરણે નદી – તળાવ – નહેરો રાજ્ય સરકાર દ્વારા છલોછલ ભરી દેવામાં આવે છે.જેના કારણે હવર ખેતીમાં દર વર્ષે ખૂબ સારી ઉપજ મળે છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે જેમાં સરકાર ખેડૂતો ને પોષણક્ષમ ભાવ આપે છે. જો કોઈ હોનારત ના કારણે પાક નિષ્ફળ જાય તો તેમાં પણ સરકાર દ્વારા પાકવીમાં યોજના અંતર્ગત ખેડૂતો ને સહાય આપવામાં આવે છે. ઉપરાંત સરકાર દ્વારા રાહતદરે બિયારણ – ખાતર સહિત ની ચીઝ વસ્તુઓ આપવામાં આવે છે જેના કારણે હવે જગત નો તાત ખુશખુશાલ છે.

લોધિકા તાલુકાએ ૨૦ વર્ષમાં વિકાસની દિશામાં હરણફાળ ભરી છે: ઉમેશ પાંભર

લોધીકા તાલુકા ભાજપ ઉપપ્રમુખ ઉમેશભાઈ પાંભરે આ તકે અન્ય એક સ્થાનિક આગેવાને જણાવ્યું હતું કે આજ થી પંદર વર્ષ પહેલા જ્યારે કોઈ સરકારી કર્મચારી નું લોધિકા તાલુકા ખાતે બદલી કરવામાં આવતી તો તેને સજાપાત્ર ગણવામાં આવતું હતું પરંતુ આજ ની સ્થિતિએ સરકારી કર્મચારીઓ ની જો લોધિકા ખાતે બદલી કરવામાં આવે તો તેઓ એક હર્ષ સાથે આ બદલી નો સ્વીકાર કરે છે કેમકે ગત ૨૦ વર્ષમાં સમગ્ર તાલુકા ની સ્થિતિ માં બદલાવ આવ્યો છે. તાલુકાએ વિકાસ ની દિશા માં હરણફાળ ભરી છે. તાલુકા ના તમામ વર્ગ ના લોકો હવે સુખી થયા છે.

લોધિકાને બે જીઆઈડીસી મળતા યુવાનો ગામ પાસે જ રોજગારી મેળવી શકશે: મુન્નાભાઈ જાડેજા

મુન્નાભાઈ જાડેજા સામાજીક આગેવાને જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીઝ આવવાથી લોધિકા તાલુકા ના તમામ ગામ ને વિપુલ રોજગારી મળી છે. અને એ ઉપરાંત બાળકો ના અભ્યાસ માટે સારી શાળા બનાવવામાં આવી છે. ખૂબ પ્રગતિ થઈ રહી છે.

તેમણે વધુમાં એક યુવાન તરીકે જણાવ્યું હતું કે લોધિકા તાલુકા ને હવે બે જીઆઇડીસી મળી છે જેના કારણે ભણતર પૂરું કરી ચૂકેલા યુવાનો ને રોજગારી માટે સ્થળાંતર કરવુ પડતું નથી અને તેમને તેમના ગામ પાસે રોજગારી મળી રહે છે.

આજે તમામ પ્રકારની સુવિધા અમારા વિસ્તારને મળી: વિશાલ ફાંગલીયા

દેવગામના સરપંચ વિશાલ ફાંગલીયાએ આ તકે તેમણે જણાવ્યું હતું કે એક સમયે અમારા તાલુકાના નામ પર અતિ પછાત ની મહોર લાગેલી હતી કેમકે કોઈ જાત ની સુવિધા ન હતી. વિકાસ ના નામે શૂન્ય હતું. લોકો હેરાન – પરેશાન હતા પરંતુ લોકો ની ફરિયાદ કોઈ સાંભળતું ન હતું પરંતુ આજે તમામ પ્રકાર ની સુવિધા અમારા વિસ્તાર માં મળી છે. તેમણે જણાવ્યું હતું કે હાલ અમારા લોધીકા તાલુકા માં ચોમાસુ સફળ રહેવાના કારણે જગત ના તાત ને કોઈ જ પ્રકાર ની ચિંતા નથી. તાલુકા ને સિંચાઈ માટે ચીભળા ડેમ માંથી પાણી પૂરું પાડવામાં આવે છે જેનો લાભ હાલ ઘણા ખરા ગામ ને મળે છે અને જે ગામ ને હજુ સૌની યોજના નો લાભ નથી મળતો તેને ટૂંક સમય માં આનો લાભ મળશે તેવી મને અને સૌને આશા છે.

આ ઉપરાંત અબતક મિડિયાએ લોધિકા તાલુકા ના ખેડૂતપુત્રો સાથે વાત કરી હતી જેમાં ખેડૂતો એ પોતાનો મત રજૂ કરતા જણાવ્યું હતું કે એકસમયે લોધિકા તાલુકા ના ખેડૂતો અતિ પરેશાન હતા. કોઈ પણ પ્રકાર ની રોજગારી ન હતી અને ખેતી માટે સૌ પ્રથમ તો સિંચાઈ ની કોઈ વ્યવસ્થા ન હતી. ઉપરાંત ખાતર – બિયારણ નો અભાવ હતો જેથી ઉપજાઉ જમીન પણ વેરાન પડી હતી. પરંતુ આજે સિંચાઈ મળી, ખાતર – બિયારણ મળ્યા, ઉપજ ના પોષણક્ષમ ભાવ મળ્યા અને અધૂરા માં પૂરું જો કોઈ હોનારત ના કારણે પાક નિષ્ફળ રહે તેવામાં પાકવિમો પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. જેના કારણે આજે તાલુકા ના ખેડૂતો સુખી થયા છે. ઉપરાંત ખેડૂતો એ કહ્યું હતું કે અગાઉ તાલુકા ના બાળકો ને અભ્યાસ અર્થે દૂર દૂર જવું પડતું હતું પરંતુ હવે તમામ ગામ માં જ પ્રાથમિક અને માધ્યમિક શાળા ની સુવિધા સરકારે પુરી પાડી છે. જેના કારણે દેશ નું ભાવિ શિક્ષણ ના માધ્યમ થી ઉજ્જવળ બની રહ્યું છે.

અન્ય સ્થાનિકો એ અબતક સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે અમારા તાલુકા ને લોકો અતિ પછાત ની દ્રષ્ટિએ જોતા હતા, પરંતુ આજે તાલુકા ની સ્થિતિ કંઈક અલગ જ છે. તાલુકો વિકાસ ના પંથે પુરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે. અને હવે કહી શકાય કે લોધિકા તાલુકો અને પ્રજા સુખ સમૃદ્ધ થી ભરપૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.