Abtak Media Google News

દારૂની ૨૬૭૬ બોટલ, વાહન, બેરલ અને મોબાઇલ મળી કુલ રૂ.૨૬,૮૩ લાખનો મુદ્દામાલ કબ્જે: એકની શોધખોળ

વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પોલીસને ગુમરાહ કરવા નીતનવા કોમિયાઓ અજમાવી રહ્યા છે. પરંતુ પોલીસની બાઝનજરથી બુટલેટરની કારી ફાળતી નથી. ત્યારે એલસીબીએ લોઘીકાના દેવગામ પાસેથી આઇસરમાં રાખેલા ઓઇલના બેરલમાં છુપાવેલી વિદેશી દારૂની ૨૬૭૬ બોટલ દારૂ, આઇસર, બે બેરલ અને મોબાઇલ મળી કુલ રૂ.૨૬,૮૩ લાખના મુદામાલ સાથે રાજકોટના બે શખ્સોને ઝડપી લીધા છે જયારે એક શખ્સની શોધખોળ હાથધરી છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાલાવાડ રોડ પર આવેલા મેટોડા તરફ પેટ્રોલીંગમા હતી. ત્યારે કોન્સ્ટેબલ રહીમભાઇ દલને બાતમી મળી હતી કે એક આઇસર ખીરસરા તરફથી દેવગામ તરફ વિદેશી દારૂ ભરીને આવી રહ્યાની ચોકકસ બાતમી મળતા,એલ.સી.બી.નો સ્ટાફ દેવગામ પાસે વોચમાં ગોઠવાઇ ગયો હતો. તે દરમિયાન બાતમી મળેલ આઇસર દેવગામ તરફ જતા તેને અટકાવી તલાશી લેતા પોલીસની નજર ચુકવવા ઓઇલના બેરલમાં ઓઇલના બેટરમાં વિદેશી દારૂ છુપાવ્યો હતો પરંતુ પોલીસની નજર ચુકળવી મુશ્કેલ છે ત્યારે બેટલમાંથી વિદેશી દારૂની ૨૬૭૬ બોટલ સામે પી.આઇ.એ.આર.ગોહિલ પી.એસ.આઇ. એચ.એમ. રાણા, એ એસ.આઇ. પ્રભાતભાઇ બાબાસરા હેટ કોન્સટેબલ રવિદેવભાઇ બારધ, બાલકુષ્ણ ત્રિવેદી અને રહીમભાઇ દલ સહિતના સ્ટાફે ૧૬,૬૫ લાખનો શરાબ બે બેરલ, આઇસર ગાડી અને બે મોબાઇલ મળી કુલ ૨૬,૮૩ લાખના મુદ્દામાલ સાથે રાજકોટના ઇકબાલ બાઉદીનભાઇ ધારા અને યુસુફ ઇબ્રાહીમભાઇ દલવાણી નામના શખ્સોની ધરપકડ કરી છે જયારે રાજકોટમાં દેવપરામાં રહેતો અશોક સિંઘવની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.