આઇશ્રી પીઠડમાંના જન્મોત્સવ નિમિતે ૩૦મીએ લોકડાયરો

હકાભાઇ ગઢવી, બાબભા ગઢવી, ખીમજીભાઇ ભરવાડ સહિતના કલાકારો રમઝટ બોલાવશે

આઇશ્રી પીઠડ માઁના જન્મોત્સવ નીમીતે સમસ્ત ચારણ ગઢવી સમાજ શાપર (વેરાવળ) દ્વારા તા.૩૦ને ગુરુવારે રાત્રે ૯.૩૦ કલાક લોક ડાયરો યોજાશે. આ લોકડાયરામા હકાભાઇ ગઢવી, બાબભા ગઢવી (નૈયા), ખીમજીભાઇ ભરવાડ, ઉમેશભાઇ ગઢવી, શેખર ગઢવી સહીતના કલાકાર જમાવટ કરશે. આ તકે સાંજે ૭.૩૦ કલાકે મહાપ્રસાદ શિતળા મંદીર, કિશાન સીમેન્ટ ગેઇટ, પાવર હાઉસની બાજુમાં શાપર (વેરાવળ) ખાતે યોજાશે. વધુ માહીતી માટે ધનરાજભાઇ ગઢવી મો. નં. ૯૯૭૮૮ ૧૮૧૩૮ ઉપર સંપર્ક સાધવા લખાભાઇ ગઢવી, ધનરાજભાઇ ગઢવી, સોમરાજ ગઢવી, રાદેવ ગઢવી, ચનાભાઇ ગઢવી, પ્રકાશભાઇ ગઢવી અને શાંતુભા રતન સહીતના આગેવાનોએ જણાવ્યું હતું.

Loading...