Abtak Media Google News

કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા સામાજિક સંપર્ક કાપવો શ્રેષ્ઠ ઉપાય: શહેરની સાથો સાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો

કોરોના વાયરસની મહામારી સામે ગઈકાલે જનતા કફર્યુમાં લોકોએ દાખવેલા સ્વયંભૂ શિસ્તના કારણે સમગ્ર તંત્રના આત્મવિશ્ર્વાસમાં અનેકગણો વધારો થયો છે. વર્તમાન સમયે કોરોના વાયરસ સામેની લડતમાં લોકો પણ સરકારનો સાથ દઈ રહ્યાં છે. શહેરી વિસ્તારોમાં તો ગઈકાલે સ્વયંભૂ સજ્જડ બંધ હતુ. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેરી જાગૃતિ જોવા મળી હતી. ગ્રામીણોએ પોતાના ખેતરમાં જવાનું પણ ટાળ્યું હતું. ઘરમાં પુરાઈ રહ્યાં હતા અને કોરોનાનો ફેલાવો ન થાય તે માટેના સાવચેતીના પગલા લીધા હતા. હવે સરકારે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ સહિતના રાજ્યોમાં સામે આવી રહેલા કોરોનાના વધુને વધુ શંકાસ્પદ કેસના નિદાન અને સારવાર માટે કમરકસી છે. સ્વયંભૂ બંધ જેવી સ્થિતિ ૮૨ જિલ્લાઓમાં ચાલુ રહેશે. દેશના ૩૦ જિલ્લા, ૧૦૧ મોટા શહેરો અને ૫૩૪ જેટલા વિસ્તારોમાં ૩૧ માર્ચ સુધી જરૂરીયાત સીવાય બહાર ન નીકળવા લોકોને સુચન કરાયું છે.

સમગ્ર વિશ્વમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ બનતી જાય છે ભારતમાં પણ કોનો સંક્રમિત કે સને મૂલાંકમાં વધારો થતો હોવાથી ભારત સરકાર દ્વારા કોરો સંક્રમણને અટકાવવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે ગઈકાલે દેશભરમાં જનતા કર્યું થી શરૂ થયેલી સ્વયંભૂ બંધની પરિસ્થિતિ હવે દેશના ૮૨ જિલ્લાઓ સુધી વિસ્તારી દેવામાં આવી છે કોરોના વાયરસની દવા હજુ સુધી મળી નથી ત્યારે આ વાઇરસને અટકાવવા માટે સામાજિક વિકાસ અને લોકો એકબીજાથી દૂર રહે તે એકમાત્ર ઇલાજ છે ત્યારે ભારતની ૧૩૦ કરોડની જનતાને કોરોના સંક્રમણથી સુરક્ષિત રાખવા માટે સ્વયંભૂ બંધનો આદર્શ રસ્તો અખ્તયાર કર્યો છે અને દેશમાં ૮૨ વધુ જિલ્લાઓમાં સંગીનપણે સ્વયંભૂ બંધ જાહેર કરી છે દેશભરમાં ૨૨ માર્ચને રવિવારના દિવસે જનતા કરફ્યુ બાદ તમને આગળ વધતું અટકાવવા માટે સરકારે ત્યાં સુધી વધુ જિલ્લાઓમાં સ્વયંભૂ બંધ જાહેર કર્યું છે કોરોના સંક્રમણના કેસ વધતા જતા હોવાથી હવે પરિસ્થિતિ બેકાબૂ ન બને તે માટે સરકારે આગોતરા આયોજન કરીને લોક સંપર્ક જેમ બને તેમ ઘટાડવા અને ભીડ ઓછી કરવા માટે સ્વયંભૂ બંધનો રસ્તો અખત્યાર કર્યો છે. સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તબક્કાવાર સ્વયંભૂ બંધ કરવાની શરૂઆત કરી દીધી છે અને ગઈકાલે ચિંતા કરવી બાદ એક સાથે ૮૨ જિલ્લાઓને સ્વયંભૂ બંધ હેઠળ મૂકવાની જાહેરાત કરવામાંછે કોરોના સંક્રમણને અટકાવવા માટે હજી સુધી કોઈ દવા શોધાઇ નથી પરંતુ નાનાં અટકાવા માટે લોકો એકબીજાથી ઓછા મળે અને ભીડ ઓછી થાય તે એક માત્ર રસ્તો હોય તેનાથી સરકારે સ્વયંભૂ બંધ શરૂ કર્યું છે. સ્વયંભૂ બંધ દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન દૂધ, શાકભાજી, દવાઓ અને આરોગ્ય સેવા સિવાયની તમામ સુવિધાઓ અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવામાં આવી મુંબઈમાં જનતા કરફ્યુથી શરૂ કરવામાં આવેલી આ પ્રક્રિયાને  સ્વયંભૂ બંધમાં કરવામાં આવી છે કલમ ૧૪૪ લાગુ કર્યા બાદ મોટા ભાગની ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે માત્ર આવશ્યક સુવિધાઓ નું પરિવહન જ ચાલુ રાખવામાં આવ્યું છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ના જણાવ્યા મુજબ દેશના ૨૩ રાજ્યોના ૮૨ જેટલા જિલ્લાઓમાં સંપૂર્ણપણે સ્વયંભૂ બંધ જાહેર કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારના મુખ્ય સચિવ અને આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ મંત્રીઓની ઉચ્ચ કક્ષાની બેઠક બાદ કોરોના સંક્રમણને અટકાવવા માટે ૨૩ રાજ્યોના પ્યાસી જિલ્લાઓમાં સ્વયંભૂ બંધ નિર્ણય કર્યો હતો અને તેનો અમલ જેમ બને તેમ જલ્દી અને અસરકારક રીતે કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય સરકારે લીધો હતો. માંગરોળ પ્રદેશ તેલંગાણા પંજાબ ઝારખંડ જમ્મુ-કાશ્મીર અને જુનાગઢ સહિતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સંપૂર્ણપણે સ્વયંભૂ બંધ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ભોપાલ સહિતના ૨૦ જિલ્લાઓ સાથે મધ્યપ્રદેશમાં પણ સ્વયંભૂ બંધ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૧૫ જિલ્લાઓમાં સ્વયંભૂ બંધ જાહેર કર્યું છે જેમાં રાજધાનીનું શહેર લખનઉ નોઈડા અને ગાઝિયાબાદનો સમાવેશ થાય છે હવે પછીના સમયગાળા માટે આગરા વારાણસીથી લખીમપુર, કાનપૂર, અલીગઢ, ગોરખપુર, આઝમગઢ, સહરાનપુર, બરેલી, પ્રયાગરાજ, મેરઠ, અને મુરાદાબાદ જેવા જિલ્લાઓમાં સ્વયંભૂ બંધ કરવામાં આવશે વાયરસના સંક્રમણનીથી મુક્ત કરવા માટે આ સ્વયંભૂ બંધ જાહેર કરવામાં આવ્યું છે સામાજિક અવકાશને લોકોની અવરજવર ઓછી થાય તો વાયરસ ફેલાતા અટકી શકે બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકતા બા સંપૂર્ણપણે સ્વયંભૂ બંધ જાહેર કર્યું છે. દેશભરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે ૨૩ રાજ્યોના ૮૨ જિલ્લાઓના વિસ્તારોમાં હાલ પૂરતા ૩૧મી માર્ચ સુધી સ્વયંભૂ બંધ જાહેર કર્યું છે.

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં રવિવાર જનતા કફર્યુને મજબૂત પ્રતિસાદ સાંપડ્યો હતો. જનતાએ ૧૪ કલાક સુધી ઘરમાં રહીને કોરોના સામેના જંગનો શંખાનદ કર્યો હતો. આ ઉપરાંત સાંજે પાંચ વાગ્યે પાંચ મિનિટ સુધી થાળીઓ, તાળીઓ, શંખ અને ઘંટ વગાડીને કોરોનાના ભય વચ્ચે પણ કાર્યરત રહેલા તમામ કર્મવીરોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તમામ ઘટનાક્રમ વચ્ચે સૌથી ગંભીર બાબત ગુજરાત માટે સામે આવી હતી. ગુરૂવારે ગુજરાતમાં પ્રથમવાર નોંધાયેલા કોરોનાના ૩ પોઝિટીવ કેસ બાદ આજે સંખ્યા વધીને ૨૯ થઈ હતી. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ પોઝિટીવ કેસની સંખ્યા ૧૮ હતી. પણ મોડી રાત્રે વડોદરા ત્રણ અને સુરતમાં બે ટેસ્ટ પોઝિટીવ આવતા આ આંકડો ૨૩ થયો છે. સુરતમાં કોરોના પોઝિટિવ ૬૯ વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. આ સાથે રાજ્યમાં કોરોનાના કારણે પ્રથમ મોત નોંધાયું હતું. સુરતના ૬૯ વર્ષના વૃદ્ધ આમ તો કિડની અને અસ્થમાં રોગથી પીડિત હતા પણ દિલ્હી અને જયપુર ફરીને કોરોના વાયરસ લઈને આવ્યા હતા. આમ આ કેસ લોકલ ટ્રાન્સમિશનનો છે. આ ઉપરાંત, ગાંધીનગરમાં રવિવારે બહાર આવેલો એક કેસ પણ લોકલ ટ્રાન્સમિશનનો છે. લોકલ ટ્રાન્સિમીશનના કારણે ફેલાયેલા કેસમાં મોત ઉપરાંત આવા બે કેસ બહાર આવતા રાજ્યમાં હવે કોમ્યુનિટી સ્પ્રેડિંગ વેગ પકડે એવી દહેશત છે. આજ સુધી અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં પોઝિટીવ કેસોના કારણે આંશિક લોકડાઉન હતા. હવે કોરોનાના કેસ કચ્છ અને ગાંધીનગરમાં નોંધાતા આ જિલ્લામાં પણ લોકડાઉન જાહેર કરાયું છે. આ સ્થિતિ ૨૫મી માર્ચ સુધી રહેશે. જેમાં આવશ્યક સેવાઓને બાકાત રાખવામાં આવી છે.

1.Monday 2 1

તાલી અને થાળી વગાડવાના આહવાનમાં સમાયું હતું  સનાતન વિજ્ઞાન!!

ચીનના વુહાનથી ઉભી થયેલી કોરોનાની ભૂતાવળને નાથવા માટે વિશ્વમાં હજુ સુધી દવા રૂપી કોઈ તબીબ ઈલાજની શોધ થઈ નથી ત્યારે કોરું આ વાયરસના સંક્રમણની અટકાવવું વિશ્વ માટે પડકારરૂપ બની રહ્યું છે તેવા સમયમાં વિશ્વની સૌથી મોટી લોકશાહી અને ૧૩૦ કરોડની જનતાના ભવિષ્યનો જ્યા સવાલ છે તેવા ભારતમાં કોરો વાયરસના સંક્રમણ સામે સો વિશેષ કાળજી આવશ્યક બની છે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર કોરોનાના સંક્રમણને રોકવા માટે રાત-દિવસ જહેમત શીલ બની છે કોરોના ઉપદ્રવ સામે હાલમાં સામાજિક અવકાશ અને લોકો પરસ્પર અને ઓછા મળે, હાથ નિયમિત ધોવાઈ તોજ કોરોનો સંક્રમણ ઘટે તેમ છે ત્યારે ગઈકાલે કફર્યું પૂરું થયા બાદ આ યુદ્ધમાં નિષ્ઠાપૂર્વક જોડાયેલા ડોક્ટરો સહિત તબીબી જગત સુરક્ષાના ગામમાં પોતાની ફરજ અદા કરતા પોલીસ અને સુરક્ષા જવાનો અને લોકશાહીની ચોથી જાગીર એવા પત્રકારોની કામગીરીને બિરદાવવા દેશવાસીઓને વડાપ્રધાને તાલી અને થાળી વગાડીને સરાહના કરવાની અપીલ કરી હતી અને દેશભરમાં

વડાપ્રધાનના સુચનાને પગલે તાલી અને થાળી ઘંટારવ થી દેશનું વાતાવરણ ગૂંજી ઊઠયું હતું વડાપ્રધાનના આહવાનમાં પણ વિજ્ઞાનનું તથ્ય છુપાયેલું છે આ કવાયતથી સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રભાવનાની ભાવના તો ઉભી થઈ હતી સાથે સાથે તાળી અને થાળી અને ઝાલર વગાડવાથી વાતાવરણમાં જે વાઈબ્રેશન ઊભા થાય તેનાથી જીવાણુઓ મુક્ત વાતાવરણ ઊભું થાય છે વાતાવરણના બેક્ટેરિયા દૂર જાય છે અથવા તો અવાજના કંપનથી નાશ પામે છે સનાતન ધર્મમાં વૈષ્ણવ સંપ્રદાય પુષ્ટિ સંપ્રદાય જૈન સંપ્રદાય અને હિન્દુ ધર્મમાં આથી જ ભગવાનની સ્તુતિમાં તાલી વગાડીને પ્રાર્થના કરવાનું મહત્વ રહેલું હશે ઈસાઈ અને ઈસ્લામ ધર્મમાં પણ કેટલાક તબક્કે કલેપિંગ દ્વારા પોતાની ધર્મભાવના વ્યક્ત કરવાની પ્રથા છે ગઈકાલે તાળી અને થાળી વગાડવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ક્ધસેપ્ટમાં પણ એક રહસ્યમય અને ઊંડાણપૂર્વકનું વિજ્ઞાન સમાયેલું હતું.

કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માત્ર લોકડાઉન પુરતુ નથી: ડબલ્યુએચઓ

કોરોના વાયરસના સંક્રમણના કેસ અટકાવવા માટે અમેરિકા, ઈટલી, ચીન, ઈરાન, ફ્રાન્સ, સ્પેન અને ભારત સહિતના દેશોની સરકારોએ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો હતો. છતાં પણ કેસની સંખ્યા સતત વધી રહી છે. આવા સંજોગોમાં માત્ર લોકડાઉનથી વાયરસનો ફેલાવો અટકશે નહીં તેવો મત વિશ્ર્વ આરોગ્ય સંંસ્થા દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન જો લોકોના સ્વાસ્થ્ય માટે સુવિધાઓ ઉભી નહીં કરાય તો જ્યારે લોકડાઉન ઉઠાવી લેવામાં આવશે ત્યારે કોરોના વાયરસ બે ગણો ઉથલો મારશે. નોંધનીય છે કે, ભારતમાં શાળા-કોલેજોની સાથો સાથ રાજકીય અને સામાજિક જમાવડા ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે. ૮૦થી વધુ શહેરોમાં લોકડાઉન જાહેર કરાયું છે. અમેરિકા અને ચીન તેમજ યુરોપના કેટલાક દેશોમાં સદંતર લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો. જો કે, સિંગાપોર અને સાઉથ કોરીયામાં જે રીતે પગલા લેવાયા છે તેના વખાણ નિષ્ણાંતો દ્વારા થયા છે. કોરોના વાયરસ વિરોધી વેકસીનનો તો આવિષ્કાર થઈ જશે પરંતુ ત્યાં સુધીમાં અનેક લોકોના મોત નિપજી શકે તેવી દહેશત છે.

દેશમાં ૮૦ શહેરોમાં સ્વયંભૂ બંધ

સમગ્ર વિશ્ર્વમાં કોરોનાનો પોતાનો પગદંડો જમાવી દીધો હોઈ તેવું લાગી રહ્યું છે. વિશ્ર્વભરમાં કોરોનાને લઈ ફફડાટ મચી જવા પામ્યો છે. ભારતની વાત કરવામાં આવે તો આગમચેતીનાં પગલે દેશમાં એક દિવસીય જનતા કફર્યું અમલી બનાવવામાં આવ્યો હતો. કોરોનાનો કહેરથી બચવા દેશનાં ૮૦ શહેરોને ૩૧ માર્ચ સુધી લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જેથી કોરોનાથી બચી શકાઈ કોરોના વાયરસનાં કારણે મહારાષ્ટ્ર, કેરેલા, દિલ્હી, ગુજરાત, યુ.પી. હરિયાણા, કર્ણાટક, તેલંગણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તામીલનાડુ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદાખ, પશ્ર્ચિમ, બંગાળ ચંદીગઢ, છતીસગઢ, હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ, ઓડીસા, પોંડીચેરી અને ઉતરાખંડનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર ભારતભરમાં લોકલ ટ્રેનો, મેટ્રોને આંતર રાજય બસોને રદ કરી દેવામાં આવી છે. જયારે માર્કેટ, મોલ, સીનેમા, સ્કુલ, કોલેજ અને જીમને બંધ રાખવાની તાકીદ પણ કરવામાં આવી હતી દિલ્હી ખાતે નો ટેકસી સર્વીસ, રિક્ષાની સેવાઓ બંધ રાખવામાં આવશે. આ સમય દરમિયાન પાણી, ઉર્જા, લોકોઉપયોગી સેવાઓ, કરીયાણાની ચીજ વસ્તુઓ, પેટ્રોલ પંપ, મેડિકલ સ્ટોર સહ્તિના સેવાઓ

ચાલુ રાખવાની તાકીદ કરવામાં આવી છે. ગોવા જેવા પર્યટન સ્થળોને બંધ કરવાની ફરજ પાડવામાં આવી છે. વૈશ્ર્વિક રીતે ૧૩ હજારથી વધુ લોકોનાં મોત નિપજયા છે. જયારે ૩.૭ લાખ લોકોને અસર પણ પહોચી છે. ભારતમાં અંદાજે ૩૫૦ જેટલા લોકોને કોરોનાની અસર જોવા મળી છે. જેમાં ૭ લોકોનાં મૃત્યુ નિપજયા છે.

કોરોના સામે લાંબી લડત માટે તૈયાર થઈ જાવ: મોદી

રવિવારે જનતા કફર્યુમાં નાગરિકોએ કરેલા અમલને વડાપ્રધાન મોદીએ વધાવી લીધો હતો. કફર્યુમાં મળેલા પ્રતિસાદ બાદ હવે કોરોના વાયરસ સામે ભારતની લડાઈ લાંબી ચાલશે તેવા સંકેતો વડાપ્રધાન મોદીએ કરેલા ટ્વીટ પરથી મળી રહ્યાં છે. તેમણે ટ્વીટર પર કહ્યું હતું કે, આ આભારનો નાદ છે. જનતા કરફ્યુ ભલે રાત્રે નવ વાગે પૂરું થઈ ગયું હોય પરંતુ એનો અર્થએ નથી કે આપણે તેની ઉજવણી શરૂ કરી દઈએ આપણે તેને સફળતા માની લેવી ન જોઈએ પરંતુ આ એક લાંબા યુદ્ધનો પ્રારંભ છે જોકે આજે દેશવાસીઓએ એ વાત બતાવી દીધી છે કે અમે સક્ષમ છીએ કોઈ નિર્ણય કરી લઈએ તો મોટામાં મોટી આફત કે મોટામાં મોટા પડકારોને એક સાથે મળીને પરાસ્ત કરી શકીએ. વડાપ્રધાન મોદીએ જનતા કરફ્યુમાં એકતા પ્રદર્શિત કરનારા દેશવાસીઓની સરાહના કરી હતી વડાપ્રધાન મોદીએ લોકોને કહ્યું હતું કે, આખા દિવસના જનતા કરફ્યુનું અવલોકન કરી દે એ વાત જાણવી જોઈએ કે કોરો વાયરસનો પ્રસાર દેશભરમાં કેટલા અંશે અટક્યો? બીજા એક ટ્વિટ મેસેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને જ્યાં જે જિલ્લાઓમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યાં પોતાના ઘરમાં જ રહેવાની અપીલ સાથે અનુરોધ કર્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નવો મુજબ જે જિલ્લામાં જાહેર કરવામાં આવ્યું છે ત્યાં લોકોને ઘર બહાર ન નીકળવાની હિમાયત કરી છે અને જણાવ્યું છે કે દેશના અલગ અલગ વિભાગોમાં જ્યાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યાં લોકોને બિનજરૂરી રીતે કોઈપણ પ્રકારના કામ અને આવશ્યક સંજોગો સિવાય ઘરની બહાર ન નીકળવું જોઈએ ખૂબ જ આવશ્યક સંજોગો શિવાય ઘર ન છોડવાનું તેમણે ટ્વિટમાં સંદેશો આપ્યો હતો.

ભલ ભલાને તાલી પાડતા કરી દીધા!!!

Amitabh

વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા જનતા કફર્યુની હિમાયત કરી હતી. ઉપરાંત સાંજે ૫ કલાકે કોરોના સામે લડનાર પોલીસ કર્મીઓ, મેડિકલની ટીમ અને મીડિયા કર્મીઓ સહિતનાને પ્રોત્સાહન આપવા તાળીઓ કે થાળીઓ વગાડવાનું સુચન કર્યું હતું. આ સુચનની અમલવારી આખા દેશમાં થઈ છે. અમિતાભ બચ્ચનના પરિવારના સભ્યોએ પણ તાળીઓ વગાડી કોરોના સામેની લડતના લડવૈયાઓને વધાવી લીધા હતા. ગઈકાલે અભિષેક બચ્ચન, ઐશ્ર્વર્યા રાય બચ્ચને અગાસી પર ચડી તાળીઓ વગાડી હતી. આ ઉપરાંત દિપીકા પાદુકોણ, રણવીરસિંઘ, અક્ષયકુમાર, શાહરુખ ખાન સહિતના ફિલ્મી સીતારાઓ પણ

તાળીઓ પાળી હતી. કરિશ્મા કપુર, સુષ્મીતા સેન, સોનમ કપુર, વરૂણ ધવન, દિયા મિર્ઝા, કાર્તિક આર્યન, બોબી દેઓલ, બીપાસા બાસુ, ઈસાન ખટ્ટર, શ્રદ્ધા કપુર, ગૌરી ખાન સહિતનાએ પણ વડાપ્રધાન મોદીના સુચનને અનુસર્યું હતું અને તાળીઓ વગાડતા નજરે ચડયા હતા.

ઈટાલીમાં કોરોનાથી સાડા પાંચ હજાર લોકોનાં મોત

ચીનથી ફાટી નીકળેલો કોરોના વાયરસ વિશ્ર્વભરમાં હજ્જારો લોકોનો ભોગ લઈ ચૂકયો છે. ઈટાલીમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ બેકાબુ થઈ ગયા છે. અત્યાર સુધીમાં સાડા પાંચ હજાર લોકોના મોત ઈટાલીમાં થઈ ચૂકયા છે. ગઈકાલે એક જ દિવસમાં ૬૫૧ લોકોને કોરોના વાયરસ ભરખી ગયો હતો. ઈટાલીમાં કોરોના વાયરસે એક મહિનામાં ભારે તબાહી મચાવી છે. નવા કેસમાં ૧૦.૪ ટકાનો તોતીંગ વધારો જોવા મળ્યો છે. વધુ ૫૯૧૩૮ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈટલીના મીલાન શહેરનો લોમ્બર્ડી વિસ્તારમાં ૩૦ ટકા લોકોને કોરોનાનું ઈન્ફેકશન લાગ્યું છે. ઈટલીમાં કોરોના વાયરસ બેકાબુ બનતા વિશ્ર્વ આખુ ચિંતામાં મુકાઈ ગયું છે.

કોરોના વાયરસ ગતિ પકડે તો શું થાય?

ચીન અને ઈટાલીમાં કોરોના વાયરસે મચાવેલા આતંકની લગભગ તમામ લોકોને જાણ છે. ભારતમાં પણ વાયરસથી બચવા સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અલબત કોરોના વાયરસ ગતિ પકડે તો શું થાય તેવા પ્રશ્ર્નો લોકોમાં ઉદ્ભવી રહ્યાં છે. કોઈપણ મહામારી સામે લડવાનું પ્રથમ આયોજન ૧૯૨૦માં ઘડી કઢાયું હતું. જ્યારે મહામારીના સંક્રમણમાં લોકોને એકબીજાથી દૂર રાખવાનો નિર્ણય લેવાયો હતો. એકબીજાથી દૂર રાખવાની સાથો સાથ લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાના પગલા તે સમયે લેવાયા હતા. વર્તમાન સમયે કોરોના વાયરસથી સંક્રમીત ૫૦ થી ૬૦ ટકા લોકોમાં જો રોગ પ્રતિકારક શક્તિ યોગ્ય પ્રમાણમાં હશે તો આ વાયરસનો ફેલાવો રોકી શકાશે. ૨૦૦૨-૦૩માં સાર્સ વાયરસે ૭૪૪થી વધુના ભોગ લીધા હતા. વર્તમાન સમયે કોરોના વાયરસ પણ સાર્સ પરિવારનો જ એક સભ્ય છે. ૨૦૦૨-૦૩માં સાર્સ સામે રસી શોધાઈ ગઈ હતી. હવે કોરોના સામે પણ રસી શોધાઈ રહી છે. જો કે રસી શોધાય તે પહેલા વાયરસનો ફેલાવો અટકાવવો જરૂરી છે.

કુદરતને લાઇવ ફીલ કરવાની તક સાંપડી!

વડાપ્રધાન મોદીએ કરેલા જનતા કફર્યુના આહવાનને ગઈકાલે બહોળી સફળતા મળી હતી. મોદીના આહવાન મુજબ લોકો ઘરે રહ્યાં હતા. બજારમાં વાહન-વ્યવહાર ઓછો થયો હતો. આમ તો મોટાભાગે રવિવારે લોકો ઘરે જ રહેતા હોય છે પરંતુ ગઈકાલનો દિવસ કંઈક અલગ હતો. પંક્ષીઓના કલરવ સ્પષ્ટ સંભળાયા હતા. વાતાવરણ સકારાત્મક હોવાનું મોટાભાગના લોકોએ અનુભવ્યું હતું. દૂર ઝાડ પર બેઠેલા પક્ષીની ગુંજ છેક ચાર દિવાલની અંદર સંભળાતી હતી. એક દિવસ વાહન-વ્યવહાર બંધ રાખવાથી વાતાવરણમાં પ્રદુષણની સ્તર ઘટયું હોવાનું ફલીત થયું છે. આવી રીતે જો દર વર્ષે માત્ર ચાર થી પાંચ દિવસ સ્વયંભૂ જનતા કફર્યુ પાળવામાં આવે તો છેક ગંગોત્રીથી

નીકળતી ગંગા પણ એકદમ ચોખ્ખી થઈ જાય. હવા, પાણી અને ધ્વની પ્રદુષણમાં એકદમ રાહત થઈ જાય. વર્તમાન પેઢીએ ગઈકાલે પ્રથમ વખત કુદરતને લાઈવ માણી હતી. વર્ષો પહેલા આવેલા શોર મુવીમાં બહેરા હોવાથી કેટલી શાંતિ રહે છે તેના સંકેતો અપાયા હતા. દરમિયાન ગઈકાલે અદ્ભૂત શાંતિનો અનુભવ દેશના અનેક નાગરિકોએ કર્યો હતો. આવી લાગણી એક સામટી ઉમટી પડી હોય તેવું દેશમાં પ્રથમ વખત જોવા મળ્યું હતું. પરિણામે દર વર્ષે ચાર થી પાંચ દિવસ સ્વયંભૂ જનતા કફર્યુ લાગે તેવી હિમાયત ઘણા લોકો કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.