Abtak Media Google News

ગુજરાતમાં ૪૮ કેસ પોઝિટિવ : ૩ કરોડથી વધુ લોકોનું સ્ક્રિનિંગ કરાયું: રાજકોટમાં વધુ ૬ શંકાસ્પદના નમુના લેવાયા, લોકલ ટ્રાન્સમિશનના કારણે વધતા કેસથી ચિંતા

રાજ્યભરમાં કોરોનાની મહામારી વચ્ચે ગઈ કાલે માત્ર રાજકોટમાં જ વધુ ૩ કેસ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમાં દુબઈથી આવેલા બિલ્ડરના સંક્રમણ માં આવેલા તેના મિત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગઈ કાલે પણ રોયલપાર્કના યુવાનના પરિવાર સહિત ૧૨ ના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી બે દિવસ પહેલા પોઝિટિવ આવેલા યુવાનની પત્ની અને કોલેજવાડી ના સંપર્કમાં આવેલા વધુ બે યુવાનના રિપોર્ટ પોઝિટિવ આવતા લોકલ ટ્રાન્સમિશન ના કેસ વધતા આરોગ્યતંત્રમાં ચિંતા વ્યાપી છે. આ સાથે ગુજરાતમાં કુલ ૪૮ પોઝિટિવ કોરોના કેસ અને ૩ના મોત નિપજ્યા છે.

શહેરમાં ૧૭મી માર્ચના મક્કાથી આવેલાં જંગલેશ્વરના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતો. ત્યાર બાદ કાલાવડ રોડ પર રહેતા અને દુબઈથી આવેલા યુવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જેની સાથે જાગનાથ માં રહેતા વૃદ્ધાનો લોકલ ટ્રાન્સમિશન નો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા દોડધામ મચી જવા પામી હતી. જાગનાથમાં વૃદ્ધાના પરિવારને કોરેઇટાઇન કર્યા બાદ સેમ્પલના રિપોર્ટ મેળવતા તેમના પુત્રને પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ દુબઈથી આવેલા યુવાનના સંપર્કમાં આવેલા લોકોને કોરેઇન્ટઇનમાં ખસેડી રિપોર્ટ મેળવતા રોયલપાર્કમાં રહેતા તેમના મિત્રનો પણ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે કાલાવડ રોડ પરના યુવાનના સંપર્કમાં આવેલા વધુ લોકોને કોરેઇટાઇન કર્યાં બાદ ગઈ કાલે ૬ લોકોના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાં રોયલપાર્કના યુવાનની પત્ની સહિત કાલાવડ રોડ પરના યુવાનના સંપર્કમાં આવેલા વધુ બે લોકો સહિત ત્રણના કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. હાલ રાજકોટમાં કુલ ૮ પોઝિટિવ કેસ નોંધાયા છે.

આરોગ્યતંત્ર દ્વારા કોરોનાના પગલે હાલ અત્યાર સુધી રાજ્યમાં ૩ કરોડથી વધુ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદમાં ૧૬, સુરત અને ગાંધીનગરમાં ૭-૭, વડોદરામાં ૯, રાજકોટમાં ૮, અને કચ્છમાં ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૪૮ પોઝિટિવ કેસ રાજ્યભરમાં નોંધાયા છે. જ્યારે સુરત, અમદાવાદ અને ભાવનગરમાં ૧-૧ મોત નોંધાયા છે.

રાજકોટમાં અત્યાર સુધી કુલ ૮ પોઝિટિવ કેસ, શહેરમાં ૫૩ નેગેટિવ , જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૧૬ નેગેટિવ, અને આસપાસના જિલ્લાઓમાંથી ૫ નેગેટિવ રિપોર્ટ નોંધાયા છે. ગઈ કાલે તંત્ર દ્વારા વધુ ૬ લોકોને આઇશોલેસન માં દાખલ કરી તેમના સેમ્પલ રિપોર્ટ કરાવવા અર્થે લેબમાં મોમલવામાં આવ્યા છે. શહેરમાં જામનગર રોડ પર પથિકાક્ષમ માં ૨૮ લોકોને કોરેઇટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ત્રિમુતી મંદિર ખાતે ૯ લોકોને કોરેઇટાઇન કરવામાં આવ્યા છે. શહેરમાં હાલ ૧૧૫૮ ને હોમ કોરેન્ટાઇન અને ગ્રામ્યમાં ૩૧૩ લોકોને ઓબેસર્વેશન માં રાખવામાં આવ્યા છે.

રાજકોટમાં લોકલ ટ્રાન્સમિશનમાં વધુ ત્રણ કેસ કોરોના પોઝિટિવ

શહેરભરમાં માત્ર ૧૦ દિવસમાં જ કોરોના ના ૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યંત ચેપી રોગ વિદેશ થી આવ્યા લોકો થી શરૂ થતાં હાલ લોકલ ટ્રાન્સમિશન ના કેસમાં વધારો થતાં આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જાગનાથમાં માતા – પુત્ર ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ લોકલ ટ્રાન્સમિશન ચિંતા નો  વિષય બની રહ્યો છે. રાજકોટમાં દુબઈથી આવેલા યુવાનના સંપર્કમાં આવતા તેના મિત્રને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા વધુ ૩ લોકોના એકસાથે કોરોના પોઝિટિવ આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.