Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવમા સાધુવાસવાણી રોડ પર આવેલ ગુરુજી નગર આવાસ યોજનાને કોરોનટાઈન કરવામાં આવેલ હોઇ ત્યાંના સ્થાનિક લોકોને ખાવા-પીવાની સગવડતા ન હોય સ્થાનિક રહેવાસીઓ દ્વારા તેમની રજૂઆત મુજબ બની શકે એટલું અનાજ કરિયાણું તથા રાસન આપવા માટે જાહેર જનતા જોગ અપીલ કરવામાં આવેલી જે અપીલને ખરા અર્થમાં ધ્યાને લઇ વોર્ડ નંબર નવ માં આવેલ નંદ હાઈટસ સોસાયટીના સ્થાનિક રહેવાસીઓ દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે ફાળો ભેગો કરી ગુરુજી નગર આવાસ યોજનાના લાભાર્થીઓ માટે અનાજ કીટનું વિતરણ કરવામાં આવેલ હતું જે રાસન કિટમાં ૧ કિલો ચોખા ૧ કિલો ખાંડ ૫૦૦ ગ્રામ તુવર-દાળ ૫૦૦ ગ્રામ ચણાનો લોટ સો ગ્રામ જીરુ સો ગ્રામ રાઈ તથા અઢીસો ગ્રામ ચા આપવામાં આવેલી હતી. નંદ હાઈટસ સોસાયટીના પરિવારજનો એ ગુરુજી નગર આવાસ યોજનાના સ્થાનિક લોકો પોતાનો જ પરિવાર હોય તેમ સમજીને હાલના આ પરિસ્થિતીમાં ખરા અર્થમાં માનવસેવા કરવાનું ભગીર કાર્ય કર્યું છે. સોસાયટીના સનિકો દ્વારા પોતાના બાળકોને તથા પોતાના ઘર ખર્ચ માટે થોડો ઘણો કાપ મૂકી જરૂરિયાત મંદ લોકો સુધી વસ્તુઓ પહોંચી શકે તે માટે આ એક અભિગમ અપનાવવામાં આવ્યો હતો. આ કામગીરીમાં વોર્ડ નં.૯ના વોર્ડ ઓફિસર ધવલ જેસડિયા, તુષાર બોડા, હિતેશ સાવલીયા, જિજ્ઞેશ જોષી, હર્ષદ કવડીયા, જીતુ કકણીયા, અલ્પેશ ધામેલીયા, જયેશ અધેરા, વિજય કવઠીયા, અંકિત બાપોલીયા, અશોક છત્રોલા, રાહુલ બોડા, બીપીન દેવડા, કડવાભાઇ ઝાલાવાડિયા, સંજય માકડીયા, હર્ષિલ કલ્યાણી, દિલીપ ભોજાણી વગેરે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.