લિવિંગ લિજેન્ડ આ છે ૧૦૭ વર્ષની ઓલડેસ્ટ વુમન ક્રિકેટર

65

બીજા વિશ્વ યુધ્ધ પહેલા અને પછી પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝળકતી ખેલાડીના સ્વાસ્થ્યનું રહસ્ય ‘યોગ’

વિશ્વભરમાં ૧૦૦ વર્ષથી પણ વધુ સમયથી ક્રિકેટને લોકચાહના મળી છે. જેમાં કપીલ દેવ, સચિન સહિતના કેટલાક ખેલાડીઓએ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી સિધ્ધી મેળવી છે. પણ ઈંગ્લેન્ડની એક એવી રેર ખેલાડી છે જેની જીવનગાથા ખૂબજ રસપ્રદ છે. ૧૦૭ વર્ષની એલીન વેલન ક્રિકેટ જગતની સૌથી જૂની અને મોટી વયની આંતરરાષ્ટ્રીય ખેલાડી છે.

છેલ્લાં ૧૦૦ વર્ષોમાં ક્રિકેટમાં કેટલા ફેરફારો આવ્યા તેના વિશે વેલન ખુબજ ઉંડુ જ્ઞાન ધરાવે છે. જેમના કેરિયરની સૌથી રસપ્રદ વાત તો એ છે કે એલીને બીજા વિશ્વ યુધ્ધ પહેલા અને પછી પણ ક્રિકેટ મેચો રમી ચૂકી છે. ૧૯૩૭ જૂનથી ઈંગ્લેન્ડ તરફથી ડેબ્યુ કરનારી એલીન જીવનના ૧૦૭ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ૧૦૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે.

લંડનમાં જન્મેલી એલીન ક્રિકેટ જગતની ઓલડેસ્ટ લિવિંગ લિજેન્ડ છે. ૧૯૪૯ ન્યુઝીલેન્ડ સામેની મેચ બાદ એલીને ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી. આંતરરાષ્ટ્રીય મેચમાં ઈંગ્લેન્ડ ઉપરાંત સાઉથ ઈગ્લેન્ડ, સિવિલ સર્વિસ અને મિડલએકસ માટે પણ એલીન ક્રિકેટ કેરિયરને આગળ વધાર્યું છે.આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર વેલનનો વિડિયો શેર કરતા તેને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. વેલને મહિલા ક્રિકેટ માટે મહત્વની ભૂમિકા ભજવી છે. ૨૦૧૭માં ઈંગ્લેન્ડમાં યોજાયેલ આઈસીસી વુમન વર્લ્ડકપ દરમિયાન ઈંગ્લેન્ડ-ભારતની મેચમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા વેલને હાજરી આપી હતી.

એલીન એશની નામે ઓળખાતી મહિલા સુપર વુમન ક્રિકેટરે ૭ ઔપચારીક ટેસ્ટ મેચો રમી છે. જો કે બેટીંગમાં એલીનનું ખાસ પ્રદર્શન રહ્યું ન હતું. માર્ચ ૧૯૪૯ ઓકલેન્ડમાં યોજાયેલ ન્યુઝિલેન્ડ સામેની મેચ બાદ વેલને ક્રિકેટમાંથી વિદાય લીધી હતી.

પોતાની ઉમ્ર અને સ્વાસ્થ્ય અંગે વેલન જણાવે છે કે વાઈન અને યોગ તેનું જીવનમંત્ર છે. આટલી ઉમ્ર છતાં પણ દિલથી યંગ વેલન આજે પણ ડ્રાઈવીંગ કરે છે. ડ્રાઈવીંગ અંગે પોતાનો પ્રેમ દર્શાવતા એલીને કહ્યું કે જો હું યલ્લો મીની ન ચલાવતી હોત તો હા હું મોટર સાઈકલ ચલાવતી હોત. માણસ શરીરથી વૃધ્ધ થઈ શકે પણ વિચારો તેને જીવંત બનાવી રાખે છે.

Loading...