ઓસમાણ મીર-કિર્તીદાન ગઢવીનાં લોકડાયરામાં શ્રોતાઓ ડોલ્યા

મનપા દ્વારા સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં લોકડાયરો યોજાયો

રાજકોટ ખાતે ૨૬મી જાન્યુઆરી પ્રજાસતાક પર્વ ૨૦૨૦ની રાજ્યકક્ષાની ઉજવણી થઇ રહેલ છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વાર સેન્ટ્રલ ઝોન ખાતે ઓસમાણ મીર તથા સાથી કલાકારો દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રાજયનાં મહિલા અને બાલ કલ્યાણ વિભાગના  મંત્રી  વિભાવરીબેન દવેનાં વરદ હસ્તે કરવામાં આવ્યું. વેસ્ટ ઝોન ખાતે કીર્તીદાન ગઢવી તથા સાથી કલાકારો દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના વરદ્ હસ્તે કરવામાં આવ્યુ હતું.  ગુજરાત ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ અબતક સાથેની  વાતચિતમાં જણાવ્યું કે ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની  ઉજવણી રાજકોટ ખાતે થઈ રહી છે. તે અંતર્ગત રાજકોટ મનપા દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં લોક ડાયરાનું ભવ્ય આયોજન થયું છે ત્યારે  આજરોજ નાના મવા ગ્રાઉન્ડ ખાતે  લોકડાયરો યોજાયો છે જેમાં પ્રખ્યાત ગાયક કલાકાર કિર્તિદાર ગઢવીએ પોતાના સુર રેલાલા હતા અને લોકોએ ડાયરાની મજા માણી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ડે.મેયરશ્રી અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, શૈલેષભાઈ ડાંગર, વિજયભાઈ ટોળીયા, કેતનભાઈ વાછાણી, ધીરૂભાઈ તરાવિયા, વોર્ડ નં.૦૨ પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૦૭ પૂર્વ પ્રમુખ જીતુભાઈ સેલારા, સ્વામિનારાયણ ચોક વેપારી એસોસિએશન પ્રમુખ બાલાભાઈ બોળીયા, વાલાભાઈ બોરીચા, નારણભાઈ બોળીયા, વજુભાઈ લુણશિયા, યોગેશભાઈ ભુવા, ભરતભાઈ બોરીચા, નરસિંહભાઈ પટોળીયા, અજીતસિંહ ઝાલા, પૃથ્વીસિંહ જાડેજા, લખન સિધ્ધપુરા, વિમલ ડાંગર, જોષી અદા, દિવ્યેશ પીપડીયા, વિશાળ પરમાર, રમેશ ભાલાસરા, ભરતભાઈ પાંભર, મેહુલભાઈ રાઠોડ, ભાવસિંગભાઈ રાઠોડ, યોગેશભાઈ સોની, ઉદય ભટ્ટ, મુકેશભાઈ સોજીત્રા, અતુલભાઈ વણપરીયા, સંજયભાઈ વસોયા, દિલીપભાઈ વાગડિયા, મનોજ બોરીચા, રમેશ ટોળીયા, જયેશ બોરીચા, હિરેન ડોડીયા, સાગર ટેઈલર રમેશભાઈ, રતાભાઈ બોળીયા, મંગળાબેન સોઢા, લીલાબા ભંડેરી, દક્ષાબેન આહીર, સુરેશભાઈ રાઠોડ વિગેરે તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન નીતિનભાઈ રામાણી દ્વારા કરવામાં આવેલ. તથા રાજયનાં મહિલા અને બાલ કલ્યાણ વિભાગના  મંત્રી વિભાવરીબેન દવેનું અભિવાદન પુષ્પગુચ્છથી સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, વોર્ડ નં.૧૩ કોર્પોરેટર નીતિનભાઈ રામાણી વોર્ડ અગ્રણી શૈલેષભાઈ ડાંગરએ કરેલ. મંચસ્થ મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત વોર્ડ પ્રમુખ વિજયભાઈ ટોળીયાએ કરેલ. પ્રાસંગિક ઉદબોધન કરતા રાજયનાં મહિલા અને બાલ કલ્યાણ વિભાગના વિભાવરીબેન દવેએ કરેલ હતું.

આજે ગીતાબેન રબારી અને સાથી કલાકારોની રમઝટ

૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ – ૨૦૨૦ ની રાજય કક્ષાની ઉજવણી રાજકોટ શહેર ખાતે થઈ રહેલી હોય જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના શહેરીજનો માટે ઈસ્ટ ઝોન ખાતે ભવ્યાતિભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. ઈસ્ટ ઝોન ખાતે આજે રાત્રે ૦૯:૦૦ કલાકે, પાણીનાં ઘોડા પાસે, બાલક હનુમાન મંદિર, પેડક રોડ, ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેનું દીપ પ્રાગટ્ય રાજયનાં અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો વિભાગના માન. મંત્રી  જયેશભાઈ રાદડીયાનાં વરદ હસ્તે કરવામાં આવશે. જેમાં ગીતાબેન રબારી તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરો કરવામાં આવશે.

Loading...