Abtak Media Google News

ડાયે વાવાઝોડાની અસરના કારણે આગામી ૪૮ કલાકમાં દરિયાઈ પટ્ટી ઉપર વાદળ ઘેરાશે

ચોમાસાએ સતાવાર વિદાય લીધી છે જોકે ડાયે વાવાઝોડાની અસરના કારણે અરેબીયન સમુદ્ર ઉપર લો-પ્રેશર સર્જાશે જેના કારણે આગામી ૪૮ કલાકમાં હળવા વરસાદની શકયતા છે.

હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ ડાયે વાવાઝોડાની મહદઅંશે અસર ગુજરાતમાં જોવા મળશે. મોટાભાગની અસર નોર્થ વેસ્ટ તરફ ફંટાઈ જશે. અત્યારના આંકડા મુજબ આગામી ૪૮ કલાકમાં વાવાઝોડાની અસરના પરીણામે અરેબીયન સમુદ્ર ઉપર લો-પ્રેશર સર્જાવવા જઈ રહ્યું છે જેના કારણે તટીય વિસ્તારોમાં હળવા વરસાદની શકયતા સેવાઈ રહી છે.

વિગતો અનુસાર અરેબીયન સમુદ્ર ઉપર સર્જાનાર લો-પ્રેશરથી ભારે વરસાદની શકયતા નહીવત છે. આગામી સમયમાં તા.૬ થી ૭ દરમિયાન સમુદ્રમાં માછીમારોને ન જવાની સુચના આપવામાં આવશે. જોકે હજુ સુધી આ વાવાઝોડાની અસર કેટલી રહેશે તે અંગે સંપૂર્ણ આંકડા પ્રાપ્ત થઈ રહ્યા નથી. બીજી તરફ વાતાવરણમાં અત્યારથી ઉનાળાના તાપનું અનુભૂતી થઈ રહી છે. ગઈકાલે અમદાવાદમાં ૩૭ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૬ ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું. જયારે ભુજ ૪૧ ડિગ્રી મહતમ તાપમાન સાથે સૌથી ગરમ જિલ્લો રહ્યો હતો. આ આંકડા પરથી ફલિત થાય છે કે, આગામી સમયમાં તાપમાનનો પારો સામાન્ય રહે તેવી પણ શકયતા છે.

ચોમાસામાં વરસાદની ઘટ રહી છે સતાવાર રીતે ચોમાસાની વિદાય થઈ ચુકી છે ત્યારે અરેબીયન સમુદ્રમાં લો-પ્રેશરના કારણે અમુક સ્થળોએ હળવા ઝાપટા પડે તેવી શકયતા હવામાન વિભાગ સેવી રહ્યું છે જોકે બીજી તરફ સામાન્ય તાપમાનમાં ૧.૫ ડિગ્રીનો વધારો થતો જોવા મળી રહ્યો છે જે દર વર્ષના સરેરાશ તાપમાન કરતા ખુબ જ વધુ હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.