લાઈક હવે અણગમતું બની જશે!! ફેસબુકે કર્યા મોટા ફેરફાર…

પબ્લિક પેઈઝ પર હવે, લાઈક નહિ કરી શકાય; કોઈપણ પેઈઝ પર સતત અપડેટ રહેવા ફરજીયાત ફોલો કરવું પડશે

ફેસબુકમાં પ્રથમવાર ૨ ઘ એ ફીચર્સ; યુઝર્સ પોતાના પેઈઝ પર સવાલ-જવાબ કરી શકશે

આજના આધુનિક યુગમાં અધતન ટેકનોલોજીથી સજજ અવનવા ઉપકરણોનો ઉપયોગ વધતા ડીજીટલ સેવાઓનો વ્યાપ પણ વધ્યો છે. હાલના સમયમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ પણ દીનપતિદિન વધ્યો છે. યુઝર્સ રાત-દિવસ ફેસબુક, ટવીટર, વોટસએપ અને ઈન્સ્ટાગ્રામમાં રચ્યા પચ્યા રહે છે. ત્યારે ફેસબુક કે જે જાયન્ટ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ તરીકે ગણાય છે. તેમાં અનેકો ફેરફાર થયા છે.સોશ્યલનું શોષણ શરૂ થયું હોય, તેમ હવે, ફેસબુકનું લાઈક હવે, અણગમતું બની જશે. કારણ કે ફેસબુકે મોટા ફેરફારો કર્યા છે. ફેસબુકે પબ્લીક પેઈઝ પરથી ‘લાઈક’ બટન જ હટાવી દીધું છે. આથી કોઈપણ પબ્લિક પેઈઝ દ્વારા રાજકીય પાર્ટી, બિઝનેશ, કે કોઈ કંપની સાથે સતત અપડેટ અને સંકળાયેલું રહેવા માટે પેઈઝને ફરજીયાત ફોલો કરવું પડશે. લાઈક બટન દૂર કરવા સાથે ફેસબુકે લે આઉટમાં પણ મોટા ફેરફાર કર્યા છે.

કોઈ બ્રાંડ, પોલિટીશ્યલ, પબ્લિક ફીગર, કે સેલીબ્રીટીના પેઈઝ પરથી સતત અપડેટ મેળવવા પેઈઝને ફરજીયાત ફોલો કરવું જ પડશે. અત્યાર સુધી પેઈઝ પર લાઈક અને ફોલોએમ બંને વિકલ્પો હતા. લાઈક ઓપ્શન ફેસબુકે હટાવતા એક તારણ એવું પણ નીકળી શકે કે કોઈપણ પેઈઝ પર લાઈક વધતા ફેસબુક પર જે તે સંબંધીત યુઝર્સને આવકના રૂપમાં પૈસા વધુ ચૂકવવા પડે છે. જેનો ભાર ઓછો કરવા પણ ફેસબુકે આ નિર્ણય લીધો હોય તેવું લાગે છષ.

ફેસબુકમાં બીજા કયાં બદલાવો થયા

– પેઈઝનું લે આઉટ નવા રૂપમાં જોવા મળશે.

– પ્રોફાઈલ ફોટો હવે, મોટો દેખાશે. અગાઉની જેમ કવર પેઈઝ પણ રહેશે.

– ફેન સાથે ઈન્ટરેકશન અને પેઈઝ પર એન્ગેઝમેન્ટ વધારવા ડેડિકેટેડ ન્યુઝફીડનો વિકલ્પ ઉપલબ્ધ બનશે.

– પેઈઝ એડમીન કંટ્રોલને અપડેશેન ઓપશ્ન ઉપલબ્ધ બનશે જેમાં ઘણા પ્રકારનાં એકસેસ આપવાનાં વિકલ્પ હશે.

– સેફટી ફીચર્સ અગાઉ કરતા વધુ મજબૂત બનશે

– સ્પેમ કંટેન્મેન્ટની સરળતાથી ઓળખાણ થઈ શકશે.

– પ્રથમવાર ૨ઘએ ફીચર્સ ઉપલબ્ધ બન્યું

Loading...